અમદાવાદ: 19 જૂન 2025:
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પેઇંગ ગેસ્ટ સર્વિસની સીસ્ટમ અને તેના કારણે આડોશ પાડોશમાં તેમ જ સ્થાનિક લોકોમાં સર્જાતા તણાવ-ઘર્ષણ સહિતના પાસાઓ ધ્યાને લઇ હાઇકોર્ટે આ હુકમ કર્યો હતો. જસ્ટિસ મોના એમ.ભટ્ટે રાજયભરમાં પેઇંગ ગેસ્ટ અને હોમ સ્ટેની પોલિસી બાબતે બહોળો પ્રચાર કરવા પણ રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિલપ કોર્પોરેશન સહિતના સત્તાવાળાઓને મહત્ત્વનો હુકમ કર્યો હતો કે જેથી સામાન્ય જનતાને આ મુદ્દા વિશે વધુ ખ્યાલ આવી શકે.

અમદાવાદ શહેરમાં ફલેટમાં ચાલતા પીજી સીલ કરવામાં આવતાં સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો, જેની સુનાવણીમાં હાઇકોકોર્ટે આ હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, રહેણાંકની જગ્યાઓ ઉપર આ પ્રકારે પીજીની સર્વિસ ચલાવવાની મંજૂરી આપી શકાય નહી.
ઉલ્લેખનીય છે કે, રાજયના મોટા શહેરોમાં બહારગામથી અભ્યાસ કે નોકરી અર્થે આવતાં વિદ્યાર્થીઓ તેમ જ અન્ય લોકોને ઓછા ખર્ચે રહેવા અને જમવા સહિતની પેઇંગ ગેસ્ટ સુવિધાઓ હાલ સ્વભાવિકપણે પ્રચલિત છે. આ પ્રકારની પીજી સુવિધા રહેણાંક એપોર્ટમેન્ટ, ફલેટ કે બંગલોની સ્કીમમાં ચલાવવામાં આવતા હોય છે, જેના કારણે ઘણીવાર ન્યુસન્સના બનાવો પણ બનતા હોય છે અને તેના કારણે આડોશ પાડોશના લોકોને તણાવ-ઘર્ષણની પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. ઘણીવાર તો મામલો છેક પોલીસ સ્ટેશનો સુધી પહોંચતો હોય છે.

હાઇકોર્ટ સમક્ષ આવેલા આ કેસમાં શહેરના શિવરંજની ક્રોસ રોડ નજીક સ્કાયલાર્ક એપાર્ટમેન્ટમાં બે રહેણાંક ફલેટ અરજદારે પીજી તરીકે ભાડે આપ્યા હતા, જેમાં આઠ લોકોને રહેવાની સુવિધા ફાળવાઇ હતી. જો કે, સોસાયટી મેનેજમેન્ટે તેનો વાંધો ઉઠાવ્યો હતો અને મિલ્કત ખાલી કરાવવા બાબતે નોટિસ પણ જારી કરી હતી. બાદમાં ગેરકાયદે પીજીને લઇ પોલીસમાં ફરિયાદ-અરજી પણ કરવામાં આવી હતી.
જો કે, પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી નહી થતાં સોસાયટી તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં અમ્યુકો સત્તાધીશોએ મકાનમાલિક અને ભાડુઆત(પીજીમાં રહેતા લોકોને) બંનેને નોટિસ જારી કરી જવાબ માંગ્યો હતો.
મકાનમાલિક તરફથી બચાવ રજૂ કરાયો હતો કે, તેમણે રાજય સરકાર દ્વારા ૨૦૨૦માં રજૂ કરાયેલી નીતિ અન્વયે હોમ સ્ટે તરીકે મિલ્કત ભાડે આપી છે. એપાર્ટમેન્ટનો પ્રવેશ સોસાયટીના સામાન્ય પ્રવેશ દ્વારથી અલગ છે અને તેનાથી કોઇને તકલીફ નથી, હકીકતમાં, તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. જો કે, અમ્યુકોએ તા.૧૧-૬-૨૦૨૫ના રોજ અમ્યુકોએ બંને ફલેટ સીલ કરી દીધા હતા.
જેને પગલે અરજદાર મકાનમાલિક તરફથી હાઇકોર્ટમાં રિટ અરજી કરવામાં આવતાં હાઇકોર્ટે ફલેટના સીલ ખોલવા અને ફલેટના ઉપયોગ કરવાની મજૂરી આપતો હુકમ કર્યો હતો.
દરમ્યાન આ કેસમાં અમ્યુકો તરફથી જવાબ રજૂ કરી જણાવાયું હતું કે, અરજદારને હોમ સ્ટે તરીકે પરવાનગી અપાઇ નથી, તેમની આ અંગેની અરજી પણ કોર્પોરેશને ફગાવી દીધી છે, જેથી તેઓ હોમ સ્ટેની શ્રેણીમાં આવતાં નથી. હોમ સ્ટે નીતિ મુજબ, ઘરમાલિકો ત્યાં રહે અને મહેમાનો ટૂંકા ગાળા માટે રહે તે ફરજિયાત છે. આ કિસ્સામાં મકાનમાલિક અન્યત્ર રહે છે. રહેણાંકની જગ્યાનો ઉપયોગ વાસ્તવમાં પીજી હોસ્ટલે તરીકે થઇ રહ્યો છે જે મંજૂરી વિના ગેરકાયદે કહી શકાય અને તેથી તે ચલાવવાની પરવાનગી આપી શકાય નહી. બીજીબાજુ, અરજદારના વકીલે કોર્પોરેશનના સોગંદનામા સામે રિજોઇન્ડર ફાઇલ કરવા એક સપ્તાહનો સમય માંગતા હાઇકોર્ટે વધુ એક અઠવાડિયા માટે ફલેટના સીલ ખાલતો અને તેના ઉપયોગની મંજૂરી આપતો હુકમ લંબાવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં પીજીમાં રહેતા લોકોને અન્યત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા પણ હાઇકોર્ટે તાકીદ કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #gujaratHighcourt #residential #payingguest #pg #payingguestservice #justicemonabhatte #homestay #ahmedabadmunicipalcorporation #pg_in_apartmentflatOrbungalo #ahmedabad
