અમદાવાદ: 28 ઓક્ટોબર 2025:
ગિરનાર લીલી પરિક્રમાનું ધાર્મિક, શાસ્ત્રોક્ત અન પારંપરિક દ્રષ્ટિકોણથી પણ અનન્ય મહિમા છે, દર વર્ષે હજારો શ્રધ્ધાળુઓ ગિરનારની લીલી પરિક્રમા કરવા આવતા હોય છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાતી હોય છે., ગિરનાર પર્વત પર ૩૩ કોટિ દેવતાઓ-ભગવાનના સ્થાનક(બેસણાં)ની ધાર્મિક માન્યતા હોઇ લીલી પરિક્રમામનો બહુ મોટું મહાત્મ્ય છે. પાંચ દિવસની લીલી પરિક્રમા માટે ગુજરાત સહિત દેશ-વિદેશથી શ્રધ્ધાળુ ભકતો આવતા હોય છે. આ વખતે તા.૧લી નવેમ્બર,૨૦૨૫થી ગિરનારની લીલી પરિક્રમા શરૃ થશે, જે તા.૫મી નવેમ્બરે સમાપ્ત થશે. સ્થાનિક વહીવટીતંત્ર અને સત્તાધીશોએ આ વખતે હવામાનના પલટાને ધ્યાનમાં રાખી સુરક્ષા, સલામતી સહિતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગિરનારની લીલી પરિક્રમાને લઇ હજારો શ્રધ્ધાળુ ભકતોમાં પણ ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. ગિરનાર લીલી પરિક્રમા ગીર જંગલમાંથી પસાર થતાં રસ્તા પર પગે ચાલીને ગિરનાર પર્વતની પરિક્રમા કરવાની હોય છે. ગિરનારની લીલી પરિક્રમા માત્ર એક ધાર્મિક યાત્રા જ નથી પરંતુ કુદરના ખોળે રહેવાનો, આસ્થા અને સાહસનો અદભુત સમન્વય અને અનુભવ બની રહે છે., તેથી પણ લીલી પરિક્રમાનું આકર્ષણ વધતુ જાય છે. શ્રધ્ધાળુ ભકતો ગિરનાર લીલી પરિક્રમા માટે બે-ત્રણ દિવસ પહેલા જ આવી જતા હોય છે, તેને લઇને ઘણીવાર તો ભારે ભીડ અને ભકતોના ધસારાના કારણે પરિક્રમા એક-બે દિવસ પહેલાં શરૃ કરી દેવાતી હોય છે.
નોંધનીય છે કે, ગિરનાર લીલી પરિક્રમાનું અંતર ૩૬ કિલોમીટરનું હોય છે, જેમાં શ્રદ્ધાળુઓ ચાલીને પગપાળા ગિરનાર પર્વતની ફરતે જંગલમાંથી પસાર થઇને કરતા હોય છે.

સ્થાનિક સત્તાધીશો, વહીવટીતંત્ર ઉપરાંત, સેવાભાવી અને સ્વૈચ્છિક સંસ્થાઓ તેમ જ સેવાભાવી સમાજ અને વ્યકિતઓ-ગુ્રપો દ્વારા પણ લીલી પરિક્રમા કરવા આવતાં શ્રધ્ધાળુ ભકતો માટે અહીં રહેવા, જમવા સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ બનાવાતી હોય છે. ગિરનારની લીલી પરિક્રમામાં ગુજરાત સહિત દેશભરમાંથી અનેક સાધુ-સંતો અને મહાત્માઓ પણ આવતા હોય છે, રાત્રિના સમયે સત્સંગ, ભજન સહિતના કાર્યક્રમો પણ જામતા હોય છે, જેનો શ્રદ્ધાળુઓ મન ભરીને લાભ લેતા હોય છે. શ્રધ્ધાળુ ભકતોને લીલી પરિક્રમા દરમ્યાન કેટલાય મહાન અને તપસ્વી સાધુ-સંતોના દર્શન અને આશીર્વાદનો લ્હાવો પણ મળતો હોય છે.

ધાર્મિક અને શાસ્ત્રોકત પરંપરા મુજબ, ગિરનાર પર્વતની તળેટીમાં સ્થિત દામોદર કુંડમાં સ્નાન કરી ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત દામોદરજીના દર્શન કરીને લીલી પરિક્રમાની વિધિવત્ શરૃઆત થતી હોય છે. ૩૬ કિલોમીટરના જંગલ, પર્વત અને તટીય વિસ્તારમાં ઘણા પ્રસિધ્ધ મંદિરો, સંતોના આશ્રમ અને સ્થાનકો આવતા હોય છે, જયાં ભકતો શીશ ઝુકાવી નમન કરી આશીર્વાદ મેળવી પોતાના યાત્રા આગળ ધપાવતા હોય છે. ખુદ શ્રીકૃષ્ણ ભગવાને બલરામજી સાથે શ્રાપમાંથી મુકિત માટે સૌપ્રથમ લીલી પરિક્રમા કરી હતી
ગિરનાર પર્વત હિન્દુ અને જૈન લોકો માટે પવિત્ર તીર્થધામ છે. ગિરનાર પર્વત પર ભગવાન દત્તાત્રેય, અંબાજી માતા સહિત ઘણા પ્રાચીન મંદિરો ઉપરાંત જૈન તીર્થંકરોના દેરાસર પણ આવેલા છે. ગિરનાર લીલી પરિક્રમા હજારો વર્ષોથી કરવામાં આવે છે. એક માન્યતા અનુસાર, દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાને બળદેવજી સાથે શ્રાપમાંથી મુક્તિ મેળવવા સૌથી પ્રથમવાર ગિરનાર પર્વતની પરિક્રમા હતી. કહેવાય છે કે, ગિરનાર પર્વત પર ૩૩ કોટિ દેવતાનો વાસ છે અને ૮૪ ચોર્યાશી સિદ્ધોનું નિવાસ સ્થાન છે. ગિરનારને હિમાલય પર્વતનો દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગિરનારની લીલી પરિક્રમા કરવાથી અનન્ય પુણ્યની પ્રાપ્તિનો બહુ મોટો મહિમા છે.
શું છે ગિરનાર પર્વતનું ધાર્મિક અને પૌરાણિક મહત્ત્વ…??
ગિરનાર પર્વતનો ધામક ગ્રંથો અને પુરાણોમાં વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. ૩૩૮૩ ફુટ ઉંચા ગિરનાર પર્વત પર હિન્દુ દેવી દેવતા અને જૈન તીર્થંકરોના ઘણા મદિરો આવેલા છે. ગિરનારનો સૌથી ઉંચો પર્વત ગુરુ શિખર છે જ્યાં ભગવાન દત્તાત્રેયના ચરણ પાદુકાના દર્શન થાય છે. ૧૦,૦૦૦ પગથિયા ચઢીને ભક્તો ગુરુ શિખર પર પહોંચે છે. બહુ ઓછા શ્રધ્ધાળુઓ જ આ તીર્થસ્થાનના દર્શન કરી શકતા હોય છે, કારણ કે, આ યાત્રા થોડી કઠિન અને અઘરી પણ છે. આજે પણ સનાતન ધર્મમાં ગિરનાર પર્વત અને લીલી પરિક્રમાનું ધાર્મિક અને શાસ્ત્રોક્ત મહાત્મ્ય એટલી જ પવિત્રતા સાથે જળવાયેલું છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #GirnarniLiliparikrama #Girnar #Liliparikrama #Girjungal #Sasangir #Junagarh #Sadh_Saints #Nagabawa #GirnarMountainNiParikrama #33KrotiDevatao #ahmedaba



