“અંગ પ્રત્યારોપણ, એ દર્દી માટે આરોગ્ય અને ખુશી પરત લાવી શકે છે અને અનેક દર્દીઓ માટે આશાની કિરણ બની શકે છે”: ડૉ. મહેન્દ્ર મુલાણી
પથિક લીંબાચિયા, અમદાવાદ:
27 ઓક્ટોબર 2025:
શેલ્બી હોસ્પિટલ નરોડાએ તેનું પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે અને આ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હોસ્પિટલની આ ઉપલબ્ધિ, તેની વિશિષ્ટ આરોગ્યસંભાળ ક્ષમતાઓ દર્શાવે છે.

કિડની પ્રાપ્તકર્તા 37 વર્ષના કલ્પેશ પટેલ, વિતેલાં ઘણાં વર્ષોથી ક્રોનિક કિડની રોગ સામે ઝઝૂમી રહ્યા હતા. વર્ષ 2022 થી, તેમની કિડનીનું કાર્ય ધીમે ધીમે બગડી રહ્યું હતું અને જાન્યુઆરી 2025 સુધીમાં તે ઘટીને 10% થી પણ ઓછું થઈ ગયું હતું. અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલિસિસ કરાવવા છતાં, તેમની તબિયત સતત લથડી રહી હતી. તેમના હૃદયનું કાર્ય 25% સુધી ઘટી ગયું હતું, જેના કારણે તેમની હાલત ગંભીર બની ગઈ હતી.

શેલ્બી હોસ્પિટલ નરોડાના કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ ડૉ. મહેન્દ્ર મુલાણીએ કલ્પેશભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટની સંભાવના વિશે કાઉન્સેલિંગ કર્યું હતું, જે તેમની સ્વાસ્થ્ય સ્થિતિ માટે એકમાત્ર સારવાર વિકલ્પ હતો. આ પરામર્શ પછી, તેમના પિતા સ્વેચ્છાએ કિડની દાન કરવા માટે તૈયાર થયા હતા.
કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે તબીબી યોગ્યતા અને સુસંગતતા સુનિશ્ચિત કરવા માટે ડો. મુલાની, ડો. કોશા પટેલ, ડો. કીર્તિપાલ વિસાણા અને ડો. દર્શિત શાહની નિષ્ણાત બહુ-શાખાકીય ટીમ દ્વારા કિડની દાતા અને પ્રાપ્તકર્તા બંનેનું વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સરકાર તરફથી અંતિમ મંજૂરી મળ્યા બાદ શેલ્બી હોસ્પિટલ નરોડા ખાતે ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી.
સર્જરી પછી કલ્પેશભાઈ પટેલની રિકવરી ઝડપી અને ઉત્સાહજનક રહી છે. થોડાં દિવસોમાં જ, તેમની કિડનીની કાર્યક્ષમતામાં સુધારો થયો, ક્રિએટિનાઇનનું સ્તર સામાન્ય થઈ ગયું અને તેમનું સમગ્ર સ્વાસ્થ્ય સ્થિર થઈ ગયું. તેમની ભૂખ અને શક્તિ પાછી આવી ગઈ છે અને આશા છે કે, તેઓ તેમના રિકવરી સમયગાળાને પૂર્ણ કર્યા પછી ટૂંક સમયમાં સામાન્ય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરશે. દાતા પણ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું છે.
આ સર્જરી અંગે ડૉ. મુલાણીએ કહ્યું હતું કે, “આ સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ, એ કલ્પેશભાઈ પટેલ અને તેમના પરિવાર માટે એક નવી શરૂઆત છે. તે શેલ્બી હોસ્પિટલ નરોડાની અદ્યતન કિડની સંભાળમાં કુશળતા દર્શાવે છે. અંગ પ્રત્યારોપણ, એ દર્દી માટે આરોગ્ય અને ખુશી પરત લાવી શકે છે અને ડાયાલિસિસ પર રહેતા એવા અનેક દર્દીઓ માટે આશાની કિરણ જગાવે છે, જેઓ ગુણવત્તાયુક્ત સારું જીવન જીવવાનું સ્વપ્ન જુએ છે.”
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #ShalbyHospital #ShalbyHospitalNaroda #kidneytransplant #Dr.MahendraMulani #Nephrologist #Naroda #ahmedaba



