- સેશન્સ કોર્ટે કેસનો ટ્રાયલ ચાલવામાં ઘણો સમય લાગે તેમ હોઇ તે પહેલાં જો આરોપીને જેલમાં રખાય તો પ્રિ ટ્રાયલ કન્વીકશનનો ભોગ ના બનવુ પડે તેમ ઠરાવી જામીન આપ્યા
- આરોપી યોગેશ પટેલ તરફથી સિનિયર એડવોકેટ અનિલ સી.કેલ્લાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટ તેના શરતી જામીન મંજૂર કર્યા
અમદાવાદ: 16 ઓક્ટોબર 2025:
સરકારમાં કલાસ વન અધિકારી બનાવવાના ઝાંસામાં લોકોને ફસાવી આશરે કુલ રૃ.૮.૫૦ કરોડથી વધુ રકમની ઠગાઇ કરવાના ચકચારભર્યા કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરાયેલા આરોપી યોગેશ ચંદુલાલ પટેલને એડિશનલ સેશન્સ જજ હેમાંગકુમાર જી.પંડયાએ શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે. સેશન્સ કોર્ટે બેઇલ ઇઝ રૃલ એન્ડ જેલ ઇઝ એક્સેપ્શનના સિધ્ધાંતને ધ્યાનમાં લઇ આ કેસનો ટ્રાયલ ચાલવામાં ઘણો સમય લાગે તેમ હોઇ તે પહેલા જો આરોપીને જેલમાં રખાય તો પ્રિ ટ્રાયલ કન્વીકશનનો ભોગ ના બનવુ પડે તેમ ઠરાવી તેને જામીન પર મુકત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અગાઉ હાઇકોર્ટે આરોપી મુકેશ ઉર્ફે મુકેશચંદ્ર ગોબુસંગ વણઝારા, અંકિત ત્રિભોવનભાઇ પંડયા અને જીતેન્દ્ર ગાંડાલાલ પ્રજાપતિને શરતી જામીન આપ્યા હતા. બાદમાં સેશન્સ કોર્ટ દ્વારા પણ અન્ય આરોપીઓ પ્રજ્ઞોશ જયંતિલાલ રાજપૂત અને હિતેશ મહેશભાઇ સેનને શરતી જામીન પર મુકત કર્યા હતા. આરોપી યોગેશ ચંદુલાલ પટેલ તરફથી કરાયેલી જામીન અરજીમાં સિનિયર એડવોકેટ અનિલ સી.કેલ્લાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં તપાસનીશ એજન્સીની તપાસ પૂર્ણ થઇ ચૂકી છે અને આરોપી વિરૃધ્ધ ચાર્જશીટ પણ દાખલ થઇ ગયુ છે. વળી, તપાસ દરમ્યાન આરોપી પાસેથી કોઇ રિકવરી કે ડિસ્કવરી થઇ શકી નથી. આરોપીએ આ સમગ્ર કૌભાંડમાં કોઇપણ રીતે કોઇ આર્થિક લાભ મેળવ્યો નથી, તેની વિરૃધ્ધ સંડોવણી પુરવાર કરતાં કોઇ નક્કર પુરાવા નથી. આરોપી છેલ્લા ત્રણ મહિના ઉપરાંતના સમયથી જેલમાં છે અને કેસનો ટ્રાયલ ચાલવામાં ઘણો વિલંબ થાય છે ત્યારે આરોપીને ત્યાં સુધી જેલમાં રાખી શકાય નહી, તેથી તેને શરતી જામીન પર મુકત કરવો જોઇએ. સિનિયર એડવોકેટ અનિલ.સી.કેલ્લા દ્વારા કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આરોપી યોગેશ પટેલના શરતી જામીન મંજૂર રાખ્યા હતા.
શું હતુ કલાસ વન ઓફિસરની સરકારની નોકરી અપાવવાનું ચકચારી કૌભાંડ..??
સરકારમાં કલાસ વન અધિકારી બનાવવાના ઝાંસામાં લોકોને ફસાવી સાડ આઠ કરોડ રૃપિયાથી પણ વધુની ઠગાઇ કરવાના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ અને શહેર ક્રાઇમ બ્રાંચમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાઇ છે, જેમાં તપાસનીશ એજન્સીએ હાલના આરોપી એવા અમદાવાદના ત્રણ વકીલો જલદીપ ભરતભાઇ ટેલર, જીતેન્દ્ર ગાંડાલાલ પ્રજાપતિ, અંકિત ત્રિભોવનભાઇ પંડયા ઉપરાંત, મુકેશ વણઝારા, પ્રજ્ઞોશ જયંતિભાઇ રાજપૂત, હિતેશ મહેશભાઇ સેન સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓએ ભોગ બનનાર લોકોને કલાસ વન અધિકારી તરીકેના લેટરો આપ્યા હતા, જે સરકારમાં વેરીફાય કરતાં તે બોગસ હોવાનું માલૂમ પડયું હતું, આ સમગ્ર કૌભાંડમાં ઘણા બધા લોકો ભોગ બન્યા છે તેમના કહેવા મુજબ, આરોપીઓએ એપોઇન્ટમેન્ટ લેટરની સાથે સાથે આઇ ડી કાર્ડ પણ ઇશ્યુ કર્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #ScamYogeshPatelgetsbail #CID #Crime #BhadraSessionsCourt #SessionsCourtCase #People were trickedintomakingKalasavanhofficersinthegovernment #ahmedaba
