પથિક લીંબાચિયા, અમદાવાદ:
25 નવેમ્બર 2025:
આગામી ૨૮ નવેમ્બરે બાબા નિબ કરોરી મહારાજના ૧૨૫મા પ્રકટોત્સવ નિમિત્તે શ્રી સંકટમોચન મહાવીર મંદિરે દિવસભરની ઉજવણી યોજાશે. બાબા નીમ કરોરી મહારાજની અપાર કૃપાથી સ્થાપિત આ મંદિર દ્વારા આખો દિવસ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સવારના સમયે આશરે ૩૦૦ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે. ત્યારબાદ નાના વિદ્યાર્થીઓમાં ભેટો અને ચોકલેટનું વિતરણ થશે.
દિવસભર “રામ રોટી સેવા રથ” દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. સાંજે ૭ વાગ્યે મંદિરે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે કમ્બલ વિતરણ કાર્યક્રમનું આયોજન છે.

તે ઉપરાંત સાંજે ૭ કલાકે ૨૧ વાર હનુમાન ચાલીસા પાઠ, કીર્તન તથા અંતે “બાબા કા ભંડારા” દ્વારા સર્વ ભક્તોને ભાવપૂર્વક ભોજન પ્રસાદ આપવામાં આવશે.
શ્રી સંકટમોચન મહાવીર મંદિરના સ્થાપક ડૉ. પ્રવીણ ગર્ગના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ સૌ ભક્તો માટે ખુલ્લો રહેશે અને સૌને આ પવિત્ર અવસરે વધારાના આશીર્વાદ મેળવવા માટે આવવા વિનંતી છે.

મંદિર ના સ્થાપક ડૉ. પ્રવીણભાઈ ગર્ગે જણાવ્યું કે, “આ પ્રસંગે અમે માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સેવાનો સંદેશ ફેલાવ્યો છે. આ મંદિર સમગ્ર ભારતમાં ચોથું એવું સ્થાન છે જ્યાં હનુમાનજીની રેક્લીંગ (વિશ્રામ કરતી) મુર્તિ સ્થાપિત છે અને બાબા નીબ કરોરી ની અસીમ કૃપા નો ભક્તો અનુભવ કરી શકે છે.”
મંદિરની વિશેષતાઓ
23 નવેમ્બર 2025ના રોજ મંદિરે 15 મહિના પૂર્ણ કર્યા.
15 મહિના માં ૬૫ વાર સુંદરકાંડ નો પાઠ કરવામાં આવ્યો છે .
હનુમાન જયંતિ, ગુરુ પૂર્ણિમા, નવરાત્રી, રક્ષાબંધન, ગણેશ સ્થાપના અને વિસર્જન, કાળી ચૌદસ હવન , દશેરા પર ફાફડા જલેબી વિતરણ ,વિગેરે જેવા તહેવારોને ભક્તિમય ભજન અને પૂજા સાથે ઉજવવામાં આવે છે.
મંદિર માં બાબા ની કૃપા થી ૨ રામ રોટી સેવા રથ સક્રીય છે જેનો દરરોજ સવાર સાંજ ૨૦૦-૩૦૦ જણ નું ભોજન નિયમિત રૂપે બને છે અને ભોજન પ્રસાદ નું વિતરણ અલગ અલગ જગ્યા પર જઈને કરવામાં આવે છે .
મંદિર માં વૃદ્ધ , વિકલાંગ બાળકો , અંધ બાળકો ને આમંત્રિત કરવામાં આવે છે જે સમૂહ માં સુંદરકાંડ પાઠ એન્ડ હનુમાન ચાલીસા ના પાઠ કરે છે.
વૃદ્ધ લોકો માટે ખાસ ભોજન પ્રસાદ અને બહુમાન સેવા આપવામાં આવે છે.
ખાસ દિવસે અખંડ હનુમાન ચાલીસા પાઠ અને રામ ચરિત્ર માનસ પાઠ કરવામાં આવે છે .
દર મહિના ના પહેલા મંગળવારે સવારે હવન રાખવામાં આવે છે જેમાં ભક્તો ભાગ લઈ શકે છે .
દર રવિવારે સુંદરકાંડ પાઠ, કીર્તન અને આર્તીનું આયોજન થાય છે, જે તમામ ભક્તો માટે ખુલ્લું છે.
આ ઉપરાંત દર બુધવાર અને રવિવારે મંદિર માં નિઃશુલ્ક રોગ ચકાસણી અને દવા નું વિતરણ , સાધુ સંતોમાટે રહેવાની વ્યવસ્થા અને રાહદારીઓ માટે ઠંડા પાણી ની પરબ ઉપલબ્ધ છે .
શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર આજે દિવસે દિવસે વધુ ખ્યાતનામ બનતું જાય છે. અહીં રોજ અનેક ભક્તો હનુમાનજી અને બાબા નીબ કરોરી મહારાજના આશીર્વાદ લેવા માટે મુલાકાત લે છે.
મંદિર ના ખાસ ભક્ત કિરિટભાઈ પટેલ મંદિરની સેવા નિઃસ્વાર્થભાવે કરે છે.
મંદિરની દરેક નાની મોટી જરૂરિયાતમાં તેઓ હંમેશાં આગળ રહે છે.તેમનો પ્રયત્ન અને સમર્પણ બધા માટે પ્રેરણારૂપ છે.
મંદિર માં નિયમિત આવતા ભક્ત ભરતભાઈ જોશી , રાહુલ બારોટ , નિરવભાઈ પટેલ અને ઋષભભાઈ શાહ નો સમાવેશ થાય છે જે ભક્તિ, શ્રદ્ધા અને શાંતિનું પ્રતીક એવા આ પવિત્ર સ્થળે નિયમિત સેવા આપે છે .
જય શ્રી રામ
શ્રી સંકટમોચન મહાવીર હનુમાન નીબ કરોરી બાબા મંદિર
રાંચરડા , અમદાવાદ
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #ahmedaba #ShriSankatmochanMahavirHanumanNeemKaroliBabaTempleRanchardaAhmedabad #ShriSankatmochanMahavirHanuman #NeemKaroliBabaTemple #Rancharda #Ahmedabad #125thPrakatotsavofBabaNeemKaroliMaharaj #BabaNeemKaroliMaharaj



