પથિક લીંબાચિયા, અમદાવાદ:
03 નવેમ્બર 2025:
ગુજરાતી સિનેમામાં નવી તાજગી લાવતી ફિલ્મ ‘મિસરી’, દિગ્દર્શક કુશલ એમ. નાયક દ્વારા દિગ્દર્શિત એક રોમેન્ટિક કોમેડી છે, જેમાં જીવનની નાની-નાની લાગણીઓને હાસ્ય અને હૃદયસ્પર્શી પળો સાથે રજૂ કરવામાં આવી છે.

ફિલ્મની કહાની એક ફ્રી-સ્પિરિટેડ ફોટોગ્રાફર અને એક પોટરી ઇન્સ્ટ્રક્ટરની છે, જેઓની અચાનક થયેલી મુલાકાત એક ટૂંકી રોમાન્સથી શરૂ થઈને સાચા પ્રેમમાં ફેરવાય છે. પરંતુ જ્યારે કિસ્મત તેમની કસોટી લે છે, ત્યારે પ્રેમનું સાચું અર્થ જાણવા મળે છે.

માનસી પારેખ અને રોનક કામદારની જોડીએ ફિલ્મને જીવંત બનાવી દીધી છે. બંનેની વચ્ચેની નૅચરલ કેમિસ્ટ્રી, હાસ્ય અને ભાવુક પળો વચ્ચેનું સંતુલન, પ્રેક્ષકોને શરૂઆતથી અંત સુધી જોડાયેલ રાખે છે. સહ કલાકારોમાં ટીકૂ તલસાણિયા, પ્રેમ ગઢવી, હિતુ કનોડિયા, અને કૌસંભી ભટ્ટની હાજરી ફિલ્મને વધુ મજબૂત બનાવે છે.

કુશલ એમ. નાયકની દિગ્દર્શન શૈલી સરળ છતાં અસરકારક છે. તેમણે પ્રેમને સામાન્ય જીવનની દૃષ્ટિએ રજૂ કર્યો છે – ક્યાંક હળવા હાસ્યમાં, ક્યાંક હૃદયસ્પર્શી લાગણીઓમાં.
ફિલ્મનું સંગીત અને સિનેમેટોગ્રાફી તેની તાકાત છે – દરેક ફ્રેમમાં એક મીઠાશ છે, જે ફિલ્મના શીર્ષક “મિસરી”ને ન્યાય આપે છે.
વ્રજ ફિલ્મ્સ દ્વારા રજૂ, મિસરીનું નિર્માણ Jugaad Media Production દ્વારા, ઝીલ પ્રોડક્શન અને માસૂમ ફિલ્મના સહયોગ સાથે કરવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્માણ કૃપા સોની અને સંજય સોની દ્વારા થયું છે. સહ-નિર્માતા છે ધ્રુવિન શાહ, મીત કારિયા, અને જય કારિયા છે.
આ ફિલ્મ રિલીઝ તારીખ: ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ થયેલ છે અને રોમેન્ટિક કોમેડી ફિલ્મ કહી શકાય. મિસરી’ એક ફિલ-ગુડ લવ સ્ટોરી છે, જે પ્રેમની મીઠી સફર અને જીવનની કડવી હકીકતો વચ્ચેનું સંતુલન સુંદર રીતે બતાવે છે. હળવી હાસ્યભરી સ્ક્રિપ્ટ, ઉત્તમ અભિનય અને હૃદયને સ્પર્શી લાગણીઓ સાથે આ ફિલ્મ પ્રેક્ષકોને એક તાજગીભર્યો અનુભવ આપે છે.
રેટિંગ: (4/5)
જો તમે પ્રેમ, લાગણીઓ અને હાસ્યથી ભરપૂર ફિલ્મ જોવા માંગતા હોવ, તો મિસરી ચોક્કસ જોવાલાયક છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #ahmedaba#Misery #Heartwarming #Romantic #Comedy #Gujarati #Lovestory #Cinema #Photographer #PotteryInstructor #GujaratiFilmMisery #GujaratiFilmMISRI #DirectorKaushalNaik #Actor #RaunakKamdar #TikkuTalsania #Actress #ManasiParekh #ProducerSanjaySoni #KrupaSoni #Jugaad MediaProduction



