• 30થી વધુ કેટેગરીઝમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા
નીતા લીંબાચિયા, અમદાવાદ:
10 માર્ચ 2025:
ફોકસ ઓનલાઇન દ્વારા સતત બીજા વર્ષે ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમારોહ અંતર્ગત પોતાના ક્ષેત્રમાં અગ્રણી એવી બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોને એવોર્ડ એનાયત કરી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ફોકસ ઓનલાઇન દ્વારા ગત વર્ષે વી રાઇઝ અવોર્ડ્સની પરિકલ્પના કરવામાં આવી હતી જેની પ્રથમ આવૃત્તિને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. શહેરના જાણીતા ફોકસ ઑનલાઇન દ્વારા ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ પ્રાચી ગોવિલ, આઇટી સેક્ટર અને કરિયર કાઉન્સિલર માં જાણીતા હેતલ પરીખ અને મોટિવેશનલ કોચ ડૉ. રૂચી પટેલના વિઝન ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ’ની ક્ષિતિજનો વિસ્તાર કરાતા આ વર્ષની આવૃત્તિ ખૂબ જ સફળત્તમ રહી.

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આયોજિત આ સમારંભમાં લોકગાયક અરવિંદ વેગડા, અભિનેત્રી મોરલી પટેલ, અભિનેત્રી સપના વ્યાસ અને અભિનેતા તત્સત મુનશી સહિત વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલ અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી.
આયોજક અને જાણીતા શિક્ષણવિદ પ્રાચી ગોવિલે આ પ્રસંગે જણાવ્યું, “કોઇપણ સફળતા માત્ર એક જીત પુરૂતી સિમિત રહેતી નથી, પરંતુ તે અન્યોને સ્વપ્નને સાકાર કરવા, વધુ શીખવા અને વધુ મેળવા માટે પ્રેરણા પુરી પાડે છે. દરેક વ્યક્તિએ પોતાની સફળતાની ઉજવણી કરવી જોઈએ, કારણકે તેમની સફળતા અન્યોને પ્રેરિત કરે છે. તેથી જ અમે આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોની સફળતાને અહીં આ એવોર્ડ થકી પોંખી રહ્યાં છીએ. ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2025’નો મુખ્ય ઉદ્દેશ એવા બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોને સમ્માનિત કરવાનો છે, જેઓએ ભવિષ્યના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે.”

આયોજક અને આઇટી સેક્ટર અને કરિયર કાઉન્સિલરમાં જાણીતા હેતલ પરીખે ઇવેન્ટ વિશે જણાવ્યું, “આ કોન્ક્લેવ એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં નવીનતાને પ્રોત્સાહન મળે છે. આ ઇવેન્ટ માત્ર એવોર્ડથી સમ્માનિત કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ પ્રતિભાઓને અને વ્યવસાયોને એકસાથે આગળ લાવી એક એવી કાયમી અસર પેદા કરવા વિશેની છે, જેથી બન્નેને સશક્ત બનાવી શકાય.”
ઇવેન્ટના આયોજક અને મોટિવેશનલ કોચ ડૉ. રૂચી પટેલે જણાવ્યું, “આ એવોર્ડ્સ થકી અમારો ઉદ્દેશ કોઈ એકની સફળતાને જાહેર મંચ પુરૂં પાડવા વિશેનો છે. તેમની સફળતાની સંઘર્ષની પરિભાષાને એક નવી ઓળખ આપવાનો, એક નવી તક આપવાનો અને તેમની ઓળખને પાંખો આપવાનો છે. વી રાઇઝ આ દિશામાં અમારો એક મજબૂત પ્રયાસ છે, જેને અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે.”
આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોને જાહેર મંચ પુરૂં પાડવાના ફોકસ ઑનલાઇનના આ પ્રયાસને સ્પોનર્સ દ્વારા મજબૂત સમર્થન મળ્યું. જેમાં સીતા જ્વેલરીના શિતલ શાહ, ઐશ્વર્યા સારીઝના સોનલ ખજાનચી, સોલર સેફરના યોગેશ કાવડ, હરિહર ક્રિસ્ટલના માલિક ધીર પાઠક, સ્વાદ કા સફરના ઓનર વિશાખા દવે, ટ્રૂ સ્ટોરીઝના પ્રીતિ ઠક્કર, આર્ટિસન ક્રિએશન્સના ઓનર કલ્પિતા ઓઝા, બેલાઝ ક્લોસેટના બેલા શાહ, પ્રણવ શાહ ઇન્સ્ટિટ્યૂટના ખુશી શાહ તેમજ પ્રોડક્ટ એન્થુસિઆસ્ટ-યુએસએના શૈલી શાહે સ્પોન્સર્સ તરીકે પોતાનું મહત્વપૂર્ણ સમર્થન આપ્યું હતુ.
બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોને ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2025’થી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, આ ઉપરાંત ફેશન એન્ડ જ્વેલરી, મેન્યૂફેક્ચરિંગ, ફૂડ એન્ડ બેવરેજીસ, હેલ્થ એન્ડ ફિટનેસ, ફેશન આઇકોન ઑફ ધ યર, સ્ટાર્ટ-અપ ઑફ ધ યર, મ્યુઝિક એન્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, યંગ આંત્ર્યપ્રિન્યોર્સ, ટ્રેનિંગ એન્ડ કન્સલ્ટિંગ, એડ્યુકેશન એન્ડ મેન્ટોરિંગ, ટેક્નોલોજી, વુમેન આઇકોન ઑફ ધ યર, સોશિયલ મીડિયા ઇનફ્લ્યુએન્સર સહિતની 30 જેટલી કેટેગરીઝમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #awards #ama #focusonlineweriseawards #businessconclave #ahmedabad
