નીતા લીંબાચિયા, અમદાવાદ:01 માર્ચ 2025:
GCCI એ તારીખ 28મી ફેબ્રુઆરી, 2025ના રોજ અવદત એપેરલ્સના ક્રિએટિવ હેડ સુશ્રી નમ્રતા શાહ સાથે એક ઇન્ટરેક્ટિવ મીટિંગ અને ઇન્ડસ્ટ્રીઅલ વિઝિટનું આયોજન કર્યું હતું.

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા તારીખ 28મી ફેબ્રુઆરી, 2025 ના રોજ અવદત એપેરલ્સના ક્રિએટિવ હેડ સુશ્રી નમ્રતા શાહ સાથે એક સફળ ઇન્ટરેક્ટિવ મીટિંગ અને ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બોલતા, GCCI બિઝનેસ વુમન કમિટીના ચેરપર્સન શ્રીમતી પ્રાચી પટવારીએ GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા સભ્યશ્રીઓ માટે વારંવાર આયોજિત થતાં વૈવિધ્યપૂર્ણ સેમિનાર તેમજ ઔદ્યોગિક મુલાકાત વિશે વાત કરી હતી તેમજ ઉમેર્યું હતું કે આવી ઔદ્યોગિક મુલાકાત તેમજ ઈન્ટરેક્ટિવ મીટિંગ્સ ઉત્પાદનની વિવિધ પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરવાની તેમજ અદ્યતન સ્ટ્રેટેજી સમજવા અંગે સુંદર તક પુરી પાડે છે.

આ મુલાકાતના આયોજન માટે તેમજ ઇન્ટરએક્ટિવ મિટિંગ માટે તેઓએ સુશ્રી નમ્રતા શાહ નો આભાર માન્યો હતો. સહભાગીઓ સાથે વિચારો શેર કરતા નમ્રતા શાહે જણાવ્યું હતું કે સર્જનાત્મકતા અને સતત નવીનતા એ બ્રાન્ડ ઈમેજ સ્થાપિત કરવા અને મજબૂત કરવા માટે પ્રાથમિક ઘટકો છે.
તેઓએ મેસર્સ અવદત એપેરલ્સની સસ્ટેનેબલ ગ્રોથ પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમજ મહિલાઓને જરૂરી કૌશલ્ય પ્રાપ્ત કરવા અને રોજગાર શોધવા માટેની તકો પૂરી પાડવાનો ઉલ્લેખ કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #avdatapparels #namratashah #gcci #interactivemeeting #industrialvisit #ahmedabad
