પથિક લીંબાચિયા, અમદાવાદ:
15 નવેમ્બર 2025:
અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલને સતત સાતમી વખત શ્રેષ્ઠ હૉસ્પિટલનો એવોર્ડ મળ્યો. અમદાવાદની ઝાયડસને સતત સાતમી વખત અમદાવાદની સર્વશ્રેષ્ઠ હૉસ્પિટલનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ‘ધ વીક’નામાધ્યમથી અને હંસા રિસર્ચ દ્વારા કરવામાં આવેલ આ સર્વેક્ષણ દ્વારા, છેલ્લા 7 વર્ષથી બેસ્ટ હૉસ્પિટલનો એવોર્ડ મેળવનારઝાયડસ ગુજરાતની નંબર 1 હૉસ્પિટલ બની રહી છે.

શ્રેષ્ઠ હૉસ્પિટલ પુરસ્કાર સમારોહમાં ઝાયડસ હૉસ્પિટલને મળેલ આ સિદ્ધિ પાછળ અહીંના કુશળ તજજ્ઞોનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. પશ્ચિમ ભારતમાં તબીબી સેવાઓના સૌથી વ્યાપક પોર્ટફોલિયોમાંના એક સાથે, ઝાયડસે રોબોટિક સર્જરી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સાયન્સ, કાર્ડિયોલૉજી, ન્યુરોલૉજી, નેફ્રોલૉજી, પલ્મોનોલૉજી અને ઓન્કોલૉજીમાં મહત્વનાં
પરિણામો દર્શાવ્યા છે. આ હૉસ્પિટલ, આ પ્રદેશમાં લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ્સનું મોટું કેન્દ્ર છે તેમજ બોન મેરો અને જટિલ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીમાં પણ અનેક સફળતાઓ પ્રાપ્ત કરી છે.
MP બાંસુરી સ્વરાજના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો. કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ, પ્રખ્યાત લેખક ચેતન ભગત અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિતમાં યોજાયેલ “ધ વીક હેલ્થ સમિટ” માં ઝાયડસ હૉસ્પિટલને “બેસ્ટ હૉસ્પિટલ એવોર્ડ્સ 2025”ના સમ્માનથી નવાજવામાં આવી. આ સમિટમાં, ભારતમાં આરોગ્યસંભાળના ભવિષ્ય પર ચર્ચા કરવા માટે નીતિ નિર્માતાઓ, અગ્રણી મેડિકલ નિષ્ણાતો, હૉસ્પિટલ વહીવટકર્તાઓ અને
ઉદ્યોગ નિષ્ણાતોએ હાજરી આપી હતી.
અસંખ્ય દર્દીઓએ મુકેલા વિશ્વાસના પરિણામે ઝાયડસ હૉસ્પિટલે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હંસા રિસર્ચ અને ‘ધ વીક’ના તરફથી મળેલ આ સન્માન, આરોગ્યસંભાળના ક્ષેત્રમાં અગ્રણી તરીકે ઝાયડસને વધુ આગળ વધવા માટે પ્રેરિત કરે છે, જે તેની ઉચ્ચ સ્તરની તબીબી સંભાળ દર્દીઓ સુધી પહોંચાડવા માટેની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #ZydusclinchestheBestHospitalAward #ZydusHospital #7thconsecutiveyearAward #ahmedaba



