નીતા લીંબાચીયા, અમદાવાદ:
03 જુલાઈ 2025:
અમદાવાદની અગ્રગણ્ય ઝાયડસ હૉસ્પિટલે આરોગ્યક્ષેત્રમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ગુજરાતમાં પ્રખ્યાત અને મોટું નામ ધરાવતી ઝાયડસે 3 વર્ષમાં 250થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે, જે સમગ્ર ગુજરાત અને દેશ માટે આશા અને વિશ્વાસના નવા એકમો સ્થાપિત કરે છે.

હાલની લાઈફ સ્ટાઇલમાં લીવરના રોગો મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ તેને લગતી બીમારીઓ વધી રહી છે. કારણો ઘણા બધા છે. તો તેની સામે ઝાયડસ હૉસ્પિટલ લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હેઠળ, લીવરને લગતાં રોગો સામે મજબૂતાઈથી દર્દીઓની લીવર હેલ્થનું ધ્યાન રાખી રહી છે.
ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પાયોનિયર ડૉ. આનંદ ખખ્ખરની આગેવાની હેઠળની નિષ્ણાત ટીમના ડૉ. યશ પટેલ, ડૉ. મયુર પટેલ, ક્રિટિકલ કેર ટીમના ડૉ. હિમાંશુ શર્મા તેમજ સિનિયર એનેસ્થેટિસ્ટ અને લીડ ડૉ. મીતા અગ્રવાલા, ડૉ. પરાગસિંહ ગોહિલ તથા તેમની ટીમના સંયુક્ત પ્રયત્નોએ પિડિયાટ્રિક દર્દીથી લઈને 70 થી પણ વધુ વય ધરાવતાં તેમજ ABO ઈન્ક્મપેટિબલ બ્લડ ગ્રુપથી લઈને HIV પોઝિટિવ દર્દી સુધીના અલગ અલગ મેડિકલ હિસ્ટરી અને અઢળક મુશ્કેલી ધરાવતાં અનેક દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન આપ્યું છે. તેની સાથે 1 વર્ષથી પણ ઓછા સમયગાળામાં એકસાથે લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટનાં (SLKT) અનેક સફળ કેસનો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.

જેમાં હાલનાં કેસમાં 40 વર્ષનાં રાજસ્થાનનાં ગ્રેડ 3 એન્સેફાલોપથી અને હાયપોટેન્શનની ગંભીર સમસ્યાઓથી પીડાતા દર્દીના આખા શરીરમાં સેપ્ટિક ફેલાઈ ગયું હતું. લીવર ફેઈલની સાથે સાથે તેનાં સ્નાયુઓ નબળા પડી ગયા હતા. શ્વાસ લેવામાં પણ પારાવાર તકલીફો સાથે આવેલા આ દર્દીને આવી કંડીશનમાં પહેલાં તો સ્ટેબલ કરવાં પડે એમ હતા. આમના કેસમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનો સફળતાનો દર ઘણો નીચો હતો. સ્ટેબલ કરવાના પ્રયાસો વચ્ચે વારંવાર સેપ્સિસનું ઇન્ફેકશન થયા જ કરતું હતું. જો 3 થી 5 દિવસમાં સર્જરી ના થઇ તો તેના આગામી 1 મહિનામાં તેનાં બચવાનાં ચાન્સ માત્ર 5% જ હતાં. પરંતુ ઝાયડસની ટીમના અથાગ પ્રયત્નોએ તેની સ્થિતિ સર્જરી કરવા યોગ્ય બનાવી અને તેમની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સારી રીતે પાર પાડી.
બીજા કેસમાં તો દર્દીનાં પરિવારમાં તે, તેમની માતા અને ભાઈ એમ 3 જ જણા હતા. આર્થિક નબળાઈ અને તેમાં પણ અત્યંત નાજુક હાલત સાથે આવ્યાં ત્યારે તેમનાં પેટમાં પાણી ભરાયેલું અને વજન ઉતરી ગયું હતું. ભાઈ સાથે લીવર મેચ થતાં તેઓ તેમનાં દાતા બન્યા. આવા સંજોગોમાં દર્દીની માતા માટે તો બેવડી ચિંતા જેવી સ્થિતિ સર્જાઈ હતી. પણ ઝાયડસનાં ડૉક્ટર્સના કાઉન્સેલિંગને પરિણામે તેમની ચિંતા દૂર થઇ. ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું અને દર્દીને સર્જરીનાં 2 અઠવાડિયાની અંદર રજા આપવામાં આવી.
હેલ્થકેરમાં અગ્રણી, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ અને HPB સર્જન ડૉ. આનંદ ખખ્ખર આ સંદર્ભમાં કહે છે કે, “લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ દ્વારા, અમે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અન્ય ભાગો તેમજ વિદેશમાં પણ દર્દીઓનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યાં છીએ. જેને પરિણામે ઝાયડસમાં આટલાં ઓછાં સમયમાં મોટા પ્રમાણમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં અને ભારતમાં દર્દીઓને વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે આટલી પ્રખર કક્ષાની સર્જરીનો લાભ મળી રહે છે; જે ભારતના અન્ય અગ્રણી સેન્ટરને સમકક્ષ છે.”
ઝાયડસ હૉસ્પિટલના લીવર ટ્રાન્સપ્લાન્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, ડૉ. હિમાંશુ શર્મા જણાવે છે કે “અમારા ઘણા ટ્રાન્સપ્લાન્ટમાં ગંભીર રીતે બીમાર દર્દીઓનો સમાવેશ થાય છે, જેમની સારવાર અહીંના વિશેષ લીવર ICU દ્વારા શક્ય બની છે. આવા જટિલ કેસોમાં સફળતાનો ઉંચો દર ટ્રાન્સપ્લાન્ટ પહેલા અને પછીના તબક્કામાં કેન્દ્રિત ક્રિટિકલ કેરની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરે છે.”
સિનિયર એનેસ્થેટિસ્ટ અને લીડ ડૉ. મીતા અગ્રવાલાના કહેવા અનુસાર “લીવર ફેલ્યરવાળા દર્દીની પરિસ્થિતિ અત્યંત ગંભીર હોય છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ જેવી લાંબી સર્જરી દરમિયાન દર્દીનાં અન્ય તમામ અવયવો શ્રેષ્ઠ રીતે કાર્યરત રહે તે માટે એનેસ્થેટિસ્ટની ભૂમિકા નિર્ણાયક હોય છે. અહીં હિમોડાયનેમિક, મેટાબોલિક અને કોગ્યુલેશન પરિમાણોનું સંચાલન કરવા માટે સંકલિત અભિગમની જરૂર પડે છે.”
નિષ્ણાંત ડૉક્ટર્સની સાથે ઝાયડસના વૈશ્વિક સ્તરનાં ડેડીકેટેડ લીવર ICU, ખાસ ઓપરેશન થિયેટર, નર્સિંગ સ્ટાફ અને ઓપરેશન પછી સતત મોનિટરિંગની સુવિધા જ તેમને અન્ય હૉસ્પિટલથી અલગ તારવે છે. જેને કારણે અહીં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના વિભિન્ન રાજ્યો ઉપરાંત વિદેશમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે.
ઝાયડસ હૉસ્પિટલનું મિશન છે કે એવા દર્દીઓ સુધી પહોંચવું, જેમણે લીવર રોગના કારણે આશા ગુમાવી દીધી હોય. 250થી વધુ કેસના આંકડાઓ સાબિત કરે છે કે યોગ્ય સારવાર અને યોગ્ય માર્ગદર્શન દ્વારા સ્વસ્થ જીવન ફરીથી શક્ય છે.
આ સિદ્ધિ માત્ર ઝાયડસ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે એક મોટો પડકાર જીતવા જેવી છે. સમાજમાં અંગદાન અને લીવર ટ્રાન્સપ્લાન્ટ વિશે પણ લોકજાગૃતિ લાવવી અતિઆવશ્યક છે અને આવી સફળતાઓથી એ કામ સંભવ બને છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #zydushospital #livertransplants #healthcare #zydus #liver #ahmedabad
