નીતા લીંબાચિયા, અમદાવાદ:
24 ફેબ્રુઆરી 2025:
ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં અગ્રેસર શ્રુતિ હોસ્પિટલે આજે શહેરના મણીનગર વિસ્તારમાં તેના નવા સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સેન્ટરે ઇએનટી તેમની અત્યાધુનિક સેવાઓના 30 વર્ષ અને ડેન્ટલ કેરમાં 3 વર્ષ તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં 25 વર્ષની ઉજવણી કરી હતી.

શ્રુતિ હોસ્પિટલ અદ્યતન મેડિકલ ટેક્નોલોજી તથા અનુભવી અને કુશળ કર્મચારીઓ સાથે વ્યાપક હેલ્થકેર
સોલ્યુશન્સ ઓફર કરવા માટે સજ્જ છે. ડેન્ટલ અને સાયનસ સંબંધિત બિમારીઓ માટે ઇન-હાઉસ સીટી સ્કેન
સુવિધા ધરાવતું અમદાવાદમાં આ પ્રથમ સેટઅપ છે. આ ઉદઘાટન સમારોહમાં અગ્રણી મેડિકલ પ્રોફેશનલ અને
મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
જાણીતા ઇએનટી સર્જન અને શ્રુતિ હોસ્પિટલના સ્થાપક ડો. શૈલેન મોદીએ ગેઝેટના વધુ પડતાં ઉપયોગને કારણે
શ્રવણ સમસ્યાઓના વધતા કેસો તથા આધુનિક જીવનશૈલી તથા ખાન-પાનની આદતોને કારણે ઇએનટી
સંબંધિત સમસ્યાઓમાં વધારા વિશે જાણકારી આપી હતી.

ડો. મોદીએ જણાવ્યું હતું કે, વિશેષ કરીને યુવાનોમાં લાંબા સમય સુધી મોટેથી સંગીત સાંભળવા અને ઇયરફોનનો
સતત ઉપયોગ કરવાથી શ્રવણશક્તિ સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આપણે પ્રદૂષણ
અને આહાર સંબંધિત પસંદગીઓ સાથે સંકળાયેલા સાઇનસાઇટિસ, ગળામાં ચેપ અને અન્ય ઇએનટી
સમસ્યાઓના વધુ કેસો પણ જોઈ રહ્યા છીએ. શ્રુતિ હોસ્પિટલ આ સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરવા માટે વિશિષ્ટ
અને સર્વાંગી સારવાર પૂરી પાડવાનો હેતુ ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે ડો. મોદી ગુજરાતમાં પ્રથમ સર્જન છે કે જેઓ નસકોરાની સારવાર કરે છે, જે એક સાઇલન્ટ કિલર
તરીકે પણ ઓળખાય છે અને તે અપૂરતી ઊંઘનું લક્ષણ છે. તેઓ પીડિયાટ્રિક દર્દીઓ માટે બ્લડલેસ ટોન્સિલ
સર્જરીમાં કુશળતા ધરાવે છે, જે ઝડપી રાહત અને રિકવરી સુનિશ્ચિત કરે છે. તેઓ એન્ડોસ્કોપિક

ટાઇમ્પેનોપ્લાસ્ટીમાં પણ નિષ્ણાત છે. આ એક ક્રાંતિકારી પ્રક્રિયા છે જેમાં કોઈ ચીરા, ટાંકા અથવા પાટાની જરૂર
નથી.
ઇએનટી ડોક્ટર્સને તાલીમ આપવા સત્રોનું આયોજન કરતાં ડો. મોદીએ જણાવ્યું હતું કે, અમે આ સ્પેશિયલાઇઝ્ડ
ટ્રીટમેન્ટ ઓફર કરનાર એકમાત્ર સુવિધા છીએ.
હોસ્પિટલનો મલ્ટી-ડિસિપ્લિનિરી અભિગમ વિવિધ ક્ષેત્રોના એક્સપર્ટ્સને એક છત નીચે લાવે છે, જેથી દર્દીની
સુખાકારી ઉપર યોગ્ય ધ્યાન કેન્દ્રિત કરી શકાય. ડાયેટિશિયન શ્રુતિ મોદી અને ડેન્ટલ સર્જન ડો. શ્યામલ મોદી પણ
ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ કરીને ન્યુટ્રિશન અને ડેન્ટલ હેલ્થમાં અદ્યતન કેર ઓફર કરશે.
શ્રુતિ હોસ્પિટલ મણીનગરમાં એલજી રોડ ઉપર ઝગડિયા બ્રિજ પાસે રૂદ્ર પ્રાઇમમાં ચોથા માળે આવેલું છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #shrutihospital #ENT #ent #dental #dietcare #maninagar #ahmedabad
