નીતા લીંબાચિયા, અમદાવાદ:
19 ઓગસ્ટ 2025:
આગામી ૨૩ ઑગસ્ટ ના શ્રી સંકટ મોચન મહાવીર હનુમાન મંદિર ની સ્થાપનાનું એક વર્ષ પૂરું થઈ રહ્યું છે જેના સંદર્ભ માં ૨ દિવસ નો ભવ્ય પ્રસંગ ઉજવાશે.

મંદિરની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા 23મી ઑગસ્ટ 2024ના રોજ બાબા નીમ કરોલી મહારાજ ના આશીર્વાદ થી થઈ હતી. આ મંદિર શ્રી નીમ કરોલી મહારાજ ની અસીમ કૃપા અને અમૂલ્ય આશિર્વાદથી ધીરે-ધીરે સમૃદ્ધ અને ભક્તિમય સ્તરે વિકસિત થઈ રહ્યું છે.આ મંદિર ભારત દેશનું ચોથું મંદિર છે જ્યાં હનુમાનજીની સૂતેલી મૂર્તિ ધરાવે છે અને જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

આ વર્ષપૂર્ણિ પ્રસંગે 22મી ઑગસ્ટ ના સાંજે ૫ વાગ્યા થી 24 કલાક સતત અખંડ રામચરિતમાનસ પાઠ પંડિત વિનોદજી અને તેમની ટીમ દ્વારા કરાવવામાં આવશે અને રાત્રે 9 વાગ્યે રામ જન્મ અને ૧૧ વાગે રામ વિવાહ યોજાશે.
આ તમામ માહિતી શ્રી ડો. પ્રવીણ ગર્ગ જે મંદિરના સ્થાપક છે તેમના દ્વારા સંપ્રેષિત કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે આ મંદિર ભક્તિપ્રેમીઓને એક વિશેષ આધ્યાત્મિકતા નો અનુભવ પ્રદાન કરે છે અને ભવિષ્યમાં આ સ્થળે વધુ જીવંત સંસ્કારિક અને ધાર્મિક કાર્યક્રમ યોજાતા રહેશે.
આ પ્રસંગ પર ભક્તો તથા સ્થાનિક લોકોનો વિશાળ સમૂહ ભાગ લેશે જે અને આ પવિત્ર વેળા ની સાથે મળી ઉજવણી કરશે .
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #ShriSankatMochanMahavirHanumanMandir #Rancharda #HanumanMandir #HanumanMandirEstablishment #PranPratishtha #Baba NeemKaroli Maharaj #Akhand RamcharitmanasPaath #rambivah #shrisankat,ochanmahavirhanumanmandir #rancharda #hanumanmandir #hanumanmandirestablishment #pranpratishtha #babaneemKarolimaharaj #akhandramcharitmanaspaath #RamVivah #gandhinagar #ahmedabad
