નીતા લીંબાચિયા, અમદાવાદ:
07 માર્ચ 2025:
GCCI બિઝનેસ વુમન કમિટીએ તેઓના “A Tech Level Up Series” મિશન હેઠળ “Mastering Digital Success” વિષય પર એક સફળ સત્રનું આયોજન કર્યું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં GCCI BWC ના ચેરપર્સન પ્રાચી પટવારીએ જણાવ્યું હતું કે “Tech Level Up Series” સહભાગીઓને વર્તમાન ડિજિટલ માધ્યમમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા જરૂરી સાધનો તેમજ વિવિધ ટેક્નિકથી સુસજ્જ કરવાનો એક પ્રયાસ છે. તેમણે આ પ્રસંગે ઉપસ્થિત “ઉદયન શાલિની ફેલોશિપ” લાભાર્થીઓનું સ્વાગત કર્યું હતું અને “ઉદયન કેર” દ્વારા કરવામાં આવી રહેલા નોંધપાત્ર પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે પ્રસ્તુત કાર્યક્રમ સહભાગીઓને ડિજિટલ ક્ષેત્રે વિકાસ પ્રાપ્ત કરવા સુંદર આંતરદ્રષ્ટિ પુરી પાડશે. તેઓએ મુખ્ય વક્તા તરીકે શ્રીમતી કવિતા દેસાઈ શાહની ઉપસ્થિતિની ખાસ નોંધ લીધી હતી તેમજ તેઓનો આભાર માન્યો હતો.

USF ચેપ્ટરના કન્વીનર શ્રીમતી મોનલ શાહે ” ” ને એક શક્તિશાળી સ્તંભ ગણાવી તે અંગે સુંદર માહિતી પુરી પાડી હતી તેમજ મેન્ટરશીપને યુવા મનને આકાર આપવા અને તેઓએ ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જવા માટે ના એક મુખ્ય પ્રેરક તરીકે ગણાવ્યું હતું.
BWC ની નોલેજ સિરીઝ ના હેડ ગોપી ત્રિવેદીએ મુખ્ય વક્તા શ્રીમતી કવિતા દેસાઈ શાહનો પરિચય આપ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય વક્તા શ્રીમતી કવિતા દેસાઈ શાહ, બ્રાન્ડ અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ અને કાલીડોવિટાના સ્થાપક હતા. તેમણે ઊંડાણપૂર્વકની રજૂઆત દ્વારા ડિજિટલ સફળતામાં નિપુણતા મેળવવા માટેની મૂલ્યવાન ટિપ્સ શેર કરી હતી. તેઓએ ડિજિટલ સફળતાને લગતા અલગ અલગ વિષય પર વિસ્તૃત ચર્ચામાં બધાજ સહભાગીઓને જોડ્યા હતા અને તે રીતે સમગ્ર સેશનને ખુબ જ જીવંત બનાવ્યું હતું.
નોલેજ સિરીઝ ના હેડ ગોપી ત્રિવેદી દ્વારા આભારવિધિ બાદ પ્રસ્તુત સેશન પૂર્ણ થયું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #AtechlevelUpSeries #masteringdigitalsuccess #udayancare #udayan #shalinifellowship #gcci #mentorship #businesswomencommittee #ahmedabad
