જીપ અને સિટ્રોન હવે રાજ્યમાં આ પ્રકારનું પહેલું સ્ટેલાન્ટિસ બ્રાન્ડ હાઉસ ધરાવે છે, જે આધુનિક ‘ફિજિટલ’ રીટેલ અનુભવ પ્રદાન કરે છે.
- સુરતમાં લોન્ચ થયા પછી, ગુજરાતમાં બીજું સ્ટેલાન્ટિસ બ્રાન્ડ હાઉસ
- એડવાન્સ ડાયગ્નોસ્ટિક્સ અને સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સમર્થિત બંને બ્રાન્ડનો સંપૂર્ણ પોર્ટફોલિયો ઉપલબ્ધ
- સ્ટેલાન્ટિસનો દ્રષ્ટિકોણ ડિજિટલ અને ફિઝિકલ બંને ટચપોઈન્ટ્સ પર ગ્રાહક-પ્રથમ અને અનુભવસભર સેવાઓ પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે.
- જીપનો નવો શોરૂમ મેગ્નસ મોટર્સ પ્રા. લિ. ગ્રાઉન્ડ ફ્લોર, સન એમ્બાર્ક, સોલા ફ્લાયઓવરની બાજુમાં, એસ.જી. હાઇવે, સોલા, અમદાવાદ ખાતે શરૂ કરાયો.
નીતા લીંબાચિયા, અમદાવાદ:
12 ઓગસ્ટ 2025:
ભારતમાં ગ્રાહકોની પહોંચ અને બ્રાન્ડનો વ્યાપ વધારવાના પોતાના વચનને આગળ વધારતા સુરતમાં સ્ટેલાન્ટિસ બ્રાન્ડ હાઉસ (SBH) ના સફળ પદાર્પણ પછી, ગુજરાતમાં તેના બીજા સ્ટેલાન્ટિસ બ્રાન્ડ હાઉસનું (SBH) ઉદ્ઘાટન કર્યું. આ નવીન રીટેલ ફોર્મેટ ગુજરાતમાં ગ્રાહકો માટે ‘ફિજિટલ’ (ભૌતિક અને ડિજિટલ) અનુભવોના સાતત્યપૂર્ણ મિશ્રણ માટે એક જ છત હેઠળ આઇકોનિક જીપ અને સિટ્રોન બ્રાન્ડ્સને એકસાથે લાવે છે. મેગ્નસ મોટર્સ પ્રા. લિ. ખાતે જીપના નવા શોરૂમનું ગ્રાઉન્ડ ફ્લોર, સન એમ્બાર્ક, સોલા ફ્લાયઓવરની બાજુમાં, એસ.જી. હાઇવે, સોલા, અમદાવાદ ખાતે ઉદઘાટન કરાયું હતું.

વ્યૂહાત્મક રીતે સરખેજ-ગાંધીનગર હાઇવે પર સ્થિત નવો શોરૂમ હાઇવોલ્ટેજ, ફ્યુચર-ફોરવર્ડ બ્રાન્ડ વાતાવરણ પૂરું પાડે છે. અમદાવાદમાં સ્ટેલાન્ટિસ બ્રાન્ડ હાઉસ જીપ એસયુવીની સંપૂર્ણ લાઇનઅપ – જેમાં ગ્રાન્ડ ચેરોકી, રેંગલર, મેરિડિયન અને કંપાસ રજૂ કરે છે, સાથે સિટ્રોનની વિશિષ્ટ ઓફરો જેમ કે બેસાલ્ટ, એ-C3, C3, C5 એરક્રોસ અને C3 એરક્રોસ પણ છે. ગ્રાહકો હવે એકજ એકીકૃત જગ્યામાં બંને બ્રાન્ડ્સનું અન્વેષણ, કસ્ટમાઇઝ અને અનુભવ કરી શકે છે જે વેચાણ અને વેચાણ પછીની સેવાઓ બંનેમાં સુસંગતતા સુનિશ્ચિત કરે છે.

સ્ટેલાન્ટિસ ઇન્ડિયાના ઓટોમોટિવ બ્રાન્ડ્સના બિઝનેસ હેડ અને ડિરેક્ટર કુમાર પ્રિયેશએ જણાવ્યું હતું કે,”અમદાવાદનો ઑટોમોટિવ લેન્ડસ્કેપ જીવંત અને વિકાસશીલ છે, જે તેને અમારી આગામી સ્ટેલાન્ટિસ બ્રાન્ડ હાઉસ માટે યોગ્ય સ્થાન બનાવે છે. આ ડ્યુઅલ-બ્રાન્ડ સુવિધા આજના ગ્રાહકોના બદલાતી પસંદગીઓને સેવા આપવા માટે રચાયેલી છે, જે બે પ્રીમિયમ બ્રાન્ડ્સની સુવિધા, એક સીમલેસ ફિજિટલ અનુભવ અને વર્લ્ડ-ક્લાસ સેવા – બધું એક જ ડેસ્ટિનેશન પર ઑફર કરે છે. આ અમારી ભારતમાં એક મજબૂત અને એકીકૃત રીટેલ પ્રદાતા તરીકેની ઓળખ બનાવવાની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

મેગ્નસ મોટર્સ પ્રા. લિ. અમદાવાદના ડીલર પ્રિન્સિપાલ, સંકલ્પ જોઇશરએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં ઑટોમોટિવ રીટેલ ક્ષેત્રે આવી રહેલી આ પરિવર્તનકારી ક્ષણનો ભાગ બનવા પર અમને ગર્વ છે. મજબૂત ક્ષમતાની શોધ હોય કે સંપૂર્ણ આરામની શોધ, જીપ અને સિટ્રોન બંને બ્રાન્ડ્સના પ્રતિનિધિ તરીકે અમે ગ્રાહકોને એક ઉચ્ચ કક્ષાનો અને અનન્ય અનુભવ આપી શકીએ છીએ. આવી વૈશ્વિક બ્રાન્ડ્સ પાસેથી ગ્રાહકો જે ઉત્સાહ, વ્યવસાયિકતા અને વ્યક્તિગત કાળજીની અપેક્ષા રાખે છે તે પૂરી પાડવા માટે અમારી ટીમ પ્રતિબદ્ધ છે.”
માત્ર એક ડીલરશિપ કરતાં વધુ, સ્ટેલાન્ટિસ બ્રાન્ડ હાઉસ એક સંપૂર્ણ ઑટોમોટિવ ડેસ્ટિનેશન છે. અહિં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ૩D કોન્ફિગરેટર સહિતની ઇન્ટરએક્ટિવ ડિજિટલ સુવિધાઓ, એડવાન્સ ડાયગ્નોસ્ટિક્સ અને સંપૂર્ણ સાધન-સજ્જ સર્વિસ સેન્ટરનો સમાવેશ થાય છે. જીપ અને સિટ્રોન દ્વારા તાલીમ પામેલ અમારો સ્ટાફ ગ્રાહકોના દરેક તબક્કે શ્રેષ્ઠ ઉત્પાદન જાણકારી અને સહાય પ્રદાન કરવા માટે સમર્પિત છે.
સ્ટેલાન્ટિસ ભારતમાં જીપ અને સિટ્રોનના વધતા જતા નેટવર્ક દ્વારા મુખ્ય શહેરોમાં પોતાની ઉપસ્થિતિ વિસ્તારી રહ્યું છે. અમદાવાદની આ સુવિધા મલ્ટી-બ્રાન્ડ સ્થળોની વધતી યાદીમાં જોડાઈ છે, જે જૂથની વિવિધ પોર્ટફોલિયોની શક્તિનો લાભ લેતાં, સ્કેલ અને ગ્રાહક-પ્રથમ અભિગમને જોડવાની દીર્ઘકાલીન વ્યૂહરચનાને પ્રતિબિંબિત કરે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #Jeep #jeep #Citroen #StellantisBrand #MagnusMotorsPvt.Ltd. #SUV #suv #GrandCherokee #Wrangler #Meridian #Compass #Citroen #Basalt #Aircross #C3Aircross #gandhinagar #ahmedabad
