- વર્ષ ૨૦૨૫-૨૬ માટે કાર્યકાળ ચાલું રાખવાનો નિર્ણય લેવાયો.
- સમાજમાં કરેલા ભૂતકાળના અવિસ્મરણીય વારસા પર પ્રકાશ પાડવામાં આવ્યો.
અશ્વિન લીંબાચીયા, વિજાપુર, અમદાવાદ:
14 જુલાઈ 2025:
શ્રી સોસ્તર જુથ નાયી સમાજની વાર્ષિક સામાન્ય સભા (AGM), વર્ષ ૨૦૨૫-૨૬ માટે જૂની કમિટીનો કાર્યકાળ ચાલું રાખવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો, 13મી જુલાઈ, ૨૦૨૫ ના રોજ વિજાપુરના લીંબચ ધામ ખાતે ખાતે યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં શ્રી સોસ્તર જુથ નાયી સમાજના સમગ્ર નાયી સમાજના ગ્યાતિના ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં, અને ખાસ કરીને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. AGM દરમિયાન, મંત્રી શ્રી શરદભાઈ શર્મા દ્વારા પાછલા વર્ષ દરમિયાન હાથ ઘરવામાં આવેલી મુખ્ય પહેલો અને સીમાચિહ્નરૂપ ઘટનાઓનું વિહંગાવલોકન રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે વર્ષને સફળ બનાવવા બદલ તમામ સભ્યો અને હિતધારકોને તેમના સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

માનનીય શ્રી કાલીદાસ કે. પારેખ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને અન્ય એજન્ડાના મુદ્દાઓ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મંત્રી શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે વર્તમાન પદાધિકારીઓ વધુ એક મુદત માટે ચાલું રહેશે. શ્રી પંકજભાઈ કે. નાયી વર્ષ ૨૦૨૫-૨૬ માટે શ્રી સોસ્તર જુથ નાયી સમાજના પ્રમુખ તરીકે ચાલુ રહેશે.

પરંતુ ગત વર્ષના ઉપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પારેખ ઘણા સમયથી વિદેશ હોવાથી તેમના સ્થાને નવા ઉપ પ્રમુખમાં શ્રી ધર્મેન્દ્રભાઈ સી. નાયીની વરણી કરવામાં આવી છે. અને શ્રી અરવિંદભાઈ એસ. વૈદ્ય તત્કાલીન પૂર્વ ઉપ પ્રમુખ તરીકે ચાલું રહેશે. સાથે સાથે પૂર્વ મંત્રી શ્રી શરદભાઈ જે. શર્મા, સહમંત્રી શ્રી અશોકભાઈ જે. નાયી, સહમંત્રી ભરતભાઈ નાયી, ઓડિટર શ્રી અશોકભાઈ બી. શર્મા, મેનેજર શ્રી હર્ષદભાઈ જી. નાયી અને પૂર્વ કાર્યકારી સમિતિના ચૂંટાયેલા સભ્યોના નામ પણ બેઠક દરમિયાન ઔપચારિક રીતે જાહેર કરવામાં આવ્યા હતા.

આ સાથે મેનેજિંગ ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોની યાદી પણ યથાવત રાખવામાં આવી હતી.
- શ્રી પંકજભાઈ કે. નાયી
- શ્રી ગોવિંદભાઈ જી. નાયી
- શ્રી શરદભાઈ જે. શર્મા
- શ્રી રમણભાઈ પી. શર્મા
- શ્રી કાલીદાસ કે. પારેખ
- શ્રી ડાહ્યાભાઈ વી. લીંબાચીયા
- શ્રી અરવિંદભાઈ એસ. દમણી
- શ્રી નરેશભાઈ ડી.નાયી
- શ્રી દિનેશભાઈ જે. નાયી
- શ્રી અશોકભાઈ બી. શર્મા
- શ્રી કેતનકુમાર એન. નાયી
આ સમારોહની મંચસ્થ સભામાં પ્રમુખ તરીકે શ્રી મણિભાઈ શર્મા અને શ્રી રાજુભાઈ પારેખની દેખરેખ નીચે યોજવામાં આવી હતી.
શ્રી સોસ્તર જુથ નાયી સમાજની વાર્ષિક સામાન્ય સભામાં શ્રી મણિભાઈ શર્મા અને શ્રી રાજુભાઈ પારેખની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ સાથે સમાજના વિવિધ હોદ્દાઓ ઉપર રહી ચૂકેલા અને હાલમાં કાર્યરત હોદ્દેદારો શ્રી પંકજભાઈ કે. નાયી, કાલીદાસ કે. પારેખ, શ્રી ડાહ્યાભાઈ વી. લીંબાચીયા, શ્રી રમણભાઈ શર્મા, શ્રી અરવિંદભાઈ દમણી, શ્રી ગોવિંદભાઈ જી.નાયી, શ્રી રમેશભાઈ વૈદ્ય, શ્રી શરદભાઈ જે. શર્મા વગેરેએ પોતાના સંબોધનમાં સમાજમાં કરેલા ભૂતકાળના અવિસ્મરણીય વારસા પર પ્રકાશ પાડયો હતો. અને આગળના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
મંત્રી શ્રી શરદભાઈ શર્મા દ્વારા માળખાકીય સુધારાઓ, જાહેર સંબંધો તથા અન્ય વહીવટી સંસ્થાઓ સાથેના જોડાણમાં પ્રમુખના વ્યૂહાત્મક વિઝનની પ્રશંસા કરી હતી.
તેમણે ખાસ કરીને ગત વર્ષોની સફળતાને બિરદાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ભવિષ્ય તરફ જોતાં, તેમણે શ્રી સોસ્તર જુથ નાયી સમાજના પ્રભાવને વિસ્તૃત કરવાની મહત્વાકાંક્ષી લક્ષ્યો નિર્ધારિત કરવાની અને એજ્યુકેશન તથા સ્ટાર્ટઅપ્સ માટે સમર્થન મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આવનારા વર્ષ માટેના મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ સમાજ અને ધાર્મિક કાર્યક્રમો સાથે પર્યાવરણીય નિયમો સંબંધિત મુદ્દાઓનો સમાવેશ વિશે ભાર મૂકવામાં આવ્યો હતો.
પ્રમુખ શ્રી પંકજભાઈ નાયી અને મંત્રી શ્રી શરદભાઈ શર્માએ ભૂતકાળના પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો અને મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો, તેમની મૂલ્યવાન ઉપસ્થિતિ અને શ્રી સોસ્તર જુથ નાયી સમાજને સતત સહયોગ બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે પાછલા વર્ષ દરમિયાન સમાજ સમક્ષ વિવિધ નીતિગત બાબતો રજૂ કરવા માટે કરવામાં આવેલા સહયોગી પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. જેમાંથી ધણી બાબતોના અનુકૂળ નિરાકરણ આવ્યા હતા. તેમણે શ્રી સોસ્તર જુથ નાયી સમાજની માળખાકીય સુવિધાઓને પુનર્જીવિત કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જેવા કે સમૂહલગ્નો, ખોટા ખર્ચાઓ ઉપર કાપ મૂકવો, દેખાદેખીમાં ના જોડાવવું વગેરે.
વર્ષોનો ભવ્ય વારસો ધરાવતી આ સંસ્થા છે, અને ભવિષ્ય માટે સંસ્થાના પરિવર્તનમાં ટેકનોલોજીની નિર્ણાયક ભૂમિકાને રેખાંકિત કરવા અને તેમણે પાછલા વર્ષના મુખ્ય સીમાચિહ્નો પણ રજૂ કર્યા હતા.
આ સાથે અવિરત સમર્થન અને યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને સમાપન કર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #trending #shrisostarjuthnayisamaj #annualgeneralmeeting #nayisamaj #limbachdham #limbachmatatemple #societymeeting #vijapur #sanghpur #gandhinagar #ahmedabad
