- ઘાયલ દામિની અંદાજ અપના અપના જેવી હિટ ફિલ્મોના જાણીતા ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષીને હાઇકોર્ટમાંથી બહુ મોટી રાહત
- જામનગર સેશન્સ કોર્ટ દ્વારા ફટકારાયેલી બે વર્ષની સજાના હુકમને પડકારતી રિવિઝન અરજી અને રાજકુમાર સંતોષીના શરતી જામીન મંજૂર
અમદાવાદ: 31 ઓક્ટોબર 2025:
રૃ.૧.૧૦ કરોડના ચેક રિટર્નના ચકચારભર્યા કેસમાં બે વર્ષની સજા અને ચેકની રકમ જેટલા બમણો દંડ ભરવા અંગેના જામનગરગ સેશન્સ કોર્ટના હુકમ સામે ઘાયલ, દામિની, અંદાજ અપના અપના જેવી હીટ ફિલ્મોના જાણીતા ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષીએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી રિવીઝન અરજી આજે જસ્ટિસ હસમુખ ડી.સુથારે ગ્રાહ્ય રાખી હતી. રાજકુમાર સંતોષી તરફથી કુલ રૃ.૮૮ લાખ જમા કરાવવાની હૈયાધારણ આપવામાં આવતાં તેને પગલે હાઇકોર્ટે સંતોષીને ફટરાયેલી બે વર્ષની સજાનો હુકમ મોકૂફ રાખ્યો હતો અને તેમને શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી જાન્યુઆરી-૨૦૨૬માં રાખી હતી.

ચકચારભર્યા કેસની વિગતો મુજબ, જાણીતા ઉદ્યોગપતિ અને શીપીંગ દિગ્ગજ અશોક લાલએ ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષીને ફિલ્મના પ્રોજેકટ માટે એક કરોડથી વધુની લોન આપી હતી, જે દેવાની પતાવટ પેટે રાજકુમાર સંતોષી તરફથી દસ દસ લાખની રકમના દસ લાખ ચેક જારી કરવામાં આવ્યા હતા. જે વટાવવાનો ફરિયાદી અશોક લાલએ પ્રયાસ કરતાં તે ડ્રોઅરની સહી અલગ હોવાના કારણે રિટર્ન થયા હતા. તેમણે રાજુકમાર સંતોષી પાસેથી પોતાની રકમ મેળવવાના વારંવારના પ્રયાસો છતાં કોઇ પરિણામ નહી આવતાં છેવટે તેમણે જામનગર કોર્ટમાં ધી નેગેોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળની ફરિયાદ દાખલ કરી હતી.

આ કેસમાં ટ્રાયલ કોર્ટે રાજુકમાર સંતોષીને દોષિત ઠરાવી બે વર્ષની સજા અને ચેકની રકમ જેટલી બમણી રકમનો દંડ એટલે કે, રૃ.૨.૨૦ કરોડનો દંડ કર્યો હતો. જે હુકમ સામે રાજકુમાર સંતોષીએ જામનગર સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જો કે, સેશન્સ કોર્ટે પણ સજાનો હુકમ યથાવત રાખ્યો હતો. આ હુકમ સામે રાજકુમાર સંતોષી દ્વારા હાઇકોર્ટ સમક્ષ રિવીઝન અરજી દાખલ કરાઇ હતી.
રાજકુમાર સંતોષી તરફથી હાઇકોર્ટમાં એડવોકેટ ભદરીષ એસ. રાજુ અને એડવોકેટ નિમિત વાય શુક્લએ બહુ મહત્વની દલીલો કરી ટ્રાયલ કોર્ટ અને સેશન્સ કોર્ટના હુકમને ભૂલ ભરેલો, અયોગ્ય અને ગેરકાયદે ઠરાવવા રજૂઆત કરાઈ હતી.
વધુમાં કેસની સુનાવણી દરમ્યાન ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષી તરફથી પૈસા ભરવા એગની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં આજે પાંચ લાખ રૃપિયા જમા કરાવવામાં આવ્યા હતા. જયારે તા.બીજા રૃ.૮૩ લાખમાંથી રૃ.૪૧.૫૦ લાખ તા.૩૦-૧૧-૨૦૨૫ સુધીમાં અને બીજા રૃ.૪૧.૫૦ લાખ તા.૩૧-૧૨-૨૦૨૫ સુધીમાં જમા કરાવવા અંગેની બાંહેધરી આપવામાં આવી હતી. સુનાવણીના અંતે હાઇકોર્ટે આ બાંહેધરી પત્રક હાઇકોર્ટ રજિસ્ટ્રીમાં તા.૭-૧૧-૨૦૨૫ સુધીમાં રજૂ કરી દેવા નિર્દેશ કરી ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષીને રાહત આપી તેમની સજા મોકૂફ રાખી હતી અને શરતી જામીન મંજૂર કર્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #ChekariTurnerCase #FilmDirectorRajkumarSantoshi #SentenceCommutedbyHighCourt #JamnagarSessionsCourt #GujaratHighCourt #ahmedaba
 
         
                                                                                               


