GCCI MSME ટાસ્કફોર્સ અને GCCI IT & ITES ટાસ્કફોર્સ દ્વારા “AI થકી વિવિધ વ્યવસાયને સક્ષમ કરવા” ના વિષય પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહેમાન વક્તા તરીકે શ્રી ઉપેન્દ્રસિંહ ઝાલા, એઆઈ કન્સલ્ટન્ટ અને ડિરેક્ટર, ન્યુરામોન્કસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પથિક લીંબાચિયા, અમદાવાદ:
11 ઓક્ટોબર 2025:

આ પ્રસંગે સ્વાગત કરતા GCCI ના માનદ સચિવ શ્રી સુધાંશુ મહેતાએ ઉપસ્થિત મુખ્ય વક્તા શ્રી ઉપેન્દ્રસિંહજીની હાજરી બદલ તેઓનો આભાર માન્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભારત અને વિશ્વભરમાં એક ખુબ પ્રચલિત અભિગમ છે, ત્યારે તેનો વ્યાપ, કેનવાસ અને ક્ષમતાઓ હજુ સુધી વેપાર, ઉદ્યોગના લોકો દ્વારા સંપૂર્ણપણે ઉપયોગમાં લેવામાં આવેલ નથી. તેમણે ઉમેર્યું હતું કે AI ની શક્તિ એક આખી નેતૃત્વ ટીમ કરતાં પણ અભૂતપૂર્વ ઝડપથી વિચારવાની, નિર્ણયો લેવાની, પેટર્ન ઓળખવાની, ઉકેલો પર નિશ્ચય લેવાની ક્ષમતામાં રહેલી છે.

તેમણે ઔદ્યોગિક તેમજ વ્યવસાયિક કામગીરીને સુવ્યવસ્થિત કરવા, તાત્કાલિક નિર્ણયો લેવા, ઉત્પાદકતામાં અનેકગણો વધારો કરવા અને નવીન, વાસ્તવિક નિર્ણયો લેવા માટે AI શક્તિનો ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કે જે નવીનતમ ઉકેલો પર પહોંચવામાં અને જે તે વ્યવસાયમાં ફર્સ્ટ મુવર બનવાનો લાભ મેળવવામાં સહાયભૂત થઇ પડશે. તેઓએ આ વર્કશોપનું આયોજન કરવા બદલ GCCI MSME ટાસ્કફોર્સ અને ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ તેમજ GCCI IT & ITES ટાસ્કફોર્સ અને ચેરમેન વિવેક ઓગરાને અભિનંદન આપ્યા હતા.

GCCI MSME ટાસ્કફોર્સના ચેરમેન શ્રી શૈલેષ પટેલે તેઓના થીમ એડ્રેસમાં AI ના મહત્વ અને તેની ક્ષમતા અને તેના વિશેની સમજણ વચ્ચેના પ્રવર્તમાન અંતર વિશે વાત કરી હતી તેમજ આશા વ્યક્ત કરી હતી કે આ સત્ર આ અંતરને દૂર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે.

આ પ્રસંગે બોલતા, શ્રી ઉપેન્દ્રસિંહજીએ AI અને તેની અપાર સંભાવનાઓને ખૂબ જ વિગતવાર સમજાવી હતી અને વેપાર અને ઉદ્યોગને અનેકગણો વિસ્તૃત કરવા માટે AI ની શક્તિનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે સમજાવ્યું હતું. તેઓએ સમજાવ્યું હતું કે AI નું સમગ્ર ફ્રેમવર્ક Role, Goal, Output, Level of details and Direction.પર આધારિત છે.

વર્કશોપ દરમિયાન આયોજિત થયેલ પ્રશ્નોત્તરી સત્ર પણ ખૂબ રસપ્રદ સાબિત થયું હતું જે દરમિયાન સુંદર આદાન-પ્રદાન થયું હતું.

GCCI IT & ITES ટાસ્કફોર્સ ચેરમેન શ્રી વિવેક ઓગરા દ્વારા આભારવિધિ પછી સત્રનું સમાપન થયું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #GCCI #MSME #GcciMsmeTaskForce #gcciITTaskForce #ITESTaskForce #AIWorkshop #gcci #ITES #ahmedaba
