પથિક લીંબાચિયા, અમદાવાદ:
10 એપ્રિલ 2025:
રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા સ્કાયલાઈન પ્રીમિયર લીગ (SBL) 4.0 નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે રોટરી ક્લબના સભ્યો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ઘાટન સમારોહ બાદ રોટરી ક્લબના સભ્યો વચ્ચે રમાયેલી આકર્ષક ક્રિકેટ મેચોએ ઉપસ્થિત સૌ કોઈને રોમાંચિત કરી દીધા હતા. ખેલાડીઓએ ઉત્સાહ અને ખેલદિલીનું ઉત્તમ પ્રદર્શન કર્યું, જેણે સૌને મંત્રમુગ્ધ કરી દીધા.

આ ઇવેન્ટ વિષે જણાવતા રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન ના પ્રેસિડેન્ટ સૌરભ ખંડેલવાલ એ જણાવ્યું હતું કે આ સીઝન ની વિશેષતા એ છે કે અમે આ વખતે કિડ્સ લીગ પણ ઉમેરી છે જેમાં 8 થી 14 વર્ષના બાળકો ભાગ લઇ રહ્યા છે. આ વખતની લીગ નો ઉદેશ્ય ઘરમાં રહેલી વપરાયા વગરની ચીજ વસ્તુઓ જેવી કે કપડાં, ફૂટવેર, બેગ, અને અન્ય ઘર વપરાશની વસ્તુઓ એકત્રિત કરીને ગરીબોમાં વહેંચીને સમાજ માં ઉદાહરણ આપીશું. આ સીઝનમાં કુલ 22 ટીમો ભાગ લઇ રહી છે જેમાં 12 મેન્સ ટીમ, 4 વિમેન્સ ટીમ , 3 સિનિયર્સ ટીમ અને 3 કિડ્સ ટીમ. વિવિધ કેટેગરીમાં વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવશે.
એસબીએલ 4.0 માત્ર એક ક્રિકેટ ટુર્નામેન્ટ નથી, પરંતુ તે રોટરી પરિવારની એકતા, ભાઈચારો અને સમર્પણની ભાવનાને ઉજાગર કરે છે. આ પ્રકારના આયોજનો ક્લબના સભ્યોને એકબીજા સાથે જોડાવાની અને સામાજિક સંબંધોને વધુ મજબૂત કરવાની તક પૂરી પાડે છે. આજના કાર્યક્રમમાં જોવા મળેલ ઉમંગ અને સહભાગિતા રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈનના સકારાત્મક અભિગમ અને સમુદાય પ્રત્યેની નિષ્ઠાને દર્શાવે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #rotaryclubofahmedabadskyline #skylinepremierleague #sbl #cricketmatch #ahmedabad
