અશ્વિન લીંબાચિયા, અમદાવાદ:
06 ઓગસ્ટ 2025:
વિયેતજેટ દ્વારા 2025ના બીજા ત્રિમાસિક માટે મજબૂત વેપાર પરિણામો નોંધાવવામાં આવ્યાં છે. તેણે અપેક્ષાઓ અને નોંધપાત્ર માઈલસ્ટોન પાર કર્યાં છે. ત્રિમાસિકની રૂપરેખામાં એરક્રાફ્ટના મોટા ઓર્ડરો, ગ્રાઉન્ડ સેલ્ફ- સર્વિસ ઓપરેશન્સનું વિસ્તરણ અને વિયેતનામમાં નવું મુખ્ય ઉડ્ડયન કેન્દ્ર બનવા માટે સુસજ્જ લોંગ થાન્હ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુખ્ય ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સફલ બોલીનો સમાવેશ થાય છે.

ભારતીય પ્રવાસીઓ અને ઉદ્યોગના નિરીક્ષકો માટે વિયેતજેટની સક્ષમ વૃદ્ધિ અને વધતી આંતરરાષ્ટ્રીય પહોંચ એવા સમયે આવી છે, જ્યારે કિફાયતી, ઉત્તમ કનેક્ટેડ હવાઈ પ્રવાસ માટે માગણીમાં એશિયા- પેસિફિક પ્રદેશોમાં ઉછાળો ચાલુ રહ્યો છે. તેને ફરી એક વાર ‘‘વર્લ્ડસ બેસ્ટ અલ્ટ્રા લો- કોસ્ટ કેરિયર’’ તરીકે એરલાઈન રેટિંગ્સ દ્વારા સન્માન મળવા સાથે વૈશ્વિક સ્તરે સૌથી સુરક્ષિત એરલાઈન્સમાં પણ ક્રમ આવ્યો છે.
2025ના બીજા ત્રિમાસિક માટે મહેસૂલની રૂપરેખાઃ
- ઉડ્ડયન મહેસૂલ VND 775 અબજ (આશરે 29.57 મિલિયન યુએસ ડોલર)ના વેરા પૂર્વ નફા સાથે VND 17.681 ટ્રિલિયને (આશરે 673.9 મિલિયન ડોલર) પહોંચી છે, જે વર્ષ દર વર્ષ 52.3 ટકાનો વધારો દર્શાવે છે.
- કુલ એકત્રિત મહેસૂલ VND 815 અબજ (આશરે 31.09 મિલિયન ડોલર)ના કર પૂર્વ નફા સાથે VND 17.885 ટ્રિલિયને (આશરે 682.29 મિલિયન ડોલર) પહોંચી છે, જે વર્ષ દર વર્ષ 151.5 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોચી, બેન્ગલુરુ અને હૈદરાબાદને હનોઈ, હો ચી મિન્હ સિટી અને દા નાંગ સહિત ટોચનાં વિયેતનામી સ્થળોને જોડતા 10 સીધા રુટ્સ સાથે વિયેતજેટ 2025ના બીજા અર્ધવાર્ષિકમાં એકધારી વૃદ્ધિ અને સક્ષમ વિકાસ માટે ઉત્તમ રીતે સુસજ્જ છે.

અર્ધવાર્ષિક નાણાકીય રૂપરેખા
- વિયેતજેટ 2025ના પ્રથમ અર્ધવાર્ષિકમાં મજબૂત કામગીરી નોંધાવી છે, જેમાં તેણે 78 ટકા અને 75 ટકાનાં આખા વર્ષના અનુક્રમે અલગ અને એકત્રિત કર પૂર્વ નફાનાં લક્ષ્યોને પહોંચી વળી છે.
- ઉડ્ડયન મહેસૂલ VND 35.6 ટ્રિલિયને (આશરે 1.35 અબજ ડોલર) પહોંચી છે, જેમાં કર પૂર્વ નફો લગભગ VND 1.6 ટ્રિલિયન (આશરે 61.04 મિલિયન ડોલર) રહ્યો છે, જે વર્ષ દર વર્ષ 37 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
- એકત્રિત મહેસૂલ VND 35.8 ટ્રિલિયને (આશરે 1.36 અબજ ડોલર) પહોંચી છે, જેમાં કર પૂર્વેનો નફો VND 1.6 ટ્રિલિયન (આશરે 61.04 મિલિયન ડોલર)ની પાર ગયો છે, જે વર્ષ દર વર્ષ 65 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
- કુલ એસેટ્સ VND 112.33 ટ્રિલિયન (આશરે 4.28 અબજ ડોલર)ની પાર નીકળી ગઈ છે. એરલાઈન્સે 1.76નો ડેટ ટુ ઈક્વિટી રેશિયો અને 1.44નો લિક્વિડિટી રેશિયો જાળવી રાખ્યો છે, જે મજબૂત નાણાકીય સ્થિતિનો સંકેત આપે છે.
- કેશ રિઝર્વ્સ, બેન્ક ડિપોઝિટ્સ, રોકડ સમકક્ષ અને ટૂંકા ગાળાનાં રોકાણોએ VND 9.001 ટ્રિલિયન (આશરે 343.15 મિલિયન ડોલર)નો આંક પાર કર્યો છે, જેને કાર્યશીલ મૂડી ધિરાણ રેખાઓનો ટેકો મળતાં પૂરતી પ્રવાહિતાની ખાતરી રહી હતી.

અર્ધવાર્ષિક કામગીરીની રૂપરેખાઃ
- 2025ના બીજા ત્રિમાસિકના અંત સુધી વિયેતજેટ ગ્રુપે કુલ 189 રુટ્સ પર સંચાલન કર્યું હતું (154 રુટ્સ વિયેતજેટ દ્વારા અને 35 વિયેતજેટ થાઈલેન્ડ દ્વારા).
- વિયેતજેટ થાઈલેન્ડ સહિત વિયેતજેટે 99,202 ફ્લાઈટ્સમાં 17.7 મિલિયન પ્રવાસીઓનું પરિવહન કર્યું હતું.
- પરિવહન કરેલું કુલ કાર્ગો વોલ્યુમ લગભગ 65,200 ટને પહોંચ્યું છે.
- એરલાઈન્સે 99.53 ટકાનો ટેક્નિકલ વિશ્વસનીયતા દર જાળવી રાખ્યો છે.
વ્યૂહાત્મક વિસ્તરણ
2025ના બીજા ત્રિમાસિકમાં તેના આંતરરાષ્ટ્રીય નેટવર્કના વિસ્તરણ સાથે વિયેતજેટની વ્યૂહરચનામાં નવું માઈલસ્ટોન પ્રાપ્ત કર્યું છે. માર્ચમાં એરલાઈને બેન્ગલુરુ અને હૈદરાબાદને વિયેતનામનું સૌથી મોટું મહાનગર હો ચી મિન્હ સિટી સાથે જોડતા બે નવા રુટ લોન્ચ કર્યા છે, જે સાથે તેની ભારતની કામગીરી વધારી છે.

વિયેતજેટે ચીન, જાપાન અને સિંગાપોરમાં નવી સેવાઓ પણ રજૂ કરી છે, જે પ્રવાસ અને વેપાર માટે વધતી માગણીને પહોંચી વળશે. ઉપરાંત એરલાઈન્સે વિયેતનામનાં બીચ સ્વર્ગ ન્હા ત્રાંગથી રશિયાનાં ત્રણ મુખ્ય શહેર લાદિવોસ્તોક, ખાબારોવ્સ્ક અને લાગોવેશચેન્સ્ક સુધી સીધી ફ્લાઈટ્સ પણ શરૂ કરી છે.
આધુનિક ફ્લીટમાં રોકાણ

તેની મજબૂત કામગીરી ઉપરાંત વિયેતજેટે મોટાં એરક્રાફ્ટ રોકાણો સાથે તેના ફ્લીટના વિકાસમાં પણ પ્રગતિ કરી છે. ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન્સની વિયેતનામમાં મુલાકાત દરમિયાન એરલાઈન્સે એરબસ પાસેથી 20 વધારાની એ330 નિયો વાઈડ બોડીઝના ઓર્ડર આપ્યા છે, જે સાથે કુલ સંખ્યા 40 સુધી વધી હોઈ વૈશ્વિક સ્તરે આ સૌથી મોટો એ330 નિયો ઓર્ડર છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #Fleetwithaircraftorders #vietjet #LongThanhInternationalAirport #World’sBestUltraLow-CostCarrierAirline #VND775 #vnd775 #thailand #Thailand #Vietjet #China #Japan #japan #Singapore #singapore #Russia #Ladivostok #Khabarovsk #Lagoveshchensk #vietnam #danang #Indiancuisine #vietjet #minh #newdelhi #mumbai #kochi #hanoihochi #vietnamreunificationdaycelebration #danang #banarascentral #banaras #vietjetair #li-river-bambooboattour #LiRiverbambooraftcruise #nine-horsefrescohillfromxingping #Nine-HorseFrescoHillfromyangdi #tourism #vietnam #vietjetair #hanoisaigon #HoChiMinhCity #hochiminhcity #DaNang #danang #goldenbridge #NuiChuaMountain #nuichuamountain #BaNaHills #banahills #dragonbridge #undulating #goldendragon #hanriver #chammuseumofsculptureshouse #trakiu #dongduong #thapmaam #coconutvillage #hoiancoconutvillage #basketboat #hoiriver #interlacedwaterwaysystem #speciallaunches #holifestive #sale #vietjetair #gujarat #gandhinagar #ahmedabad
