ધ ગેલેરી, અમદાવાદીની ગુફા, ગુજરાત યુનિવર્સિટી રોડ, અમદાવાદ ૩૮૦૦૦૯
પથિક લીંબાચિયા, અમદાવાદ:
04 નવેમ્બર 2025:
ભારતીય પોટ્રેટ કલાના લાંબા અને ગતિશીલ પ્રવાસને રજૂ કરતું એક મહત્ત્વનું પ્રદર્શન, “ધી ઇન્ડિયન પોટ્રેટ- ૧૫ : વેરીએશન્સ ઇન એક્સપ્રેશન: મોડર્ન એન્ડ કન્ટેમ્પરરી આર્ટિસ્ટ્સ”, આર્ટ પ્રેમીઓ માટે ખુલ્લું મુકવામાં આવી રહ્યું છે.

અનિલ રેલિયા ના સંગ્રહમાંથી પસંદ કરાયેલી આ કૃતિઓનું પ્રદર્શન ૪ નવેમ્બર, ૨૦૨૫, મંગળવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે શરૂ થશે. પ્રદર્શનના ક્યુરેટર અનિલ રેલિયા સાંજે ૫:૪૫ કલાકે સંગ્રહ વિશે સંક્ષિપ્તમાં વાત કરશે.
આ પ્રદર્શનમાં ૬૬ જેટલા કલાકારોની કૃતિઓનો સમાવેશ થાય છે, જે પોટ્રેટની પરંપરામાં આવેલા આમૂલ પરિવર્તનને દર્શાવે છે – માત્ર ચહેરાની સમાનતાથી આગળ વધીને મનોવૈજ્ઞાનિક, સાંકેતિક અને અમૂર્ત અભિવ્યક્તિઓ સુધીનો આ પ્રવાસ છે.
CS પ્રારંભિક અને ક્લાસિકલ પ્રભાવ
પોટ્રેટ કલાનો ઇતિહાસ મુઘલ અને રાજપૂત દરબારોમાં લઘુચિત્ર (મિનિયેયર) પરંપરાથી શરૂ થાય છે. ૧૮ ને ૧૯મી સદીમાં થીન અને યુરોપમાંથી પ્રવાસ કરીને આવેલા પરદેશી કલાકારો ભારતીય કલાકારો સાથે ભળ્યા, જેઓ નવા દ્રષ્ટિકોણ અને વાસ્તવવાદની નવી તકનીકો લાવ્યા. આ પ્રભાવને કારણે સ્થાનિક અજાણ્યા અથવા ઓછા જાણીતા કલાકારો દ્વારા કેનવાસ પર ચિત્રકામ શરૂ થયું, જેણે સમાજ પટ છાપ છોડી અને નવીજ આધુનિક ચિત્રશૈલી ઉદભવી. યુરોપિયન શૈલી અને ટેકનિકના આગમન સાથે, રાજા રવિ વર્માએ ઓઇલ પેઇન્ટિંગ અને ભારતીય વિષયોનું સંમિશ્રણ કરીને પોટ્રેટને લોકપ્રિય બનાવ્યું. તેમના વ્યાપક ક્રોમોલિથોગ્રાફ્સ આ પોટ્રેટને મધ્યમ વર્ગ સુધી પહોંચાડીને એક પ્રારંભિક રાષ્ટ્રીય વિઝયુઅલ ઓળખ સ્થાપિત કરી.
આધુનિકતા તરફની કૂચ અને સમકાલીન અવાજો
બોમ્બેની આર્ટ સ્કૂલના કલાકારો, જેમ કે એમ.વી. ધુરંધર અને બીજા અનેક કલાકારો દ્વારા શૈક્ષણિક વાસ્તવવાદ (academic realism) વિકસાવવામાં આવ્યો. આ પછી, અવનીન્દ્રનાથ ટાગોર અને અમૃતા શેર-ગિલ એ પોસ્ટ-ઇમ્પ્રેશનિઝમનો પ્રભાવ ભારતીય વિષયો સાથે જોડીને આધુનિક ભારતીય કલાના જન્મની શરૂઆત કરી. જામિની રોયે લોક અને આદિવાસી સ્વરૂપોમાંથી પ્રેરણા લઈને પોટ્રેટને રાષ્ટ્રવાદી અને આધ્યાત્મિક ઓળખ આપી.
મધ્ય-વીસમી સદીમાં, પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ્સ ગ્રૂપ ના કલાકારો – જેમ કે એફ.એન. સૂઝા અને એમ.એફ. હુસૈન, વગેરે – એ પોટ્રેટમાં માનવીય વિસંગતતા અને સામાજિક અભિવ્યક્તિ ને મજબૂત અને લયયુક્ત સ્ટ્રોક્સ દ્વારા રજૂ કરીને ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા. 1960ના દાયકા પછી ભૂપેન ખખ્ખર અને અમિત અંબલાલ જેવા કલાકારોએ પોટ્રેટમાં આત્મીયતા, રમૂજ અને સામાજિક ટીકાનો સમાવેશ કર્યો. આજના સમકાલીન કલાકારો, જેમ કે અતુલ ડોડિયા, અંજૂ દોદિયા, અને રેખા રોડવિટ્ટિયા, પોટ્રેટને સન્માન, સંઘર્ષ અને આત્મ-અભિવ્યક્તિના એક રંગમંથ તરીકે જુએ છે.
આ પ્રદર્શન ભારતીય પોટ્રેટ કલાના અતુલ્ય ઉત્ક્રાંતિને પ્રસ્તુત કરે છે, જ્યાં કલાકારના આંતરિક વિશ્વથી લઇને સમાજ પ્રત્યેના પ્રતિભાવ સુધીની અભિવ્યક્તિ જોવા મળે છે. પ્રદર્શન ૯ નવેમ્બર, ૨૦૨૫, રવિવાર સુધી દરરોજ સાંજે ૪:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન નિહાળી શકાશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #AhmedabadniGufa #AmazingExhibitionofIndianPortraits #TheIndianPortrait-15 #VariationsinExpression #ModernandContemporary #~Artists #ArtLovers #MiniaturesinRajputCourts #Miniatures #Art #ArtistsofBombayArtSchool #ahmedaba



