વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની બીજી આવૃત્તિનું માર્ચ 22, 2025 ના રોજ આયોજન
દેશભરમાં એકમાત્ર અને અનોખો વિધાનસભા કક્ષાએ યોજાતો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ
• કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગ વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં યોજાશે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0
• વિજય શેખર શર્મા અને અમન ગુપ્તાની હાજરીમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0 બન્યો યુવાનોમાં આકર્ષણનું કેન્દ્
પથિક લીંબાચિયા, અમદાવાદ:
21 માર્ચ 2025:
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ “વિકસિત ભારત” ના સ્વપ્નને સાકાર કરવા માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાન દ્વારા યુવાનોની શક્તિ પર ભરોસો દર્શાવ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ ગાંધીનગર લોકસભા આજે ગુજરાતના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમનું કેન્દ્ર બની ગયું છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ના માર્ગદર્શન હેઠળ રાજ્યની સ્ટાર્ટઅપ પોલિસી ગુજરાતની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિત ઠાકર દ્વારા ગ્રાસરૂટ સ્તરના યુવાનોને સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં આગળ વધવાની તક આપવા અને ભારતની પ્રગતિમાં તેમનું યોગદાન સુનિશ્ચિત કરવા માટે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની પહેલ કરવામાં આવી હતી. પ્રથમ સંસ્કરણની ભવ્ય સફળતા પછી, 22 માર્ચ 2025 ના રોજ તેની બીજી આવૃત્તિનું આયોજન થશે.
આ કાર્યક્રમ રાજપથ ક્લબની બાજુમાં આવેલા જેડ બેન્ક્વેટ ખાતે યોજાશે, જેમાં કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહેશે.
VSF 2.0 એ ભારતીય ઉદ્યોગસાહસિક ક્ષેત્રમાં ક્રાંતિ લાવનારા નીતિ-નિર્માતાઓ, ઉદ્યોગ આગેવાનો અને સ્ટાર્ટઅપ લીડર્સ માટે એક અનન્ય મંચ બની rahyu chhe આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, boAt ના સહ-સ્થાપક અને CMO શ્રી અમન ગુપ્તા અને Paytm ના સ્થાપક અને CEO શ્રી વિજય શેખર શર્મા ઉપસ્થિત રહેશે.
આ ફેસ્ટિવલમાં 1,000+ સ્ટાર્ટઅપ્સમાંથી 4,500+ ભાગ લેનારાઓ ભાગ લેશે. 250 ઉચિત સ્ટાર્ટઅપ્સનું સન્માન કરવામાં આવશે,

વેજલપુર વિધાનસભાનો નંબર 42 હોવાથી, તેને અનુલક્ષીને 42 સ્ટાર્ટઅપને વિનામુલ્યે સ્ટોલ અપાશે જેથી તેઓ તેમના પ્રોડક્ટનું પ્રદર્શન કરી શકે. આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ દરમ્યાન લાઈવ પીચ અને લાઈવ ફંડિંગ એ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. 50થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો આ સ્ટાર્ટઅપને માર્ગદર્શન આપશે અને આ કાર્યક્રમના માધ્યમથી લગભગ નવા હજારો બિઝનેસ આઈડિયાનું સર્જન અને ઓળખ થવાનું અપેક્ષિત છે.
ધારાસભ્ય શ્રી અમિત ઠાકર જણાવે છે કે, “વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એ નવા વિચારો અને નવીનતા માટેનું એક મહત્વપૂર્ણ મંચ છે. અમે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા અને ઉદ્યોગસાહસિકતાને આગળ ધપાવવા માટે આ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છીએ. ગુજરાત પહેલેથી જ નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનું કેન્દ્ર છે, અને આ ફેસ્ટિવલ રાજ્ય અને દેશના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે. અને વેજલપુર વિધાનસભા જોબ ગીવર્સ નું કેન્દ્ર બની રહેશે
આ ફેસ્ટિવલમાં સ્ટાર્ટઅપ્સ માટે રોકાણકારો સાથે સીધો સંપર્ક, સ્ટાર્ટઅપ પિચિંગ, ઉદ્યોગ નિષ્ણાંતોનું માર્ગદર્શન, મુખ્ય માર્ગદર્શક સેશન્સ, ફાયરસાઈડ ચેટ્સ અને સ્ટાર્ટઅપ એક્સ્પો જેવી વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ યોજાશે. ઉપરાંત, વેજલપુર એન્જલ & મેન્ટર નેટવર્ક દ્વારા સ્ટાર્ટઅપ્સ માટે વિકાસની અનમોલ તક ઉપલબ્ધ થશે.
વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0, 22 માર્ચ, સવારે 9:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધી, અમદાવાદમાં જેડ બેન્ક્વેટ ખાતે યોજાશે. જો તમે આ સ્ટાર્ટઅપ ક્રાંતિનો હિસ્સો બનવા ઈચ્છતા હો, તો www.vejalpurstartupfestival.com પર નોંધણી કરો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #vejalpurstartupfestival #mla #pmmodi #mantri #amitthakar #amitshah #pm_narendrabhaimodi #developedIndia #startupIndiaabhiyaan #youthpower
unionhomeministeramitshah #loksabha #startupecosystem #
