પથિક લીંબાચિયા, અમદાવાદ:
06 નવેમ્બર 2025:
વિયેતજેટ દ્વારા 2025 (2025નું ત્રીજું ત્રિમાસિક)ના ત્રીજા ત્રિમાસિક માટે મજબૂત વેપાર પરિણામો નોંધાવ્યાં છે, જેમાં સ્થિર વૃદ્ધિની ગતિ જાળવી રાખીને તેના વાર્ષિક નિયોજનના 97 ટકા હાંસલ કર્યું છે. આ કામગીરી ભારત- વિયેતનામ બજારમાં વિયેતજેટના વ્યાપક વિસ્તરણની સફળતા પ્રદર્શિત કરી છે, જ્યાં 2025થી રજૂ કરાયેલા નવા રુટ્સે નોંધપાત્ર રીતે પ્રવાસી વોલ્યુમ અને મહેસૂલમાં વધારો કરીને ભારત અને સાઉથઈસ્ટ એશિયા વચ્ચે કનેક્ટિવિટી મજબૂત બનાવી છે.

મહેસૂલ અને નફામાં આકર્ષક વૃદ્ધિ 2025ના ત્રીજા ત્રિમાસિકમાં વિયેતજેટની હવાઈ પરિવહન મહેસૂલ VND 393 અબજ (આશરે US$14.9 મિલિયન)ના વેરા પૂર્વેના નફા સાથે VND 16.728 ટ્રિલિયને (આશરે US$ 636 મિલિયન) પહોંચી છે.

વર્ષના પ્રથમ નવ મહિના માટે એરલાઈને VND 52.329 ટ્રિલિયન (આશરે US$ 1.98 અબજ)ની હવાઈ પરિવહન મહેસૂલ અને VND 1.987 ટ્રિલિયન (આશરે US$ 75.5 મિલિયન)નો વેરા પૂર્વેનો નફો હાંસલ કર્યો છે, જે 28 ટકા વર્ષ દર વર્ષ વધ્યો છે.
નવ મહિનાની એકત્રિત મહેસૂલ VND52.769 ટ્રિલિયને (આશરે US$2 અબજ) પહોંચી છે, જ્યારે નફો VND 2.051 ટ્રિલિયન (આશરે US$77.9 મિલિયન) સાથે 17 ટકાથી વર્ષ દર વર્ષ વધ્યો છે.
VND6.893 ટ્રિલિયન (આશરે US$261.8 મિલિયન)ની સંલગ્નિત મહેસૂલ કુલ હવાઈ મહેસૂલના 41 ટકા રહી છે અને 19 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ પ્રદર્શિત કરે છે.
ઉચ્ચ કાર્યક્ષમતા સાથે વિસ્તારિત ઈન્ટરનેશનલ નેટવર્ક 30 સપ્ટેમ્બર, 2025ના રોજ વિયેતજેટે 219 રુટ્સ (169 ઈન્ટરનેશનલ અને 50 ડોમેસ્ટિક) પર સંચાલન કરીને 98 એરક્રાફ્ટના કાફલા સાથે 21.5 મિલિયન પ્રવાસીઓનું પરિવહન કર્યું. લોડ ફેક્ટર 86 ટકા રહ્યું, જ્યારે ટેક્નિકલ વિશ્વસનીયતા 99.72 ટકા રહી છે, જેણે વિયેતજેટને પ્રદેશમાં સર્વોચ્ચ સ્થાન પર મૂકી દીધી છે.
ભારત- વિયેતનામ હવાઈ જોડાણ મજબૂત બનાવાયું તે વિયેતજેટની વૃદ્ધિની વ્યૂહરચનાનો પાયો છે, જે સૌથી મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય બજારમાંથી એક પ્રત્યે એરલાઈન્સની કટિબદ્ધતા અધોરેખિત કરે છે. એરલાઈને 2025માં બે દેશ વચ્ચે બે નવા રુટ રજૂ કર્યા છે, જે હવે સીધા દિલ્હી, મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, કોચી અને બેન્ગલુરુને મુખ્ય વિયેતનામી શહેરો હનોઈ, દા નાંગ અને હો ચી મિન્હ સિટી સાથે જોડે છે. આ વિસ્તારિત નેટવર્ક વિયેતજેટની વ્યાપક પહોંચ અને કિફાયતી ફીનો લાભ લેતાં ભારતમાંથી એશિયા- પેસિફિકમાં ઘણાં બધાં ડેસ્ટિનેશન્સને આસાન પહોંચ ઉજાગર કરે છે.
20 ટકા ડિવિડંડ મજબૂત નાણાકીય પાયો પ્રદર્શિત કરે છે
વિયેતજેટના બોર્ડ ઓફ ડાયરેક્ટરોએ 20 ટકા સ્ટોક ડિવિડંડ પ્લાન મંજૂર કર્યો છે, જેમાં એરલાઈન 118.3 મિલિયનથી વધુ શેરો જારી કરશે, જેનું કુલ નોમિનલ વેલ્યુ VND1.183 ટ્રિલિયન (આશરે S$44.93 મિલિયન છે).
આ નિર્ણય આકર્ષક વેપાર પરિણામો અને મજબૂત નાણાકીય સ્થિતિ પર આધારિત હોઈ શેરહોલ્ડરો માટે લાંબા ગાળાના લાભોની ખાતરી રાખે છે.
સક્ષમ વૃદ્ધિ માટે રોકાણ
વિયેતજેટ સક્ષમ એવિયેશન ફ્યુઅલ (એસએએફ) અપનાવીને અને વિયેતજેટ એવિયેશન એકેડેમી ખાતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત કાર્યબળ તાલીમ વિસ્તારીને લોંગ થાન્હ એરપોર્ટમાં નવા એરક્રાફ્ટ મેઈનટેનન્સ સેન્ટરમાં રોકાણ કરી રહી છે.
એરલાઈનને એરલાઈનરેટિંગ્સ પાસેથી 2025 સસ્ટેનેબિલિટી એવોર્ડ મળ્યો છે, એશિયાનાં બેસ્ટ વર્કપ્લેસીસમાંથી એક બની છે અને વિયેતનામમાં ફોર્બસ ટોપ 50 બેસ્ટ પબ્લિક કંપનીઝમાં સ્થાન પામી છે, જે ઉડ્ડયન ક્ષેત્રમાં તેના આંતરરરાષ્ટ્રીય દરજ્જાને સમર્થન આપે છે.
તરફેણકારી બજારના પ્રવાહો, ઓછી ઈંધણ કિંમતો અને મજબૂત ટેકનોલોજિકલ અને નાણાકીય પાયાના ટેકા સાથે વિયેતજેટ 2026માં પણ એકધારી મજબૂત વૃદ્ધિ ધારે છે. તે ભારત અને વિયેતનામ વચ્ચે રુટ્સ પર પ્રવાસીઓને ઉત્તમ કનેક્ટિવિટી અને વધુ સ્પર્ધાત્મક ભાડાં પ્રદાન કરવા કટિબદ્ધ છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #ahmedaba #india-vietnaminnovationalliance #startupflight #innovativeminds #entrepreneurialecosystems #vietnam’snationalstartupsupportcenter #youngentrepreneurs #artificialIntelligence #ai #vietjet’sextensiveflightnetwork #startupflightVietjet #vietnam #vietjetair #gujarat #DoubleDay9/9FlashSale #VietnamAvailUnbeatableFares #EcoTicketsAtUnbeatableDiscountsOf99% #PromoCodeSUPERSALE99 #SUPERSALE99 #SpringFestival #StreetColorfulLights #Mooncakes #FamilyReunions #ViejetAirMobileBooking #vietnam #vietjetair #hanoisaigon #HoChiMinhCity #hochiminhcity #DaNang #danang #goldenbridge #NuiChuaMountain #gandhinagar #bharatmirror #bharatmirror21 #news #vietnam #danang #Indiancuisine #vietjet #newdelhi #mumbai #kochi #hanoihochi #minh #danang #tourism #vietnam #danang #Indiancuisine #vietjet #newdelhi #mumbai #kochi #hanoihochi #minh #vietnamreunificationdaycelebration #danang #banarascentral #banaras #vietjetair #li-river-bambooboattour #LiRiverbambooraftcruise #nine-horsefrescohillfromxingping #Nine-HorseFrescoHillfromyangdi #tourism #vietnam #vietjetair #hanoisaigon #HoChiMinhCity #hochiminhcity #DaNang #danang #goldenbridge #NuiChuaMountain #nuichuamountain #BaNaHills #banahills #dragonbridge #undulating #goldendragon #hanriver #chammuseumofsculptureshouse #trakiu #dongduong #thapmaam #coconutvillage #hoiancoconutvillage #basketboat #hoiriver #interlacedwaterwaysystem #speciallaunches #holifestive #sale #vietjetair #Vietjet further strengthens ties with India in Southeast Asia, achieving 97% target in 2025 #ahmedabad



