23મી વાર્ષિક TTEC વેલનેસ વોક – 2025
3,681 પાર્ટિસિપન્ટ્સે આ ઉમદા હેતુ માટે નોંધણી કરાવી અને સામાજિક ઉત્થાન માટે કાર્યરત ૩
લાભાર્થી NGO માટે રૂ. 100.30 લાખ (1.15 લાખ ડોલર) એકત્ર કર્યા.
નીતા લીંબાચિયા, અમદાવાદ:
11 માર્ચ 2025:
એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે આજે 23મી વાર્ષિક TTEC વેલનેસ વોક યોજાઈ હતી. અમદાવાદ શહેરના આ બહુપ્રતિક્ષિત કાર્યક્રમમાં 3,681 ઉત્સાહી પાર્ટીસિપન્ટસે ભાગ લીધો હતો. લોકો અને કંપનીઓને એક સાથે આવવા માટે એક પારદર્શક પ્લેટફોર્મ પૂરું પાડતી ચેરિટી વોક આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપતી હતી અને ૩ અલગ અલગ NGO માટે ભંડોળ એકત્ર કર્યું હતું. આ ચેરિટી વોકમાં ભારતના વિવિધ શહેરોમાંથી અને વિશ્વના અલગ અલગ દેશોના લોકોએ પણ ભાગ લીધો હતો.

૪ કિમી વોક / ૭.૫ કિમી દોડ આજે સવારે ૭ વાગ્યે શરૂ કરવામાં આવી હતી.
23મી વાર્ષિક વેલનેસ વોકના લાભાર્થી NGO:
- ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV/AIDS (GSNP+): વર્ષ 2003 થી ગુજરાત, મધ્યપ્રદેશ અને
રાજસ્થાનમાં HIV/AIDSથી પ્રભાવિત વ્યક્તિઓ અને પરિવારોને સમર્થન, જ્ઞાન વહેંચણી અને સમુદાય-મજબૂતીકરણ
કાર્યક્રમો દ્વારા ટેકો આપવા માટે કાર્ય કરે છે. (80G) - પર્યાવરણ મિત્રઃ વર્ષ 2014 થી, આ પહેલ કચરાના વ્યવસ્થાપનમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા માટે વાજબી વેતન,
ગૌરવ અને સન્માન પ્રદાન કરીને કચરો ઉપાડતી મહિલાઓને સશક્ત બનાવી રહી છે. તે તેમના જીવનની ગુણવત્તા
વધારવા માટે આરોગ્યસંભાળ, ખાદ્ય સુરક્ષા અને વ્યાજમુક્ત લોન પણ પ્રદાન કરે છે. (80G) - સમૈત શાળા: વર્ષ 2016 થી, શૈક્ષણિક અંતરને દૂર કરીને અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાને સશક્ત બનાવીને
શાળાઓમાં સમાવિષ્ટ શિક્ષણ વાતાવરણ બનાવવામાં મદદ કરે છે. (80G)

ઉપરોક્ત ત્રણ NGO માટે ભંડોળ એકત્ર કરવા માટે 24 કંપનીઓએ 2025 TTEC વેલનેસ વોકને સમર્થન આપ્યું હતુ.
આ વર્ષે વ્યક્તિગત રજિસ્ટ્રેશન અને સ્પોન્સરશિપ દ્વારા કુલ રૂ. 1.242 લાખ (1,950 હજાર ડોલર) એકત્ર કરવામાં
આવ્યા હતા. TTEC એ રજીસ્ટ્રેશન મેચિંગ અને ડોનેશન તરીકે કુલ રૂ. 60 લાખ (~ 69,000 ડોલર) નું યોગદાન
આપ્યું. બધા સ્પોન્સરશિપ ચેક સીધા NGO ના નામે લખવામાં આવ્યા હતા. 23 વર્ષોમાં, કુલ 104,355 વોકર્સ/રનર્સ
અને 284 કોર્પોરેટ સ્પોન્સર્સે વાર્ષિક TTEC વેલનેસ વોકમાં ભાગ લીધો છે અને 77 NGO માટે 12.42 કરોડ (1.95
મિલિયન ડોલર) એકત્ર કરવામાં મદદ કરી છે.

TTECના ઇન્ડિયા ઓપરેશનના વાઇસ પ્રેસિડેન્ટ બિજુ પિલ્લઈએ જણાવ્યું હતું કે, “TTEC વેલનેસ વોકનું વધુ એક
અદ્ભુત પ્રકરણ પૂર્ણ કરતી વખતે, હું આજે ભેગા થયેલા હજારો લોકો – પરિવારો, કોર્પોરેટ ડોનર, સ્પોન્સરર્સ અને અમારી
TTEC ટીમનો આભાર માનું છું. આ વર્ષે, અમે લગભગ 4,000 નોંધણીકર્તાઓની હાજરી જોઇ અને અમારી 23
વર્ષની સફરમાં પહેલી વખત અમે અર્થપૂર્ણ કાર્યોને ટેકો આપવા માટે રૂ. 1 કરોડ એકત્ર કર્યા છે. આ સીમાચિહ્ન સાથે,
વર્ષોથી અમારા સામૂહિક પ્રયાસો હવે રૂ.12.42 કરોડને સ્પર્શી ગયા છે, જે 77 NGOને સમર્થન આપે છે, સમાજને
મદદ કરવાના સહિયારા મિશનમાં 104,000 થી વધુ વોકર્સ એકસાથે જોડાયા. આ ઇવેન્ટ હંમેશા એક વોક
કરતાં વધુ રહી છે. આજે લેવાયેલ દરેક પગલું આશા, પરિવર્તન અને વિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે કે જ્યારે
આપણે સાથે આવીએ છીએ, ત્યારે આપણે એક સારું ભવિષ્ય બનાવીએ છીએ. આ ઇવેન્ટને વર્ષ-દર-વર્ષ ભવ્ય રીતે સફળ બનાવી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #ttec-wellnesswalk #airbnb #eBay #ttec #wellnesswalk #l.d.collegeofengineering #rasna #shalby #ahmedabad
