@ દરરોજ ૧૦૦૦ થી ૧૫૦૦ વૈષ્ણવો મંડાણનો લાભ લેશે
@ શ્રીગોપીનાથજી ૨૫૦ વર્ષ મહામહોત્સવ અંતર્ગત વાક્પતિ જ્યોતિ રસોત્સવ
@ દિ. ૨૪-૦૪-૨૦૨૫, ગુરુવાર થી દિ. ૦૨-૦૫-૨૦૨૫, શુક્રવાર સુધી આયોજ
નીતા લીંબાચિયા, અમદાવાદ:
23 એપ્રિલ 2025:
પૂ.પા. ગોસ્વામી શ્રીરણછોડલાલજી (શ્રીઆભરણાચાર્યજી)ની અધ્યક્ષતામાં આચાર્ય શ્રીગોપીનાથજી ૨૫૦ વર્ષ મહામહોત્સવ અંતર્ગત વાક્પતિ જ્યોતિ રસોત્સવ દિ. ૨૪-૦૪-૨૦૨૫, ગુરુવાર થી દિ. ૦૨-૦૫-૨૦૨૫, શુક્રવાર દરમ્યાન સુઆયોજિત કરવામાં આવશે. મહોત્સવના શુભારંભમાં શ્રીમહાપ્રભુજીના પ્રાકટ્યોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા આયોજિત કરવામાં આવનાર છે. આ રસોત્સવમાં શ્રી કર્દમઋષિ શાસ્ત્રીજી દ્વારા શ્રીમદ્ ભાગવત વેણુગીત કથાની પ્રસ્તુતિ પણ કરવામાં આવશે. આ સમસ્ત મહોત્સવમાં શ્રીમદ્ભભગવત્પ્રીત્યર્થે વેણુગીત કથા, ભવ્યાતિભવ્ય મનોરથ, કુન્દકલાર્પણ, સમૂહ માલાપહેરામણી, નિત્ય રાત્રિ મહાપ્રસાદ, કીર્તનસમાજ તથા સાથોસાથ રાસગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમદરરોજ ૧૦૦૦ થી ૧૫૦૦ વૈષ્ણવો મંડાણનો લાભ લેશે.

રસોત્સવના ભાગરૂપે કુંદકલાર્પણમાં નિત નવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં શાસ્ત્રીય સંગીત, દક્ષિણી શાસ્ત્રીય ગાયન, શાસ્ત્રીય કુચિપુડી નૃત્ય, સ્પેનિશ ગિટાર શાસ્ત્રીય વાદન, ખ્યાલ ગાયન જેવા અનેક મનોહર આનંદત્સોવનો સમાવેશ થાય છે. ગોપીનાથજી દાદાના નામથી અનેક સન્માનો પણ અર્પણ કરવામાં આવશે, ગોપીનાથજી કલા અર્પણ,

આચાર્ય શ્રીગોપીનાથજી દ્વારા પ્રકટિત અલૌકિક દીપકજી ૨૦૦થી પણ વધુ વર્ષોથી વૈષ્ણવોની આસ્થાનું કેન્દ્ર છે. ગોસ્વામી હવેલીનું આ સ્થાન શ્રીગોપીનાથજી મહારાજની તપોભૂમિ છે. અમદાવાદ કે ગુજરાત માત્ર નહીં પરંતુ સમગ્ર ભારતવર્ષ અને દુનિયાભરમાંથી વૈષ્ણવો અહીં દર્શનાર્થે આવે છે. પ્રવર્તમાન્ શ્રીગોપીનાથાચાર્ય જ્યોતિષ્પીઠસ્થ પૂ.પા.ગોસ્વામી શ્રીરણછોડલાલજી (શ્રીઆભરણાચાર્યજી)ની અધ્યક્ષતામાં આચાર્ય શ્રીગોપીનાથજીના પ્રાકટ્યના ૨૫૦મા વર્ષને ગત વર્ષે ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો જે સર્વ વિદિત છે. આ વર્ષે પણ ૨૫૧મા વર્ષમાં પ્રવેશને ભારે હર્ષોલ્લાસ અને ધામધૂમ પૂર્વક ઉજવવાનો ઉન્માદ અને આયોજન છે. આ સાથે ભાવિભક્તોના રસાર્થે અન્ય વિવિધ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું સમયાંતરે આયોજન પણ કરવામાં આવશે.
તદુપ્રાંત પૂ.પા. ગોસ્વામી શ્રીરણછોડલાલજી (શ્રીઆભરણાચાર્યજી)એ મીડયાને સંબોધી કહ્યુ કે, “ગોસ્વામી હવેલી કે જે ગોપીનાથજી જ્યોતિ પીઠ કે પ્રથમગૃહનિધિ નટવરલાલજી નું મંદિર તરીકે તો જાણીતું જ છે પરંતુ હવે આ એક પ્રાચીન સાંસ્કૃતિક વિરાસત નું કેન્દ્ર પણ બન્યું છે. હજુ પણ સવિશેષ ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક આયોજનો થકી વલ્લભાચાર્યજી નાં સિદ્ધાંતો નો પ્રસાર થાય તેવી લાગણી છે.”
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #pujayapadagoswamishriranchodlalji #shriabharnacharyajiacharya #shrigopinathji #mahamhotsav #vakpatijyotirasotsav #vaishnav #shrimadvallabhacharyaji #shrimahaprabhuji #ahmedabad
