નીતા લીંબાચિયા, અમદાવાદ:
23 એપ્રિલ 2025:
બહુપ્રતિભાશાળી કલાકાર નિધિ શાહ દ્વારા અમદાવાદમાં પ્રથમ સોલો એક્ઝિબિશન ‘હનુમાનજી એન્ડ માયા’ યોજવામાં આવ્યું છે, જ્યાં આધ્યાત્મિકતા સાથે કલાત્મકતાનો ગહન અનુભવ જોવા મળશે. અમદાવાદની ગુફા ખાતે તારીખ 22થી 27 એપ્રિલ 2025 દરમિયાન પ્રદર્શન આયોજિત છે. જેમાં ભારતીય પૌરાણિક કથાઓને સમકાલીન દૃષ્ટિકોણ સાથે રજૂ કરતા શિલ્પો અને ચિત્રોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

આધુનિક સૌંદર્ય શાસ્ત્ર સાથે શાસ્ત્રીય પ્રતિમાઓનું મિશ્રણ દર્શાવતુ નિધિ શાહનું કાર્ય પ્રાચીન મંદિરની કોતરણી, પૌરાણિક વાર્તાઓ અને માયાના દાર્શનિક ખ્યાલમાંથી પ્રેરણા લે છે, જે માનવ અનુભવને જોડે છે. પ્રદર્શનમાં હનુમાનજી વીથ રિંગ, રામ સેતુ, એક્વા ક્રિએચર વિરુદ્ધ હનુમાનજી અને થ્રોન ઓફ ટેઈલ, સહિતની આકર્ષક કલાકૃતિ રજૂ કરવામાં આવી છે. દરેક કલાકૃતિ મુલાકાતીઓને પ્રાચીન, કાલાતીત વાર્તાઓને જોવા માટે આમંત્રિત કરે છે.

મુંબઈની સર જેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ આર્ટમાંથી સ્નાતક નિધિ શાહ ભારતીય દંતકથાઓની આધ્યાત્મિક અને પ્રતીકાત્મક સમૃદ્ધિ તરફ આકર્ષાયા છે. સંયુક્ત પરિવારમાં તેમનું બાળપણ અને પર્વતો અને મંદિરોના વારંવાર પ્રવાસે તેમની કલાત્મક શૈલીને ઊંડો આકાર આપ્યો છે.
પોતાના પ્રથમ સોલો શો વિશે જણાવતા નિધિ શાહે કહે છે કે, “આ કલેક્શન દ્વારા, મેં વિસરાઇ ગયેલી વાર્તાઓને પાછી જીવંત કરવો પ્રયાસ કર્યો છે જેણે એક સમયે આપણી સાંસ્કૃતિક માન્યતાઓને આકાર આપ્યો હતો. મેં તેમને ભારતીય સાથે આધુનિક ટચ આપ્યો છે. ‘હનુમાનજી એન્ડ માયા’ પૌરાણિક કથાઓ અંગે તો છે જ, આ સાથે આપણે આપણા જીવનમાં વસ્તુઓને કેવી રીતે ઝકડી રાખીએ છીએ તે વિશે પણ છે. હું ઇચ્છું છું કે દરેક કલાકૃતિ અરીસાની જેમ કાર્ય કરે, દર્શકોને તેમના મૂળને પ્રતિબિંબિત કરવા, યાદ રાખવા અને ફરીથી જોડવા માટે પ્રોત્સાહિત કરે. ”8 પ્રદર્શને પ્રેક્ષકોને જૂના આકર્ષણ અને આધુનિક વાર્તાના અનોખા મિશ્રણથી મોહિત કર્યા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #nidhishah #soloexhibition #hanumanji #maya_mythology #modernity #bajrangbali #pavanputra #art #ahmedabad
