- વર્ગ-4ના કર્મચારીએ સામેલ થવા માટે આકાશે વર્ગ 4થી લઈને રજીસ્ટ્રાર સુધી ભાઈબાપા કર્યાં
- ખરાબ બોલીંગના વિડિયો વાઇરલ થતાં આકાશને સ્પોર્ટ્સ ઓફિસર કોને બનાવ્યો હોવાની ચર્ચા
પથિક લીંબાચિયા, અમદાવાદ:
21 માર્ચ 2025:
જીટીયુ સ્પોર્ટ્સ ફેસ્ટ 2025નું આયોજન કરાયું છે. જે અંતર્ગત વિવિધ વિભાગ અને સ્ટાફ વચ્ચે ક્રિકેટ મેચ પણ રમાશે. જો કે મેચ શરૂ થાય તે પહેલાં જ જીટીયુના સ્પોર્ટ્સ ઓફિસર આકાશ ગોહિલની ગીલ્લી પરીક્ષા વિભાગના વર્ગ-4ના એક કર્મચારીએ ઉડાડી દીધી હોય તેવો ઘાટ સર્જાયો છે. પરીક્ષા વિભાગના વર્ગ-૪ના કર્મચારી મુકેશ ઠાકોરે એક ટીમ બનાવી હતી, જેમાં તેઓ કેપ્ટન છે. બોલર અને બેસ્ટમેનથી મજબૂત ગણાતી મુકેશ ઠાકોરની ટીમ જીતની પ્રબળ દાવેદાર જોવા મળે છે. આ ટીમમાં પોતાની પસંદગી કરવા માટે આકાશે મુકેશ ઠાકોરને કહ્યું હતું. પરંતુ ગત વર્ષે યોજાયેલ મેચમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન આકાશે કર્યું હોવાથી તેની પસંદગી કરવા માટે વર્ગ 4ના કર્મચારીઓ સહિત સમગ્ર ટીમે ના પાડી દીધી હતી. આકાશ ગોહિલ યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ ઓફિસર છે પરંતુ રમત ગમતમાં આવડત જ ન હોય તેવું સ્પષ્ટ જોવાં મળે છે. જેથી વર્ગ 4ના કર્મચારીઓ એક ખેલાડી તરીકે પણ આકાશને પસંદ કરતાં નથી તેવા કિસ્સામાં યુનિવર્સિટીના સત્તાધીશોએ આકાશને સ્પોર્ટ્સ ઓફિસર બનાવીને પોતાની બુદ્ધિનું દેવાળું ફુંકી માર્યું છે.
પ્રજાના પૈસે પિક્ચરનું આયોજન કરી યુનિવર્સિટીના ખર્ચે ફોટા પડાવવાના શોખીન એવો આકાશ સસ્તી પ્રસિદ્ધિ મળેવવા તેમજ મુકેશ ઠાકોરની મજબૂત ટીમમાં પોતાનું નામ લખવા મુકેશને દબાણ કર્યું હતું. અગાઉના વર્ષોમાં કરાર આધારિત આકાશ ગોહિલ મુકેશ ઠાકોરની ટીમમાંથી રમ્યા હતા. જેમાં ઓવરથ્રો, નો બોલ અને વાઈડ બોલ નાખીને વધારાના રન આપી દઈને નબળો દેખાવ કરતાં આકાશને ટીમમાં સામેલ ન કરવાનું આયોજન કર્યું હતું. તેમ છતાં સત્તાનો દૂરઉપયોગ કરી ધાકધમકી આપી પોતાનું નામ લખવા મુકેશ ઠાકોરને જણાવેલ. પરંતુ ટીમને વફાદાર મુકેશ ઠાકોરે ધરાર ના પાડી દીધી હતી. વર્ગ 4ના કર્મચારીઓ દ્વારા પણ પસંદગી ન કરાતાં સમગ્ર યુનિવર્સિટીમાં આકાશ ગોહિલની આબરુના લીરેલીરા ઉડ્યા હતાં. ટીમે પણ ઇન્ચાર્જ પરીક્ષા નિયામકને જાણ કરી રજીસ્ટ્રારની સહી લેવા માટે અનુમતિ માંગી હતી . આ વાત આકાશને ધ્યાને આવતાં ઇન્ચાર્જ પરીક્ષા નીયામક પાસે કરગરીને પોતાનું નામ જબરજસ્તી લખાવવા મુકેશ ઠાકોરને દબાણ કર્યું હતું. અધિકારીની વિનંતીને ધ્યાનમાં રાખીને છેવટે મુકેશ ઠાકોરે આકાશને ટીમમાં સામેલ કર્યો હતો.

વર્ગ-૪ના કર્મચારીઓ દ્વારા પણ આવી સસ્તી પ્રસિદ્ધિ ભૂખ્યા અને યુનિવર્સિટીના પૈસે તાગડધિના કરતાં આકાશ ગોહિલને ગણકારવતા નથી. થોડા સમય પહેલા જીટીયુમાં કોચની વિવાદિત જગ્યા ઉપર પોતાનું નામકરણ કરીને આકાશ શેખી મારતો હતો કે આ જગ્યા મારી છે અને હું મારી જગ્યા ભરાવીને જ રહીશ. રજીસ્ટ્રાર કાનજી પણ આ બાબતને સમર્થન આપતાં હોય તેમ ફરીથી કોચની જગ્યા બહાર પાડી છે. હવે જોવાનું એ રહ્યું કે વર્ગ-4ના કર્મચારીઓ દ્વારા જેને રિજેક્ટ કરવામાં આવ્યો છે, તેવા સ્પોર્ટ ઓફિસરને યુનિવર્સિટી કોચની ઉપલબ્ધિ આપે છે કે નહીં.
યુનિવર્સિટી વર્તુળમાં પણ આકાશની ખરાબ બોલીંગના વિડિયો વાઇરલ થયા છે. જેની દરેક કર્મચારીઓ મજા લઇ રહ્યાં છે. આમ કેવી રીતે રમશે ગુજરાત એ પણ પ્રશ્નો થઈ રહ્યાં છે. મજબૂત ટીમમાં પોતાનું નામ નોંધાવવા માટે વર્ગ 4થી લઈને રજીસ્ટ્રાર કાનજી સુધી ભાઈબાપા ખુદ સ્પોર્ટ્સ ઓફિસરને કરવા પડ્યાં હોવાથી તેની સ્પોર્ટ્સની ડિગ્રી પણ સાચી છે કે નહીં તેવી ચર્ચાને વેગ મળ્યો છે. જેને વર્ગ-૪ના કર્મચારીઓ ક્રિકેટ ટીમમાં પસંદ નથી કરતાં તેને નોકરી પર કોને રાખ્યો એ પણ પ્રશ્ન ઉદ્ભવ્યો છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #gtusportsfestgtusportsfest 2025 #cricketmatch #gtu #gilliexamdepartmentclass4 #ahmedabad
