નીતા લીંબાચિયા, અમદાવાદ:
01 મે 2025:
ગુજરાતના ૬૫માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે, એએમએ દ્રારા “અમદાવાદ ઇન 1960s: ધ ગોલ્ડન એરા ઓફ ટેક્સટાઇલ મિલ્સ એન્ડ પાસ્ટ સેન્ચુરીઝ મેમોરિઝ ઓફ અમદાવાદ” શીર્ષક હેઠળ એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ડૉ. ધીમંત પુરોહિત (એડિટર ઇન ચીફ, ન્યૂઝવ્યૂઝ) દ્રારા ક્યુરેટ કરાયેલું આ પ્રદર્શન જાહેરમાં સૌપ્રથમ વખતે યોજવામાં આવ્યું છે અને ૩૦મી એપ્રિલથી ૪ થી મે, ૨૦૨૫ સુધી દરરોજ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

એએમએના માનદ સચિવ શ્રી મોહલ સારાભાઈએ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે “આ પ્રદર્શન શહેરની પ્રતિષ્ઠિત કાપડ મિલોના જીવંત ઇતિહાસ અને ગત સદીની યાદગાર સ્મૃતિઓને રજૂ કરે છે. આ પ્રદર્શન અમદાવાદના ઔદ્યોગિક અને સાંસ્કૃતિક ભૂતકાળના એક મહત્વપૂર્ણ યુગમાં એક નોસ્ટાલ્જિક ડૂબકી લગાવવાની તક આપે છે.”
ડૉ. ધીમંત પુરોહિતે જણાવ્યું હતું કે આ પ્રદર્શન અમદાવાદ શહેર અને તેના લોકોની ભાવના અને સ્થિતિસ્થાપકતાને એક શ્રધ્ધાંજલિ છે; અને એ સમયની યાદોને જીવંત કરવાનો હેતુ ધરાવે છે જ્યારે ટેક્સટાઇલ મિલો આપણા શહેરનું હૃદય અને આત્મા હતી, જેણે તેની અર્થવ્યવસ્થા, સંસ્કૃતિ અને સામાજિક માળખાને આકાર આપ્યો હતો.
આ પ્રદર્શનમાં જોડાવા માટે આપને ભાવભર્યું આમંત્રણ છે. વધુ વિગતો માટે, કૃપા કરીને એએમએને ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર કૉલ કરો અથવા એએમએની વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org
તારીખ: ૩૦મી એપ્રિલથી ૪થી મે, ૨૦૨૫
સમય: સાંજે ૪:૦૦થી ૭:૦૦ વાગ્યા સુધી
પ્રવેશ: નિ:શુલ્ક અને બધા માટે
સ્થળ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #ahmedabadin1960s: #thegoldeneraoftextilemills #pastcenturiememoriesofahmedabad #exhibition #gandhinagar #ahmedabad
