નીતા લીંબાચીયા, અમદાવાદ:
03 જુલાઈ 2025:
GCCI બિઝનેસ વુમન કમિટીએ ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ, વેસ્ટર્ન રિજન (FIEO) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ વુમન એન્ટરપ્રેન્યોરશિપ સાથે સંયુક્ત રીતે તારીખ 2 જુલાઈ, 2025 ના રોજ “મહિલા સંચાલિત વ્યવસાયો માટે નિકાસ કેવી રીતે શરૂ કરવી?” તે વિષય પર એક અવેરનેસ સત્રનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમના યજમાન FIEO-ITC Shetrades India Hub હતા.

આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ટ્રાયલિયન્સ ગ્લોબલ સોલ્યુશન્સના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી મનીષા ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બોલતા BWC ચેરપર્સન પ્રાચી પટવારીએ મુખ્ય વક્તા શ્રીમતી મનીષા ઠાકરનું સ્વાગત કર્યું હતું. તેમણે આ જાગૃતિ સત્રમાં જોડાવા બદલ FIEO અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ વુમન એન્ટરપ્રેન્યોરશિપનો પણ આભાર માન્યો હતો. તેઓએ પ્રધાનમંત્રીશ્રીના “મેક ઇન ઇન્ડિયા” ઇનિશિએટિવ અને “વિકસિત ભારત” વિઝનને સાકાર કરવામાં નિકાસ કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તે બાબતે વાત કરી હતી. તેઓએ નિકાસલક્ષી એકમો માટે સરકાર દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ પ્રોત્સાહનો વિશે પણ વાત કરી હતી.

સહભાગીઓનું સ્વાગત કરતા ગુજરાત – WR, FIEO ના વડા, શ્રી જયપ્રકાશ ગોયલે ભારતના અર્થતંત્રમાં નિકાસના નોંધપાત્ર યોગદાન વિશે ઉલ્લેખ કર્યો હતો. તેઓએ ટિપ્પણી કરી હતી કે લૈંગિક અસમાનતાને દૂર કરવી જોઈએ અને મહિલા ઉદ્યોગસાહસિકો નિકાસમાં વધુ યોગદાન આપવા તૈયાર થવું જોઈએ.

શ્રીમતી મનીષા ઠાકરે તેઓના સંબોધનમાં આપણા વિવિધ ઉદ્યોગોના રેકોર્ડબ્રેક નિકાસલક્ષી યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નિકાસક્ષેત્રે મહિલા ઉદ્યોગસાહસિકોના મહત્તમ યોગદાનનો સમય આવી ગયો છે. તેઓએ નિકાસક્ષેત્રે નાની પરંતુ સ્માર્ટ શરૂઆત કરવા પર ભાર મૂક્યો હતો. તેઓએ એક્સપોર્ટ બિઝનેસની શરૂઆત ઓછા ભંડોળથી કરવા માટે ઈ-કોમર્સના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે નિકાસ ભારતના ઝડપથી વિકસતા અર્થતંત્રની કરોડરજ્જુ છે અને સરકાર દ્વારા આપવામાં આવતા પ્રોત્સાહન વિશે પણ વાત કરી હતી. તેઓએ નિકાસલક્ષી વ્યવસાયમાં ઉપલબ્ધ અનેકવિધ તકોનો ઉલ્લેખ કર્યો હતો તેમજ ભારત સમગ્ર વિશ્વમાં 17મોં સૌથી મોટો નિકાસકાર દેશ છે તે બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ નિકાસલક્ષી વ્યવસાય શરૂ કરવા માટે સુંદર માર્ગદર્શન આપ્યું હતો.
“શી એન્ડ વી” ના સ્થાપક અને ડિરેક્ટર શ્રીમતી કૃતિ પટેલ દ્વારા આભારવિધિ બાદ સત્રનું સમાપન થયું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #gcci #businesswomencommittee #awarenesssession #womenledbusinesses #federationofindianexportorganizations #westernregion #fieo #instituteofwomenentrepreneurshiporganized #awarenesssession #howtostartexports #ahmedabad
