અશ્વિન લીંબાચિયા, અમદાવાદ:
12 ફેબ્રુઆરી 2025:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 11મી ફેબ્રુઆરી, 2025ના રોજ અમદાવાદ ખાતે “ગુજરાત રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
![](https://www.bharatmirror.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-8.03.24-PM-1024x681.jpeg)
આ પ્રસંગે બોલતા GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જીનીઅરે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ષ 2047 સુધીમાં “વિકસીત ભારત” વિઝનને સાકાર કરવામાં રિન્યુએબલ એનર્જી ની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેઓએ વર્ષ 2030 સુધીમાં 500 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતા પ્રાપ્ત કરવાના આપણા રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં ગુજરાતના નોંધપાત્ર યોગદાન પર પણ ભાર મૂક્યો હતો તેમજ આપણા રાજ્યની વર્તમાન સ્થાપિત ક્ષમતા 20 GW વિષે વાત કરી હતી. તેઓએ આપણી ઔદ્યોગિક પ્રગતિને વેગ આપવા માટે ઉદ્યોગના વિવિધ હિતધારકો, સરકારી સંસ્થાઓ અને નાણાકીય સંસ્થાઓ વચ્ચે મજબૂત સહયોગને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વૈશ્વિક નિપુણતા, નવીનતા અને રોકાણનો લાભ લેવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારી ઉભી કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમજ ગુજરાતને આપણા સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે એક કેટલિસ્ટ ઉત્પ્રેરક તરીકે પ્રસ્થાપિત કરવા અને વિશ્વભરમાં નવીનીકરણીય ઉર્જા વિકાસ માટે એક મોડેલ રાજ્ય તરીકે સ્થાન પ્રાપ્ત કરવા બાબતે વાત કરી હતી.
ICC ગુજરાત કાઉન્સિલના અધ્યક્ષ શ્રી પથિક પટવારીએ રિન્યુએબલ ઊર્જા માં ગુજરાતના નેતૃત્વ પર ભાર મૂક્યો હતો તેમજ રાજ્ય પાસે ઉપલબ્ધ વિપુલ પ્રમાણમાં સૂર્યપ્રકાશ અને સૌર અને પવન પ્રોજેક્ટ્સ માટે દરિયાકિનારાનો લાભ ઉઠાવવા વિશે પણ વાત કરી હતી. તેમણે 700 મેગાવોટના “ચરણકા સોલાર પાર્ક” અને ભારતની 200 ગીગાવોટ રિન્યુએબલ ક્ષમતામાં ગુજરાતના 20 ગીગાવોટના યોગદાન જેવા સીમાચિહ્નો પર ખાસ પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્યની નવી રિન્યુએબલ એનર્જી પોલીસી સોલાર રૂફટોપ્સ, મોટા પાયે પ્રોજેક્ટ્સ અને પવન ઊર્જામાં વૃદ્ધિને આગળ ધપાવવા બાબતે ખુબ જ ઉપયોગી સાબિત થયેલ છે. તેમણે માનનીય વડાપ્રધાનના 2030 સુધીમાં 50% રિન્યુએબલ એનર્જી અને 2070 સુધીમાં કાર્બન ન્યુટ્રાલિટીના લક્ષ્યોને હાંસલ કરવા માટે રોકાણ, નવીનતા અને સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેઓએ ખાસ ભાર મૂક્યો હતો કે પ્રસ્તુત કોન્ક્લેવ આપણા રાજ્યને રિન્યૂએબલ એનર્જી તરફ આગળ વધવા બાબત એક રોલ-મોડેલ તરીકે પ્રસ્થાપિત કરશે.
![](https://www.bharatmirror.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-8.03.25-PM-1024x681.jpeg)
ICC નેશનલ એક્સપર્ટ કમિટી ઓન એનર્જી ચેરમેન શ્રી અનિલ રાઝદાન એ આજે વિશ્વની સામે ઉપસ્થિત અનેકવિધ ઉર્જા પડકારો વિશે વાત કરી હતી. તેમણે આબોહવા પરિવર્તનની દૂરગામી અસરોને દર્શાવવા માટે વિવિધ પર્યાવરણ સંબંધિત બનાવો જેવા કે કોલ્ડ વેવ્સ, અને કેલિફોર્નિયા તેમજ સ્થળોએ થતા બુશ ફાયર નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે નોંધ લીધી હતી કે જ્યારે 360 જેટલી વિવિધ સંસ્થાઓ સક્રિયપણે ઉકેલ મેળવવા કાર્યરત છે ત્યારે આવી કઠિન પરિસ્થિતિ આપણા સૌ માટે પર્યાવરણ સંબંધી તાકીદ તેમજ ઝડપી પગલાં ની માંગ કરે છે. તેમણે આબોહવા જોખમોને ઘટાડવા માટે ભારતે 40% નવીનીકરણીય ઉર્જા અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને સ્વચ્છ ઉર્જા સ્ત્રોતો તરફ આપણી પ્રગતિને ઝડપી બનાવવા માટે સૌના સહિયારા પ્રયાસો બાબતે વિનંતી કરી હતી.
ડૉ. જ્યોતિર્મય (જ્યોતિ) રોય, સ્થાપક અને CEO, GreenEnco Ltd એ પર્યાવરણ કટોકટી અંગે આપણા સૌની જરૂર કરતાં ઓછી જાગૃતિ બાબત પ્રકાશ પાડ્યો હતો તેમજ વિવિધ કુદરતી આફતોના વધતા જતા બનાવો તરફ ધ્યાન દોર્યું હતું અને માનવ સમુદાય ના લાંબા ગાળાના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે પ્રકૃતિ સાથે સમન્વય પ્રાપ્ત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે રિન્યુએબલ એનર્જી એડવાઈઝરી માં, ખાસ કરીને સૌર ઉર્જા, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ અને સોલાર હાઈડ્રોજન પ્રોજેક્ટ્સમાં ગ્રીનએનકો લિમિટેડની નિપુણતા વિશે વાત કરી હતી.
શ્રી અનિલ પટણી, વિક્રમ સોલાર કંપનીના કોર્પોરેટ અફેર્સ એન્ડ કોમ્યુનિકેશન ના નિયામકે ભારતના મહત્વાકાંક્ષી પર્યાવરણ સંબંધિત લક્ષ્યોને સમર્થન આપવા બાબતે તેઓની કંપનીની ભૂમિકા વિશે વાત કરી હતી. તેઓએ 50% રિન્યુએબલ એનર્જી ક્ષમતા પ્રાપ્ત કરવા અને ઉત્સર્જન (એમિશન) માં 45% જેટલો ઘટાડો કરવાના ભારતના લક્ષ્ય પર ભાર મૂક્યો હતો. તેઓએ 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી લક્ષ્યાંકના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો અને પ્રસ્તુત લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા માટે સૌર ઉર્જા સંબંધિત ઉકેલો તરફ આગળ વધારવા માટે વિક્રમ સોલરની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
![](https://www.bharatmirror.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-8.03.25-PM-1-1024x681.jpeg)
શ્રી વિનય કુમાર પબ્બા, સીઇઓ, વાઇબ્રન્ટ એનર્જી એ, કોર્પોરેટ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીના યોગદાન વિશે વાત કરી હતી. તેમણે આ ઉદ્યોગના વિકાસ માટે સહુના સહયોગના મહત્વ પર ભાર મુક્યો હતો અને વાઇબ્રન્ટ એનર્જીની નવીન પ્રોજેક્ટ વિકાસ અંગે
પ્રેસ નોંધ
વિવિધ પહેલ વિશે વાત કરી હતી. તેઓએ કંપનીના તાજેતરના પ્રોજેક્ટ્સ અને રિન્યુએબલ એનર્જી માં સેક્ટર-વ્યાપી વૃદ્ધિની અનેકવિધ સંભાવનાઓ વિશે પણ વાત કરી હતી.
રિપ્લસ એન્જીટેક સ્ટોરેજ સીઇઓ ના સીનીઅર ડાઈરેકટર શ્રી હિરેન શાહે અદ્યતન બેટરી સ્ટોરેજ સોલ્યુશન્સની વિશ્વસનીયતા વધારવા અને રિન્યુએબલ એનર્જીને અપનાવવામાં મહત્વની ભૂમિકા વિશે વાત કરી હતી. તેમણે ગ્રીડની સ્થિરતાને ટેકો આપવા અને નવીનીકરણીય ઉર્જાના ઉપયોગને શ્રેષ્ઠતમ બનાવવા માટે અત્યાધુનિક બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) પુરી પાડવા અંગેની તેઓની કંપનીની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
શ્રી સી. નરસિમ્હન, ભૂતપૂર્વ સંસદ સભ્ય, રાસી ગ્રૂપના અધ્યક્ષ તેમજ ભારતીય સોલાર એસોસિએશનના પ્રમુખે ભારતના ઉર્જા ભવિષ્યમાં સૌર ઊર્જાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમના વ્યાપક અનુભવને આધારે, તેમણે વિવિધ નીતિ વિષયક ભલામણો અને સૌર ઊર્જા માં રોકાણ વધારવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના મહત્વાકાંક્ષી પુનઃપ્રાપ્ય ઊર્જા લક્ષ્યને હાંસલ કરવામાં સૌર ઉર્જા નિર્ણાયક બની રહેશે.
અમદાવાદ ખાતેના બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સ્ટીવ હિકલિંગે વેપાર, રોકાણ અને સાંસ્કૃતિક વિનિમય માં યુકે-ભારત ભાગીદારીને મજબૂત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સહયોગી પહેલો અને રાજકીય પ્રયાસો દ્વારા, ખાસ કરીને પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ભારતના વિકાસને સમર્થન આપવાની યુકેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
ICC નેશનલ એક્સપર્ટ કમિટી ઓન એનર્જીના સહ-અધ્યક્ષ શ્રી કુશ સિંઘે ભારતના પાવર સેક્ટર માટે રિન્યુએબલ એનર્જી, ખાસ કરીને સૌર ઊર્જાની પરિવર્તનક્ષમ સંભાવનાની ચર્ચા કરી હતી. તેમણે એસ્સાર પાવરના કાર્બન ફૂટપ્રિન્ટ ને ઘટાડવા માટે સૌર પ્રોજેક્ટ તરફના વ્યૂહાત્મક પરિવર્તનની આંતરદૃષ્ટિ વિષે પણ વાત કરી હતી અને ભારતની ઊર્જા સુરક્ષા અને ટકાઉ ભાવિ સુનિશ્ચિત કરવામાં સૌર ઊર્જા ની ભૂમિકા પર ભાર મૂક્યો.
આ ઇવેન્ટમાં નવીનીકરણીય ઉર્જા વિકાસના નિર્ણાયક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી ચાર જેટલી પેનલ ચર્ચાઓ થઇ હતી જેનો નિષ્કર્ષ અત્રે પ્રસ્તુત છે.
- RE ટેક્નોલોજીઓનું ઉત્પાદન – ટકાઉ સપ્લાય ચેઇન્સ, ઇનોવેશન, પરિપત્ર અર્થવ્યવસ્થા, નીતિ અને પ્રોત્સાહનો: આ સત્રમાં ટકાઉ સપ્લાય ચેઇન્સ, નવીન ટેક્નોલોજીઓ અને રિન્યુએબલ એનર્જીનાં ઉત્પાદનને આગળ વધારવામાં અર્થવ્યવસ્થા ની ભૂમિકા વિષે વાત કરવામાં આવી હતી.
- RE લક્ષ્યાંકો હાંસલ કરવા માટે ડેવલપર્સ અને EPC પ્લેયર્સ માટે પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ સુવિધા: પેનલના સભ્યોએ ભારતના મહત્વાકાંક્ષી રિન્યુએબલ એનર્જી લક્ષ્યાંકોને પહોંચી વળવામાં ડેવલપર્સ અને EPC પ્લેયર્સને ટેકો આપવા માટે નાણાકીય વ્યવસ્થા બાબતે વિવિધ વ્યૂહરચનાની ચર્ચા કરી હતી.
- ગ્રીડ આધુનિકીકરણ અને નેટવર્કમાં RE ના પ્રવેશને વધારવા માટે સ્માર્ટ ટેકનોલોજી અપનાવવી: આ ચર્ચા દરમિયાન પાવર નેટવર્કમાં નવીનીકરણીય ઉર્જાના હિસ્સાને વધારવા માટે ગ્રીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકરણ અને સ્માર્ટ ટેક્નોલોજીઓને એકીકૃત કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
- 100% રિન્યુએબલ એનર્જી તરફ ગ્રીડ સુરક્ષા અને સ્થિરતા વધારવા માટે એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ: સત્રમાં ગ્રીડ સુરક્ષા, સ્થિરતા અને 100% નવીનીકરણીય ઉર્જા ભવિષ્યમાં સંક્રમણની ખાતરી કરવામાં ઊર્જા સંગ્રહ પ્રણાલી ની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આયોજિત ગુજરાત રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવ થકી વિચારોનું આદાન-પ્રદાન કરવા, સહયોગને પ્રોત્સાહન આપવા અને ટકાઉ ઉર્જા ભવિષ્ય તરફ કાર્યક્ષમ વ્યૂહરચનાઓ ચલાવવા માટે આ ક્ષેત્રના નામાંકિત વ્યક્તિઓ તેમજ નિષ્ણાતો ને સુંદર પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ કર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #gcci #icc #gujaratrenewableenergyconclave #primeministershrinarendrabhaimodi #developedindiagujarat #chamberofcommerceandindustry #indianchamberofcommerce #ahmedabad
![Poojan Studio](https://www.bharatmirror.in/wp-content/themes/goodnews5/images/poojan_studio.jpeg)