- મેમનગરમાં દિવ્યપથ હાઇસ્કુલ વાળા રોડ પર લક્ઝરી બસો ના ગેરકાયદે પાર્કિંગ સામે ટ્રાફિક પોલીસની તવાઈ
- વિવેકાનંદ સર્કલથી દિવ્યપથ હાઇસ્કુલ વાળા રોડ પર એઈસી બ્રિજ સુધીના પટ્ટામાં લક્ઝરી બસો પાર્ક નહીં કરવા અને ઊભી નહીં રાખવા પોલીસની વારંવાર ચેતવણીઓ છતાં તેનો ભંગ કરાતા ટ્રાફિક પોલીસનો સપાટો
અમદાવાદ: 09 સપ્ટેમ્બર 2025:
શહેરના મેમનગર વિસ્તારમાં વિવેકાનંદ સર્કલથી દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર એઇસી બ્રિજ સુધીના પટ્ટામાં પોલીસ દ્વારા વારંવારની ચેતવણી છતાં ગેરકાયદે પાર્ક થતી લક્ઝરી બસો વિરૃધ્ધ ગઇકાલે એ ડિવીઝન ટ્રાફિક પોલીસ દ્વારા તવાઇ બોલાવવામાં આવી હતી. જેમાં આવી લકઝરી બસોને આ રોડ પરથી દૂર કરી જરૃરી કાર્યવાહી કરાઇ હતી તો, આડેધડ પાર્ક કરાયલ લકઝરી બસોના કિસ્સામાં એક હજાર સુધીનો સ્થળ પર જ દંડનો મેમો ફટકારી કાર્યવાહી કરવામાં આવી હતી.

એ ડીવીઝન ટ્રાફિક પોલીસ દ્વારા મેમનગર વિસ્તારના વિવેકાનંદ સર્કલથી લઇ દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર એઇસી બ્રિજના પટ્ટામાં વાહન ચેકીંગ અને લકઝરી બસો કે ભારે વાહનોના ગેરકાયદે પાર્કિંગ તો કરાયા નથી તેને લઇને પણ સઘન ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અમદાવાદ શહેરમાં સવારે આઠ વાગ્યાથી રાત્રીના દસ વાગ્યા સુધી લકઝરી બસો અને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતાં શહેર પોલીસ કમિશરના જાહેરનામાને સુપ્રીમકોર્ટે પણ બહાલ રાખ્યુ છે. લક્ઝરી બસ સંચોલકોની પિટિશન હાઇકોર્ટના સીંગલ જજે અને ત્યારબાદ ખંડપીઠે પણ ફગાવી દીધી હતી. બાદમાં સંચાલકો સુપ્રીમકોર્ટ સુધી ગયા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે પણ તેમની પિટિશન ફગાવી દઇ કોઇપણ પ્રકારની રાહત આપી ન હતી અને લકઝરી બસો પર શહેરમાં સવારના ૮-૦૦ વાગ્યાથી રાત્રિના ૧૦-૦૦ વાગ્યા સુધી પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતાં શહેર પોલીસ કમિશરના જાહેરનામાને કાયદેસર અને યથાર્થ ઠરાવ્યું હતુ.

જેથી હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદાના પાલનના ભાગરૃપે અને શહેર પોલીસ કમિશનરના જાહેરનામાના અમલીકરણના ભાગરૃપે એ ડિવીઝનના ટ્રાફિક પીઆઇ એન.એ.દેસાઇના માર્ગદર્શન હેઠળ વિવેકાનંદ સર્કલથી લઇ દિવ્યપથ હાઇસ્કૂલ રોડ પર એઇસી બ્રિજ સુધીના પટ્ટામાં આ કાર્યવાહી કરાઇ હતી.

જેમાં કેટલીક લકઝરી બસોને આટલા પટ્ટામાં પાર્કિંગ કે ઉભી નહી રાખવા કડક ચેતવણી આપી રવાના કરાઇ હતી તો, કેટલાક કિસ્સામાં સ્થાનિક નાગરિકોની વારંવાર આ લકઝરી બસો દ્વારા ગેરકાયદે પાર્કિગ થતુ હોવાની ફરિયાદના આધારે અમુક લક્ઝરી બસોને સ્થળ પર એક હજાર રૃપિયા સુધીના દંડનીય મેમો આપી સબક સમાન કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા મેમનગર વિસ્તારમાં વિવેકાનંદ સર્કલથી દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર એઇસી બ્રિજ સુધીના પટ્ટામાં લકઝરી બસો અને તેમના સંચાલકોને ગેરકાયદે પાર્કિંગ નહી કરવા કે તેમની બસો ઉભી નહી રાખવા અંગે વારંવારની ચેતવણી અપાઇ હોવાછતાં તેનો ભંગ કરાતાં આખરે એ ડિવીઝન ટ્રાફિક પોલીસે લક્ઝરી બસો વિરૃધ્ધ કાર્યવાહી કરી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા લક્ઝરી બસોના ગેરકાયદે પાર્કિંગ અને નિયમભંગને લઇ દિવસ દરમ્યાન પણ સમયાંતરે રાઉન્ડ અને સ્થળ તપાસ, ચેકીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #Memnagar #DivyapathHighSchool #LuxuryBusIllegal #Parking #TrafficPoliceDismissal #VivekanandaCircle #DivyapathHighSchoolRoad #AECBridge #LuxuryBusPark #PoliceWarning #Violation #TrafficPoliceDispatch #ahmedabad
