ભારતમાં એન્ટરપ્રાઇઝ ટ્રાન્સફોર્મેશન માટે ડિવાઇસ, સર્વિસ અને સોલ્યુશન્સના એન્ડ-ટુ-એન્ડ બી2બી સ્ટેકની રજૂઆત
પથિક લીંબાચિયા, અમદાવાદ:
01ઓગસ્ટ 2025:

અમદાવાદ, ભારત, 30 જુલાઇ, 2025: વૈશ્વિક સ્તરે ટેક્નોલોજીમાં અગ્રેસર લેનોવોએ આજે અમદાવાદમાં તેની ફુલ-સ્ટેક એન્ટરપ્રાઇઝ એઆઇ પોર્ટફોલિયોની રજૂઆત સાથે દરેક વ્યક્તિ માટે સ્માર્ટર એઆઇ સક્ષમ કરવાની તેની કટીબદ્ધતાને વધુ મજબૂત કરી હતી. ટેક્નોલોજીની અપનાવવાને વધુ સુવિધાજનક બનાવવા અને પરિવર્તનને વેગ આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં લેનોવોની એકીકૃત ઓફરિંગ સંસ્થાનોને કામગીરીને આધુનિક બનાવવા, આઇટી ઓપ્ટિમાઇઝ કરવા અને આત્મવિશ્વાસથી એઆઇનો વિસ્તાર કરવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરાઇ છે.

ગુજરાતની ઇનોવેશનની મહાત્વાકાંક્ષાને સપોર્ટ અમદાવાદ ફિનટેક, પેટ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને આઇટી સહિતની ઇન્ડસ્ટ્રીમાં મહત્વપૂર્ણ ઇનોવેશન હબ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે લેનોવોની ઉપસ્થિતિ યોગ્ય સમયે અને વ્યૂહાત્મક છે. ગિફ્ટ સિટીના ગ્લોબલ ફાઇનાન્સિયલ સેન્ટર તરીકે ઉદય અને ગુજરાત સરકારનું એઆઇ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ પ્રદેશમાં ડિજિટલ કામગીરીને વેગ આપી રહ્યાં છે. એઆઇ સજ્જતાના અંતરને દૂર કરવું ઘણી એન્ટરપ્રાઇઝિસની ઇચ્છા હોવા છતાં તેઓ સુરક્ષિત અને ખર્ચ-કાર્યક્ષમ રીતે એઆઇના અમલીકરણ અંગે અવઢવમાં રહે છે.
લેનોવો ઇન્ડિયા ખાતે એન્ટરપ્રાઇઝ બિઝનેસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રોહિત મિધાએ જણાવ્યું હતું કે, અમારું તાજેતરનું સીઆઇઓ પ્લેબુક દર્શાવે છે કે ભારતમાં 51 ટકા સીઆઇઓએ પહેલેથી જ એઆઇ અપનાવ્યું છે અથવા તેની વિચારણા કરી રહ્યાં છે કારણકે તેઓ ડેટાની ગુણવત્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્કેલેબિલિટી અને સિક્યુરિટી રિસ્કનો સામનો કરી રહ્યાં છે. આ પરિસ્થિતિમાં લેનોવો યુનિફાઇડ એઆઇ પોર્ટફોલિયો સાથે તૈનાતી અને સારા પરિણામો હાંસલ કરવામાં મદદરૂપ બને છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસથી લઇને બિઝનેસને એઆઇ અપનાવાવમાં અમે મદદરૂપ બનીએ છીએ.
લેનોવો સર્વિસિસઃ એન્ટરપ્રાઇઝિસને એન્ડ-ટુ-એન્ડ સપોર્ટ
અમદાવાદમાં રજૂ કરાયેલો લેનોવોના સંપૂર્ણ એન્ટરપ્રાઇઝ એઆઇ પોર્ટફોલિયો નીચે મૂજબ છેઃ
• ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સઃ સર્વર્સ, સ્ટોરેજ, એજ અને હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ (એચપીસી)
• સોફ્ટવેર-ડિફાઇન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સર્વિસિસઃ સ્કેલેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ટ્રુસ્કેલ, ડિજિટલ વર્કપ્લેસ સોલ્યુશન્સ (ડીડબલ્યુએસ), ડિવાઇસ એઝ અ સર્વિસિસ (DaaS) અને પ્રીમિયર સપોર્ટ પ્લસ
• એઆઇ-પાવર્ડ આઇટી ટુલ્સઃ પ્રિડિક્ટિવ સપોર્ટ અને ઇન્ટેલિજન્ટ, પર્સનલાઇઝ યુઝર એક્સપિરિયન્સ માટે લેનોવો ડિવાઇસ ઇન્ટેલિજન્સ પ્લસ એન્ડ કેર
• સસ્ટેનેબલ સોલ્યુશન્સઃ લેનોવોનો પોર્ટફોલિયો ઉત્સર્જનના ટ્રેકિંગ માટે લેનોવો ઇન્ટેલિજન્ટ સસ્ટેનેબિલિટી સોલ્યુશન્સ એડવાઇઝર (L.I.S.S.A.) તથા ઉર્જા કાર્યક્ષમતા સાથે બાંધછોડ કર્યાં વગર કાર્યક્ષમ કામગીરી માટે નેપ્ચ્યુન લિક્વિડ કુલિંગ દ્વારા સસ્ટેનેબિલિટીના લક્ષ્યોનો સપોર્ટ કરે છે
• સિક્યુરિટી સોલ્યુશન્સઃ એન્ડપોઇન્ટ ડિટેક્શન અને રિસ્પોન્સ માટે થિંકશિલ્ડ એક્સડીઆર તેમજ માઇક્રોસોફ્ટ સાથે વિકસિત કરાયેલા સાયબર રેઝિલિયન્સ એઝ-અ-સર્વિસ
હાઇબ્રિડ આર્કિટેક્ચર સાથે એઆઇ મેચ્યોરિટીને વેગ
લેનોવો ઇન્ડિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર અમિત લુથરાએ જણાવ્યું હતુ કે, અમારું હાઇબ્રિડ એઆઇ મોડલ એજ, ક્લાઉડ અને ઓન-પ્રીમાઇસ માહોલને એક સહજ આર્કિટેક્ચરમાં એકીકૃત કરે છે, જેનાથી નિયંત્રણ, અનુપાલન અને ડેટાનું ઝડપી વિશ્લેષણ સંભવ બને છે. અમદાવાદમાં મજબૂત ઇન્ડસ્ટ્રીયલ આધાર તેમજ વધતી ડિજિટલ મહાત્વાકાંક્ષાઓ તેને એઆઇ-આધારિત એન્ટરપ્રાઇઝ ટ્રાન્સફોર્મેશન માટે લેનોવાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ તેમજ સર્વર, એજ, ક્લાઉડ જેવી સેવાઓ માટે મહત્વપૂર્ણ ક્ષેત્ર બનાવે છે.
લેનોવોનું હાઇબ્રિડ એઆઈ આર્કિટેક્ચર એઆઈ મેચ્યોરિટી દરેક તબક્કાને ટેકો આપવા માટે વિકસિત કરવામાં આવ્યું છે, જે સંસ્થાઓને સુરક્ષિત રીતે હાઇબ્રિડ/મલ્ટિ-ક્લાઉડ વાતાવરણમાં મોડેલોને તાલીમ આપવામાં મદદરૂપ બને છે.
ગુજરાત તેની એઆઇ સફરમાં આગળ વધી રહ્યું છે તેમ લેનોવો બિઝનેસિસને ડિવાઇસથી લઇને ક્લાઉડ સુધી વધુ સ્માર્ટ, વધુ સ્થિતિસ્થાપક કામગીરી બનાવવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.
#LenovoIndia #bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #ahmedabad #LenovoIndiav #lenovoindia #SmarterAIinLenovoIndia #martersAIlenovo #globaltechnologyleader #enterprisetransformation #lenovo #infrastructuresolutions #servers #storage #edge #high-performancecomputing #software-definedinfrastructure #Software-Defined Infrastructure #AI-powered IT Tools #ai-poweredittools #securitysolutions #lenovo’sinfrastructuresolutionsandservices #lenovotechnology
