નીતા લીંબાચિયા, અમદાવાદ:
23 ઓગસ્ટ 2025:
અમદાવાદની પ્રસિદ્ધ શાળાઓમાં જેનું નામ પહેલી હરોળમાં આવે છે, એવી JG ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શનિવાર, તારીખ 23 ઓગસ્ટ 2025ના રોજ સાંજે 6:00 કલાકે શાળાના ઓડિટોરિયમમાં વિશ્વવિખ્યાત અંગ્રેજી લેખક વિલિયમ શેક્સપિયરની પ્રસિદ્ધ કરુણાંતિકા “મૅકબેથ”’નું ભવ્ય મંચન JGISના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવશે.

આ કાર્યક્રમની જાહેરાત કરતાં JGIS વિશેષ આનંદની લાગણી અનુભવે છે. આ વિશેષ પ્રદર્શન અંગ્રેજી સાહિત્યના અભ્યાસક્રમના એક ભાગ રૂપે થવા જઈ રહ્યું છે. જે વિદ્યાર્થીઓને નાટક મંચનના અનુભવ દ્વારા સાહિત્યની વધુ ઊંડી સમજણ કેળવવામાં મદદરૂપ થશે.
આ અમર નાટક મહત્ત્વાકાંક્ષા, સત્તા, નસીબ અને અપરાધબોધ જેવા માનવમનના અલગ અલગ ભાવોની અભિવ્યક્તિ માટે વધુ જાણીતું છે. આ નાટક પેઢીઓથી દર્શકોને આકર્ષતું રહ્યું છે. JGISના વિદ્યાર્થીઓ પોતાની સર્જનાત્મકતા સાથે આ સાહિત્યિક કૃતિને જીવંત બનાવશે.
આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત મહેમાનો તથા વિદ્યાર્થીઓના વાલીઓની ઉપસ્થિતિ રહેશે. આ મંચન સાહિત્ય અને સર્જનાત્મકતાનો ઉત્સવ સાબિત થશે—જે શાળાની શિક્ષણ પદ્ધતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પરફોર્મિંગ આર્ટ્સ પ્રત્યેની ઊંડી લાગણીને વ્યક્ત કરે છે.
આ કાર્યક્રમમાં આપને તથા આપની ટીમને અમે આમંત્રણ આપીએ છીએ. આપ આવીને આ કાર્યક્રમને નિહાળો તથા આપની પ્રતિષ્ઠિત પ્રકાશનમાં વિદ્યાર્થીઓના આ પ્રયતને સ્થાન આપો તેવી આશા રાખી છીએ.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #JGinternationalSchool #jginternationalschool #Shakespeare’s #Macbeth #WilliamShakespeare’s #jgcampus #gandhinagar #ahmedabad
