આ વિસ્તરણ સાથે કંપનીનો ઉદ્દેશ્ય, પુરવઠા કાર્યક્ષમતા વધારવા, ઉત્તર અને પશ્ચિમી બજારોમાં વધતી માંગને પહોંચી વળવા અને વિતરકોને સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવાનો છે.
પથિક લીંબાચિયા, અમદાવાદ:
18 નવેમ્બર 2025:
ભારતમાં સંગઠિત પરંપરાગત નાસ્તા ક્ષેત્રે અગ્રણી, ગોપાલ સ્નેક્સ લિમિટેડ કંપનીએ ઉત્તર ગુજરાતના મોડાસા ખાતે આવેલી તેની ઉત્પાદન સુવિધામાં નમકીનનું ઉત્પાદન શરૂ કર્યું છે. અગાઉથી આ પ્લાન્ટમાં બટાકાની વેફર્સ અને ફ્રાયમનું ઉત્પાદન થતું હતું તેમજ હવે અહીં વિસ્તરણ સાથે નમકીનનું ઉત્પાદન પણ શરૂ કરવામાં આવ્યું છે, જે કંપનીના રાજકોટ તથા નાગપુર પ્લાન્ટની સાથે હાલની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે અને સાથે-સાથે કંપનીના સમગ્ર પ્રોડક્શન નેટવર્કને મજબૂત બનાવે છે.

આ વિસ્તરણ, ગોપાલ સ્નેક્સની સમગ્ર ભારતમાં તેની ઉપસ્થિતને મજબૂત કરવા અને તેના ઉત્પાદન એકમો વચ્ચે પરિચાલન કામગીરી અને તાલમેલ સુધારવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. મોડાસા યુનિટમાં નમકીનનું ઉત્પાદન શરૂ કરવા સાથે કંપનીનો ઉદ્દેશ્ય, પુરવઠા કાર્યક્ષમતા વધારવા, ઉત્તર અને પશ્ચિમી બજારોમાં વધતી માંગને પહોંચી વળવા અને વિતરકોને સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવાનો છે.
ગોપાલ સ્નેક્સના પૂર્ણ-સમયના ડિરેક્ટર અને સીઈઓ રાજ હડવાણીએ જણાવ્યું હતું કે, “નમકીન ઉત્પાદનની શરૂઆત સાથે મોડાસા પ્લાન્ટનું વિસ્તરણ, એ સપ્લાય ચેઇન કાર્યક્ષમતા સુધારવા અને સમગ્ર ભારતમાં અમારા ઉત્પાદનોની વધતી માંગને પહોંચી વળવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. રાજકોટ અને મોડાસા બંને જગ્યાએ અમારા મોટા ભાગના નમકીનનું ઉત્પાદન કરીને, અમે અમારા વિતરકોને
ઝડપથી સેવા આપી શકીશું. આ ઉપરાંત, નવા બજારોમાં અમારી હાજરી મજબૂત કરીને અને અમારા ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાવાળા, વિશ્વસનીય ઉત્પાદનો પ્રદાન કરવાનું જારી રાખવા માટે વધુ સક્ષમ બનીશું.”
કૃષિની દ્રષ્ટિએ સમૃદ્ધ પ્રદેશ મોડાસામાં સ્થિત આ પ્લાન્ટને બટાકા, મગફળી અને કાળા ચણા જેવા મુખ્ય કાચા માલની ઝડપી સપ્લાયનો લાભ મળે છે, જે સીધા જ સ્થાનિક ખેડૂતો પાસેથી મેળવવામાં આવે છે. કંપનીએ વર્ષભર દરમિયાન, કાચા માલની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને નિરંતર ઉત્પાદન જાળવી રાખવા માટે મોડાસામાં લગભગ 40,000 મેટ્રિક ટન કોલ્ડ સ્ટોરેજ સુવિધા પણ સ્થાપિત કરી છે.
આ વિસ્તરણ બાદ, મોડાસામાં કુલ ઉત્પાદન ક્ષમતા આશરે 200 મેટ્રિક ટન પ્રતિ દિવસ થઈ ગઈ છે. આ સુવિધામાં પરિચાલન કામગીરીમાં કાર્યક્ષમતા અને ઉત્પાદન સુસંગતતા સુનિશ્ચિત કરવા માટે, ગોપાલ સ્નેક્સની ઇન-હાઉસ એન્જિનિયરિંગ ટીમો દ્વારા સંચાલિત ચાલુ માળખાગત સુધારાઓ, પ્રક્રિયા સુધારણાઓ અને ઓટોમેશન પહેલનો સમાવેશ થાય છે.
આ વિસ્તરણ, ગોપાલ સ્નેક્સની લાંબાગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાને સમર્થન આપે છે. તેનાથી ઝડપી બજાર પહોંચ, નિરંતર ઉત્પાદન ઉપલબ્ધતા તથા ઉત્તર અને પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશમાં વિતરકોને ઝડપી પુરવઠો ઉપલબ્ધ થઈ શકશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #ahmedaba #rajkot #modasa #GopalSnacks #gopalnamkeen #namkeenproductionatModasa #GopalSnacksbeginsnamkeenproductionatModasa #Rajkot&Nagpurplant



