નીતા લીંબાચિયા, અમદાવાદ:
07 એપ્રિલ 2025:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) તેઓના અત્યંત અપેક્ષિત તેવા વાર્ષિક ટ્રેડ એક્સ્પો – “GATE 2025″ ની જાહેરાત કરતાં ખુબ જ આનંદ અનુભવે છે. પ્રસ્તુત એક્સ્પો “GATE 2025″ નું આયોજન આગામી તારીખ 10મી એપ્રિલ થી 12 મી એપ્રિલ 2025 દરમિયાન સવારે 9:00 વાગ્યાથી વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી, અમદાવાદ ખાતે થઈ રહેલ છે.

GATE 2025 તે માનનીય પ્રધાનમંત્રીશ્રી ની “વિઝન 2047” સાથે સંરેખિત કાર્યક્રમ છે.
GATE 2025 નું થીમ છે: “Gujarat’s Vision – Global Ambitions” તેમજ આ સમગ્ર એક્સ્પો આપણા માનનીય વડાપ્રધાનશ્રીની “વિઝન 2047” સાથે સંરેખિત છે જે આગામી વર્ષ 2047 સુધીમાં આપણા દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ પ્રતિબદ્ધ છે. “GATE 2025” પ્રધાનમંત્રીશ્રીની આ વિઝનને પ્રસ્તુત કરશે તેમજ આ વિઝનને પરિપૂર્ણ કરવા માટે આપણા વ્યાપાર ઉદ્યોગ માં ઇનોવેશન, સસ્ટેનેબિલિટી તેમજ આર્થિક વિકાસ કેવી રીતે મહત્વના છે તે બાબત પર ભાર મૂકશે.

“GATE 2025” નો ઉદ્દેશ્ય આપણા ઉદ્યોગોને ગ્રાઉન્ડ બ્રેકિંગ સોલ્યુશન્સ દર્શાવવા, સહયોગને પ્રોત્સાહન આપવા અને “વિકસિત ભારત” ની આપણી સંયુક્ત વિઝનને પરિપૂર્ણ કરવા માટે ગુજરાતની ઉદ્યોગસાહસિક ભાવનાને પ્રદર્શિત કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે.
માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ ની વર્ચુઅલ ઉપસ્થિતિ
આપણા માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ GATE 2025 ના ઉદ્ઘાટન પ્રસંગે વર્ચુઅલ માધ્યમ થકી ઉપસ્થિત રહી તેઓનું સંબોધન કરશે.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન
“ગેટ 2025”નું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુરુવાર, 10મી એપ્રિલ, 2025ના રોજ સવારે 10.00 કલાકે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી બળવંતસિંહજી રાજપૂત, માનનીય કેબિનેટ મંત્રી, ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, ગુજરાત રાજ્ય, શ્રી હર્ષભાઈ સંઘવી, માનનીય રાજ્ય મંત્રી, ગૃહ અને પોલીસ આવાસ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગુજરાત રાજ્ય, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય રાજ્ય મંત્રી, સહકાર, સોલ્ટ ઇન્ડસ્ટ્રી, તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ગુજરાત રાજ્ય, શ્રી પંકજભાઈ પટેલ, ચેરમેન, ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ અને શ્રી જીનલ મહેતા, મેનેજિંગ ડિરેક્ટર, ટોરેન્ટ ગ્રુપ ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે.
GATE 2025 દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ સત્રો
વિવિધ મહત્વપૂર્ણ સત્રો GATE 2025 ને સાચા અર્થમાં એક હેતુપૂર્ણ કાર્યક્રમ બનાવશે.
આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન નીચેના મુખ્ય સત્રોનું આયોજન કરવામાં આવેલ છે.
૧. સસ્ટેઈનબિલીટી અને નવીનીકરણીય ઉર્જા પર પેનલ ચર્ચા
૨. આગામી પેઢીના ઉદ્યોગસાહસિકો સાથે પેનલ ચર્ચા: વિકસિત ભારત ૨૦૪૭ થીમ સાથે.
૩. MSME માટે બ્રાન્ડિંગ, વૃદ્ધિ અને સ્કેલિંગ વ્યૂહરચના પર પેનલ ચર્ચા: ₹૧૦૦૦ કરોડનો માર્ગ: MSME વૃદ્ધિ અને વિસ્તરણ માટેની વ્યૂહરચના
૪. સફળ ડિજિટલ પરિવર્તન માટેની રેસીપી પર પેનલ ચર્ચા
ભારતીય અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા શ્રીમતી દિયા મિર્ઝા સાથે ફાયરસાઇડ ચેટ
બીજા દિવસની શરૂઆત ભારતીય અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા શ્રીમતી દિયા મિર્ઝા દ્વારા “સસ્ટેનેબિલિટી: પ્લેનેટ ઓવર પ્રોફિટ: વ્હાય ક્લાઇમેટ લીડરશીપ બિગીન્સ ઇન ધ બોર્ડરૂમ” વિષય પર ફાયરસાઇડ ચેટ સાથે થશે.
“વિઝન 2047: IT પર્સ્પેક્ટિવ” વિષય પર કી-નોટ સંબોધન.
GATE 2025 ના બીજા દિવસે “વિઝન 2047: IT પર્સ્પેક્ટિવ” વિષય પર પણ એક કી-નોટ સંબોધન નું આયોજન કરવામાં આવેલ છે જેમાં IT ક્ષેત્રના અગ્રગણ્ય વ્યક્તિઓ “વિઝન 2047” પરિપૂર્ણ કરવા બાબત ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મહત્વ વિશે વાત કરશે.
બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી સાથે ફાયર સાઇડ ચેટ.
“ગેટ 2025”નો છેલ્લો દિવસ પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી સાથે ફાયર સાઇડ ચેટ સાથે વધુ જીવંત બનશે.
વેલેડિકટરી સત્ર
ગેટ 2025 વેલેડિક્ટરી સત્ર સાથે સમાપ્ત થશે જેમાં વેપાર અને ઉદ્યોગના અગ્રણી વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે.
એક વ્યાપક ટ્રેડિંગ પ્લેટફોર્મ
GATE 2025માં 300 થી વધુ પ્રદર્શકો તેઓના અનેકવિધ ઉત્પાદનો પ્રસ્તુત કરશે તેમજ વિવિધ ઉદ્યોગો અને ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરશે અને સાથે સાથે 15,000 B2B મુલાકાતીઓ GATE 2025 માં ભાગ લેશે
તેવી અપેક્ષા છે. આ ઇવેન્ટ પાંચ મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે જે ગુજરાતની આર્થિક પ્રગતિને આગળ ધપાવે છે:
• રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ટેક: ટકાઉ ઊર્જા સંગ્રહ અને પર્યાવરણીય ટેકનોલોજીની સાથે સૌર, પવન અને હાઇડ્રોજન સોલ્યુશનને હાઇલાઇટ કરે છે.
• ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI અને IT: AI, IoT, સ્માર્ટ સિટી ટેક્નોલોજી અને ક્લાઉડ કમ્પ્યુટિંગ માં પ્રગતિ દર્શાવે છે.
• ઓર્ગેનિક ફૂડ એન્ડ ફૂડ ટેક: ઓર્ગેનિક ફાર્મિંગ, ફૂડ પ્રોસેસિંગ અને AI-સંચાલિત કૃષિ માં નવીનતાઓને પ્રોત્સાહન આપવું.
• ઇકો-ફ્રેન્ડલી અને ટકાઉ વિકલ્પો: ગ્રીન બિલ્ડિંગ મટીરીયલ, ટકાઉ કાપડ, રિસાયક્લિંગ અને જળ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું.
• MSMEs, સ્ટાર્ટઅપ્સ અને મહિલા સાહસિકો: નવીન સ્ટાર્ટઅપ્સ, નાના વ્યવસાયો અને મહિલાઓની આગેવાની હેઠળના સાહસો માટે એક સમર્પિત પ્લેટફોર્મ.
GATE 2025 માં જાહેર જનતા માટે ઉપલબ્ધ છે.
GATE 2025 માં ભાગ લેવા જાહેર જનતાને અમારું ભાવભીનું આમંત્રણ છે. GATE 2025 માં ભાગ લેવા કોઈ પ્રવેશ ફી રાખેલ નથી. પરંતુ સૌ મુલાકાતીઓ તેઓનું “ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશન” કરાવી શકે તેવું આયોજન કાર્યક્રમના સ્થળ પર જ કરવામાં આવેલ છે.
શા માટે GATE 2025 એ હાજરી આપવી આવશ્યક ઇવેન્ટ છે
GATE 2025 પ્રદર્શકો, મુલાકાતીઓ તેમજ પ્રાયોજકોને અપ્રતિમ તકો પૂરી પાડે છે.
પ્રદર્શકો માટે: જે તે ક્ષેત્રમાં નિર્ણય લઇ શકે તેવા શ્રોતાઓ, રોકાણકારો તેમજ વ્યવસાયિક નેતૃત્વ સમક્ષ આપના ઉત્પાદન પ્રસ્તુત કરવાની સુંદર તક.
મુલાકાતીઓ માટે: અદ્યતન સોલ્યુશન વિશે માહિતી પ્રાપ્ત કરો, ઉદ્યોગ નિષ્ણાતો ને મળો અને સંભવિત વ્યવસાય તકોને પારખો.
પ્રાયોજકો માટે: આપની બ્રાન્ડની વિઝિબિલિટી વધારવા અને જે તે ક્ષત્રમાં આપણું નેતૃત્વ પ્રસ્થાપિત કરવા માટે GCCI ના આ પ્લેટફોર્મનો લાભ લો.
વધુ વિગતો માટે અથવા આ કાર્યક્રમમાં ભાગીદાર થવા માટે આપ અમારી વેબસાઈટ www.gccigate.com ની મુલાકાત લઇ શકો છો અથવા +91 99747 44229 અથવા [email protected] પર અમારો સંપર્ક સાધી શકો છો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #gcci #gate2025 #primeministervision2047 #gcciannualtradeexpo #pmnarendrmodi #homeministeramitbhaishah #cmbhupendrabhaipatel #ahmedabad
