- સરકારી એન્જીનીયરીંગ કોલેજો અને સરકારી ડિપ્લોમા પોલીટેકનીક એન્જીનીયરીંગ કોલેજોના એડહોક લેકચરર્સ અને પ્રોફેસર્સ દ્વારા કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં હાઇકોર્ટે સરકારના સત્તાવાળાઓની ઝાટકણી કાઢી
- ટેકનીકલ એજયુકેશનના કમિશનર બી.એચ.તલાટી વિરૂધ્ધ પણ કન્ટેમ્પ્ટ નોટિસ જારી, હાઇકોર્ટે હુકમમાં કસૂર દાખવનારા અધિકારીઓના નામો પણ માંગ્યા, તેઓની વિરૂધ્ધ ચાર્જ ફ્રેમ કરવાની ચીમકી
અમદાવાદ: 28 ઓક્ટોબર 2025:
રાજયની સરકારી એન્જીનીયરીંગ કોલેજો અને સરકારી પોલીટેકનીક એન્જીનીયરીંગ કોલેજોમાં એડહોક તેમ જ કરાર આધારિત લેકચરર્સ-આસીસ્ટન્ટ પ્રોફેસર્સને રેગ્યુલર્સ પે સ્કેલ અને સંબંધિત લાભો આઠ ટકા વ્યાજ સાથે ચૂકવવા ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો પરંતુ મળવાપાત્ર રકમ પરનું વ્યાજ નહી ચૂકવાતાં નારાજ લેકચરર્સ અને આસીસ્ટન્ટ પ્રોફેસર્સ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ એલ.એસ.પીરઝાદાની ખંડપીઠે રાજયના શિક્ષણ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી સુનયના તોમર અને ટેકનીકલ એજયુકેશનના કમિશનર બી.એચ.તલાટી વિરૃધ્ધ અદાલતી તિરસ્કાર અંગેની કન્ટેમ્પ્ટ નોટિસો જારી કરી હતી.

હાઇકોર્ટે સરકારના સત્તાવાળાઓના હુકમનું પાલન નહી કરવાના વલણની ગંભીર નોંધ લઇ આ પ્રકરણમાં જે કોઇ કસૂરવાર અધિકારીઓ હોય તેમના નામો પણ સરકાર પાસે માંગ્યા હતા.
હાઇકોર્ટે આ મામલે રાજય સરકારને આ કસૂરવાર અધિકારીઓના નામો સાથે વિગતવાર ખુલાસા સાથેનું સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, અદાલત હાઇકોર્ટના હુકમની અવહેલના કરનાર આવા કસૂરવાર અધિકારીઓ વિરૃધ્ધ ચાર્જ ફ્રેમ કરશે. હાઇકોર્ટે આ કન્ટેમ્પ્ટ પિટિશનની વધુ સુનાવણી આવતા મહિને રાખી હતી.
રાજયની સરકારી એન્જીનીયરીંગ કોલેજો અને સરકારી પોલીટેકનીક એન્જીનીયરીંગ કોલેજોમાં એડહોક તેમ જ કરાર આધારિત લેકચરર્સ-આસીસ્ટન્ટ પ્રોફેસર્સ તરફથી કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં એડવોકેટ શાર્વિલ પી. મજમુદારે અદાલતનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, અન્ય એડહોક લેકચર્સના સરખામણીએ પગાર ધોરણ, પગાર વધારા, વેકેશન, રજા તથા અન્ય લાભો ચૂકવવામાં અન્યાય થતાં અગાઉ તેઓએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. જેમાં સીંગલ જજે અરજદારોને રેગ્યુલર પે સ્કેલ સહિતના સંબંધિત લાભો ચૂકવી આપવા હુકમ કર્યો હતો. જેની સામે રાજય સરકાર દ્વારા લેટર્સ પેટન્ટ અપીલ દાખલ કરાઇ હતી, જો કે, હાઇકોર્ટે સરકારની અપીલ પણ ધરાર ફગાવી દીધી હતી. એટલું જ નહી, હાઇકોર્ટે અરજદારોને જે રકમ ચૂકવવાની થાય તે આઠ ટકા વ્યાજ સાથે ત્રણ મહિનામાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો. જો કે,સરકારના સત્તાવાળાઓ તરફથી આજદિન સુધી વ્યાજ ચૂકવવામાં આવ્યું ન હતું., જેને પગલે અરજદારોને ફરીથી હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે.
અરજદારપક્ષ તરફથી એડવોકેટ શાર્વિલ પી. મજમુદાર દ્વારા હાઇકોર્ટનું એ મુદ્દે પણ ધ્યાન દોરાયું કે, સરકાર આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ સુધી ગઇ હતી પરંતુ સુપ્રીમ કોર્ટે પણ સરકારની પિટિશન ફગાવી દીધી હતી અને અહીં કરેલી રિવ્યુ પિટિશન પણ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. આમ, તમામ તબક્કે સરકાર અને સત્તાવાળાઓ હારવા છતાં અરજદાર કર્મચારીઓને તેમના હક્કની અને વ્યાજની રકમ ચૂકવવામાં ગલ્લાં તલ્લાં કરી રહ્યા છે. હાઇકોર્ટનો હુકમ હોવાછતાં ચૂકવણી નહી કરીને સરકાર અને તેના સત્તાવાળાઓ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એકટ હેઠળ અદાલતી તિરસ્કારને પાત્ર બન્યા છે અને તેથી તેઓની વિરૃધ્ધ અદાલતી તિરસ્કારની કાર્યવાહી હાથ ધરાવી જોઇએ. અરજદારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખ્યા બાદ હાઇકોર્ટે સરકાર અને સત્તાવાળાઓના અદાલતના હુકમની અવગણના કરવાના વલણની ગંભીર આલોચના કરી હતી અને સરકારને સમગ્ર મામલે ખુલાસા સાથેનું સોગંદનામું રજૂ કરવા જણાવ્યું હતું. વધુમાં, હાઇકોર્ટે પ્રસ્તુત કેસમાં હુકમમાં કસૂર દાખવનારા અધિકારીઓના નામો પણ માંગ્યા હતા અને રાજયના શિક્ષણ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી સુનયના તોમર અને ટેકનીકલ એજયુકેશનના કમિશનર બી.એચ.તલાટી વિરૃધ્ધ કન્ટેમ્પ્ટ નોટિસ જારી કરી હતી. હાઇકોર્ટે આગામી સુનાવણી સુધીમાં અદાલતના હુકમના પાલન સંબંધી કાર્યવાહી કરવા પણ કડક નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી આવતા મહિને રાખી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #HighCourtOrder #ContemptNoticeAgainstAuthorities #GovernmentEngineeringColleges #ContemptPetition #GovernmentDiplomaPolytechnicEngineeringColleges #AdhocLecturers #Professors #CommissionerofTechnicalEducation #ahmedaba



