આઈસીએઆઈએ ટીડીએસના રેટની વિવિધ સેકશનો સરળ બનાવવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે
નીતા લીંબાચીયા, અમદાવાદ:
07 જુલાઈ 2025:
ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) સમગ્ર દેશનો કોઈપણ જાતિ કે ધર્મનો બાળક ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરવા માંગતો હોય અને પારિવારિક આર્થિક સંકળામણ કે કોઈપણ અન્ય કારણોસર સીએનો અભ્યાસ કરવા સક્ષમ ન હોય તેવા વિદ્યાર્થીઓ જો આઈસીએઆઈની કોઈપણ બ્રાન્ચને જાણ કરશે તો આઈસીએઆઈની ટીમ જરૂરી તપાસ કરી તેવા બાળકોને ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરવામાં શક્ય તમામ મદદ પુરી પાડશે તેમ આઈસીએઆઈનાં ડબલ્યુઆઈઆરસીના ચેરમેન સીએ કેતન સૈયાએ આજે તેમની અમદાવાદ બ્રાન્ચની મુલાકાતમાં જણાવ્યું હતું.

સીએ કેતન સૈયાએ જણાવ્યું હતું કે, આઈસીએઆઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે સીએનો અભ્યાસ
વધારે સરળ બની રહે તે માટે ઘણા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી આ વર્ષે
જરૂરિયાતમંદ બાળકોને સીએના અભ્યાસ કરવા મદદરૂપ થવા માટે રૂ. 400 કરોડનું ફંડ ઉભું
કરવાની જોગવાઇ કરવામાં આવી છે, જે અગાઉ રૂ. 100 કરોડ હતું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસનાં
વ્યવસાયમાં કારર્કિદી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ઘરઆંગણે તક મળી શકે તે માટે દેશનાં
વિવિધ જિલ્લાઓમાં કેરિયર કાઉન્સેલીંગ કાર્યક્રમો દ્વારા આઈસીએઆઈ જાગૃતતા ફેલાવશે

.આઈસીએઆઈનાં ડબલ્યુઆઈઆરસીના ચેરમેન સીએ કેતન સૈયાએ વધુમાં જણાવ્યું હતું કે
ઈન્કમટેક્ષની વિવિધ કેટેગરીમા કપાતા ટીડીએસના રેટની વિવિધ સેકશનોને સરળ બનાવી
અને તેમાં ઘટાડો કરી સામાન્ય લોકોને ઓછી તકલીફોનો સામનો કરવો પડે તે માટે સરકાર
સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલનાં સંજોગોમાં ઇન્કમટેક્ષના જુદા-
જુદા સ્લેબમાં ૨૫ સેકશનો દ્વારા ટીડીએસ કાપવામાં આવે છે, જેમાં અસરકારક ઘટાડો કરવા
માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
આઈસીએઆઈ દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વૈશ્વિક આર્થિક વેપારના સંદર્ભમાં પોતાની
ઓફિસ ખોલવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10-11 જુલાઈના રોજ સમગ્ર દેશના
100થી વધુ ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભવિષ્યના સુંદર આયોજન માટે
ગાંધીનગર ગિફ્ટસિટીની મુલાકાત કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુલાકાતથી
ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુજરાતના અકલ્પનીય ઔદ્યોગિક વિકાસને
જોઈ શકશે તેમ સીએ કેતન સૈયાએ જણાવ્યું હતું.
આઈસીએઆઈ દ્વારા એઆઈની દેશવ્યાપી સઘન જાગૃતતા ઝુંબેશ આરંભવામાં આવી છે,
આઈસીએઆઈની દેશવ્યાપી બ્રાન્ચો દ્વારા એઆઇના સર્ટિફિકેટ કોર્ષ પણ ચલાવવામાં આવે છે.
વર્ષ 2025-26ના કાર્યકાળ દરમિયાન આઈસીએઆઈની ડબલ્યુઆઈઆરસી દ્વારા હાથ ધરવામાં
આવેલા વિવિધ કાર્યક્રમોની જાણકારી પણ આઈસીએઆઈનાં ડબલ્યુઆઈઆરસીના ચેરમેન
સીએ કેતન સૈયાએ આપી હતી.
આ કાર્યક્રમોમાં સાયબર ફ્રોડ અંગે ગૃહિણીઓને જાગૃત કરવી,
એમએસએમઈ હેઠળ વેપાર કરતાં નાના ઉદ્યોગકારોને શક્ય તમામ મદદ કરવી, સ્ટાર્ટઅપ સાથે
સંકળાયેલા વ્યવસાયિકોને માટે સેમિનાર અને ઇન્વેસ્ટરપરિસંવાદ યોજવા, જાહેર જનતા અને
નાના ઉદ્યોગકારો માટે વિવિધ એકાઉન્ટલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવું. સ્કૂલોમાં ગર્લ્સ સ્ટુડન્ટ
માટે ગુડ ટચ અને બેડ ટચની જાણકારી આપતા ભૈરવી કાર્યક્રમ વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચના ચેરમેન સીએ નીરવ અગ્રવાલે અમદાવાદ
બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલા વિવિધ કાર્યક્રમો અંગેની માહિતી આપી હતી.
આજે યોજાયેલા કાર્યક્રમમાં આઈસીએઆઈનાં ડબલ્યુઆઈઆરસીના ચેરમેન સીએ કેતન સૈયા,
વાઈસ ચેરમેન ચેરમેન સીએ પીયુષ ચાંડક, સેક્રેટરી સીએ જીનલ સાવલા, ટ્રેઝરર સીએ(ડો)
ફેનિલ શાહ, મેમ્બર સીએ બીશન શાહ, અમદાવાદ બ્રાન્ચના ચેરમેન સીએ નીરવ અગ્રવાલ,
સેક્રેટરી સીએ સમીર ચૌધરી, વિકાસા ચેરમેન સીએ શિખા અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #ca #icai #theinstituteofcharteredaccountantsofindia #icaiwillhelpneedychildren #ahmedabad
