વર્લ્ડ ચેમ્પિયનએ દુબઈમાં દાંડિયા રમ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને શુભકામના પાઠવી
સત્તત 14 મેચમાં ટૉસ હારીને વર્લ્ડકપની ICC ચેમ્પિયન ટ્રોફી પર જીત મેળવી
અશ્વિન લીંબાચિયા, અમદાવાદ:
10 માર્ચ 2025:
દરેક વખતે ટૉસ હાર્યા અને મેચ જીત્યા, હાર કે બાદ જીત હૈ.

ચેમ્પિયન ટ્રોફી ઘર લાવવા માટે આપણી ક્રિકેટ ટીમ પર ગર્વ છે. તેમણે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શાનદાર પ્રદર્શન માટે આપણી ટીમને શુભકામનાઓ’ > વડાપ્રધાન નરેન્દ્ર મોદી

હોળી પહેલા દિવાળી જેવો માહોલ જામ્યો, કારણ છે- ટીમ ઈન્ડિયાએ ફરી એકવખત ઈતિહાસ રચી દીધો છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ટીમ ઈન્ડિયાએ ત્રીજી વખત આ ટ્રફી પોતાના નામે કરી છે. આવું કરનારી ઈન્ડિયા પહેલી ટીમ બની ગઈ છે.
2002માં ભારતે શ્રીલંકા સાથે સંયુક્ત રીતે પહેલી વખત ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. 2013માં ઈંગ્લેન્ડને હરાવીને બીજી વખત ચેમ્પિયન ટ્રોફી જીતી.ભારતે 10 મહિનાની અંદર બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનનું ટાઈટલ જીત્યું છે. આ પહેલા 29 જૂન 2024ના રોજ ટી-20 વર્લ્ડકપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. રોહિત શર્માએ પોતાની કેપ્ટનશિપમાં બીજી આઈસીસી ટુર્નામેન્ટ જીતી મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી લીધી છે.

ફાઈનલ મેચમાં રોહિત શર્માએ 76 રનની ઈનિંગ રમીને જીતનો પાયો નાંખ્યો. રોહિત પ્લેયર ઓફ ધ મેચ બન્યો. આ પહેલા કુલદીપ અને વરુણની સ્પિન જોડીએ 20 ઓવરમાં 85 રન આપીને 4 વિકેટ મેળવી ન્યૂઝીલેન્ડને 251 રન પર અટકાવ્યું. શ્રેયસ અય્યરની 48 રન અને કેએલ રાહુલની 43 રનની ઈનિંગે ટીમ ઈન્ડિયાને જીત સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ભારત વનડે મેચમાં સતત 14 ટોસ હારી ચૂક્યું છે. ટીમે છેલ્લે ટોસ 2023 વર્લ્ડકપની સેમિફાઈનલમાં જીત્યો હતો. 14 મેચમાં ટોસ હાર્યા પછી પણ ટીમ ઈન્ડિયાએ તેમાંથી 9 મેચમાં જીત, 4માં હાર અને 1 ટાઈ રહી હતી.
પીએમ મોદીએ ભારતીય ટીમને શુભકામના પાઠવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #bhartiycricketteam #cricket #newzealand #championstrophy2025 #rohitsharma #pmmodi #dubai #ahmedabad
