ગુજરાતના માનનીય મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 25 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદમાં આ અત્યાધુનિક સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું

અમદાવાદ, 21 માર્ચ, 2025 – સ્ટેમ સેલ રિસર્ચ અને રિજનરેટિવ મેડિસિનના ક્ષેત્રમાં કાર્યરત સંસ્થા ગુજરાત સ્થિત સેલ સ્ટારે (Celleste Stemcell Therapy and Research) ગુજરાતમાં એક ક્રાંતિકારી અને નેક્સ્ટ-જનરેશન વેલનેસ અને રિજુવેનેશન થેરાપી – Hyperbaric Oxygen Therapy (HBOT) શરૂ કરી છે. આ થેરાપી શરૂ કરનાર ગુજરાતનું પ્રથમ કેન્દ્ર હશે જે વેલનેસ સેગમેન્ટ માટે સમર્પિત છે, જેને વિશ્વભરમાં રમતવીરો અને સેલિબ્રિટીઓ દ્વારા સ્વીકારવામાં આવે છે. શરીરના કોષોને પુનર્જીવિત અને કાયાકલ્પ કરવાની સાથે, આ થેરાપીએ એન્ટી-એજિંગમાં, રોગપ્રતિકારક શક્તિ વધારવા, તણાવ ઘટાડવા, એન્ટી-ઇન્ફ્લેમેટરી, બ્રેઇન પીટીએસડી સહિત અન્ય ક્ષેત્રોમાં ઉત્તમ પરિણામો દર્શાવ્યા છે.

Hyperbaric Oxygen Therapy (HBOT) 21 માર્ચ 2025ના રોજ મુખ્ય મહેમાન તરીકે દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા અને વિરાટ કોહલીના કોચ શ્રી રાજકુમાર શર્મા અને અતિથિ વિશેષ એવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ નેતા શ્રી ભાસ્કર ભટ્ટની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી.
રિજનરેટિવ મેડિસિન એક સમયે અસાધ્ય ગણાતા હતા તેવા રોગો માટે આશા આપે છે. સ્ટેમ સેલ થેરાપી સહિત રિજનરેટિવ મેડિસિનમાં ગુજરાતમાં અગ્રણી ડો. દિવ્યાંગ પટેલ દ્વારા સ્થાપિત, સેલ સ્ટાર ક્રોનિક અને ડિજનરેટિવ પરિસ્થિતિઓ માટે સ્ટેમ સેલ થેરાપીમાં નિષ્ણાંત છે. અત્યાધુનિક, પર્સનલાઇઝ્ડ કેર માટેના વિઝન સાથે, ડો. પટેલે આ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સૌથી વધુ સંખ્યામાં ઓર્થોપેડિક દર્દીઓની સારવાર કરી છે.
25 ડિસેમ્બર 2024ના રોજ, ગુજરાતના માનનીય મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં કંપનીના અત્યાધુનિક સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી જગદીશ વિશ્વકર્મા (ગુજરાતના માનનીય કુટિર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ પ્રધાન), શ્રી પ્રદીપસિંહ જાડેજા (ગુજરાતના માનનીય, ભૂતપૂર્વ કાયદા અને ન્યાય પ્રધાન) અને શ્રી ભાસ્કર ભટ્ટ, ભૂતપૂર્વ નેતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપસ્થિત રહ્યા હતા.
સેલ સ્ટારના સ્થાપક ડો. દિવ્યાંગ પટેલે આ લોન્ચિંગ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, “સેલ સ્ટાર ખાતે, અમે કરુણાપૂર્ણ સંભાળને અદ્યતન સંશોધન અને નવીનતા સાથે જોડવા માટે સમર્પિત છીએ, જે અદ્યતન સેલ થેરાપી દ્વારા જીવન બદલી નાખનારી શક્યતાઓ પ્રદાન કરે છે જે ઓછી પીડાદાયક અને સૌથી અસરકારક છે. આ પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, અમે Hyperbaric Oxygen Therapy (HBOT) રજૂ કરી છે, જે એક પ્રગતિશીલ સારવાર છે જે શરીરની કુદરતી ઉપચાર પ્રક્રિયાઓને વધારે છે.
HBOT ન કેવળ શરીરના કોષોને પુનર્જીવિત કરે છે અને તેની કાયાપલટ કરે છે, પરંતુ એન્ટી-એજિંગ, રોગપ્રતિકારક શક્તિ વધારવા, તાણ ઘટાડવા અને બળતરા નિયંત્રણમાં પણ નોંધપાત્ર ફાયદા પૂરા પાડે છે. વધુમાં, તેણે મગજના સ્વાસ્થ્યને ટેકો આપવા માટે આશાસ્પદ પરિણામો દર્શાવ્યા છે, જેમાં પીટીએસડી રિકવરી અને કોગ્નિટિવ ફંક્શનમાં સુધારણાનો સમાવેશ થાય છે. અમારી સર્વિસીઝનું આ વિસ્તરણ એકંદર સુખાકારી અને જીવનની ગુણવત્તામાં સુધારો કરતા પરિવર્તનશીલ, વિજ્ઞાન-સમર્થિત ઉપચાર પ્રદાન કરવાના અમારા વર્તમાન મિશનને દર્શાવે છે.”
સેલ સ્ટાર સ્ટેમ સેલ થેરાપીનો પાયો નાંખે છે તથા સ્વ-ઉપચારને પ્રોત્સાહન આપવા માટે અદ્યતન વિજ્ઞાન અને વ્યક્તિગત સંભાળનું મિશ્રણ કરે છે. આ સેન્ટર સૌથી અદ્યતન સ્ટેમ સેલ લેબ્સથી સજ્જ છે જેમાં અનુભવી તબીબી અને વૈજ્ઞાનિક ટીમો દર્દીઓના જીવનની ગુણવત્તા સુધારવા માટે રિજનરેટિવ ટ્રીટમેન્ટ્સમાં નિષ્ણાંત છે. સેલ સ્ટારની રિજનરેટિવ મેડિસિન ન્યૂનતમ ડાઉનટાઇમ સાથે નોન-ઇન્વેઝિવ, ઓછા જોખમવાળી સારવાર પ્રદાન કરે છે, મૂળ કારણોને લક્ષ્ય બનાવે છે અને એક સમયે અસાધ્ય ગણાતી પરિસ્થિતિઓ માટે નવી આશા પૂરી પાડે છે. સેલ સ્ટાર કેન્સર સ્ટેમ સેલ થેરાપી (હાલની થેરાપીની સહાયક), એન્ટી-એજિંગ અને કોસ્મેટિક વેલનેસ, વંધ્યત્વ માટે ઉપચાર, ક્રોનિક ડિજનરેટિવ સ્થિતિઓ અને આંતરિક અવયવો માટે રિજનરેટિવ થેરાપી, ઓર્થોપેડિક સ્થિતિઓ, ન્યુરોલોજીકલ સમસ્યાઓ, ઓટોઇમ્યૂન અને ઇન્ફ્લેમેટરી રોગો સહિત અન્ય સર્વિસીઝ પૂરી પાડવામાં નિપુણતા ધરાવે છે.
Hyperbaric Oxygen Therapy
Hyperbaric oxygen therapy (HBOT)માં 30થી 60 મિનિટના સમયગાળા દરમિયાન એક ખાસ ચેમ્બરમાં શ્વાસમાં શુદ્ધ ઓક્સિજન લેવાનો સમાવેશ થાય છે. તેનો ઉપયોગ સુખાકારી માટે અને શરીરની કુદરતી ઉપચાર પ્રક્રિયાઓને ટેકો આપવા માટે વધુને વધુ થઈ રહ્યો છે, જે ઘા રૂઝાવવા, બળતરા અને એકંદર સુખાકારી જેવી પરિસ્થિતિઓમાં સંભવિત સુધારો કરે છે.
HBOT ઓક્સિજન શોષણને વધારે છે, ઉપચારને પ્રોત્સાહન આપે છે, બળતરા ઘટાડે છે અને રોગપ્રતિકારક તથા કોગ્નિટિવ ફંક્શનને ટેકો આપે છે. Mild HBOT (mHBOT) પ્રેશરાઇઝ્ડ ચેમ્બરમાં નોન-ઇન્વેઝિવ, આરામદાયક સુખાકારી ઉપચાર પ્રદાન કરે છે. HBOT ને વિશ્વભરમાં રમતવીરો અને સેલિબ્રિટીઓ દ્વારા સ્વીકારવામાં આવે છે.
#bharatmirror #bharatmirror21 #news #gujaratinews #worldnews #HBOT #mHBOT
