અશ્વિન લીંબાચિયા, અમદાવાદ:
05 ફેબ્રુઆરી 2025:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ ઈન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR) અને AIC-IPRપ્લાઝમેટેક ઈનોવેશન ફાઉન્ડેશનના સહયોગથી તારીખ 4થી ફેબ્રુઆરી 2025 ના રોજ પ્લાઝમા ટેકનોલોજીના ઉપયોગથકી “સરફેસ મોડીફીકેશન” (SMPT-2025) કરવાના વિષય પર FCIPT, IPR, ગાંધીનગર ખાતે એક સેમિનારનુંઆયોજન કર્યું હતું.
GCCI દ્વારા આયોજિત આ સેમિનારમાં આ ક્ષેત્રના સંશોધકો, સંલગ્ન ઉદ્યોગકારો તેમજપ્લાઝમા સરફેસ મોડીફીકેશન માટેની વિવિધ શોધખોળમાં રસ ધરાવતા અનેક જિજ્ઞાસુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારના પ્રારંભમાં ગુજરાત રાજ્યના જોઈન્ટ કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રીઝ શ્રી આર. ડી. બારહટ્ટે સેમિનારનું ઉદ્ઘાટનસંબોધન કર્યું હતું.
તેઓએ રાજ્યમાં વિવિધ ટેક્નોલોજી અન્વયે પ્રગતિને પ્રોત્સાહિત કરવા પરત્વેની તેમજ તે થકીરાજ્યના સ્ટાર્ટઅપ એકમો અને એમ.એસ.એમ.ઈ ને મદદરૂપ થવાની સરકારશ્રીની સાતત્યપૂર્ણ પ્રતિબદ્ધતા તેમજઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપતી અનેકવિધ પહેલ ની પ્રશંસા કરી હતી. તેઓએ ઔદ્યોગિક સાહસોને”પ્લાઝ્મા સરફેસ મોડિફિકેશન” જેવી વિવિધ ઇનોવેટિવ ટેક્નોલોજી અંગે શોધખોળ કરવા તેમજ અપનાવવા પ્રોત્સાહિતકરતા સરકારશ્રીના વિવિધ કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ આ ખુબ જ મહત્વના સેમિનારનું આયોજન કરવા માટેઆયોજકોને ખાસ અભિનંદન આપ્યા હતા
તેમજ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સેમિનાર થકી થનાર વિચારવિમર્શ તેમજ તેઅંગેના વિવિધ પ્રેઝન્ટેશન પ્લાઝમા ટેકનોલોજી ક્ષેત્ર ને પ્રોત્સાહિત કરવા બાબતે ખુબ જ ઉપયોગી સાબિત થશે તેમજ તેથકી સમગ્ર રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્ર માટે લાભદાયી સાબિત થશે. GCCI ના સીનીઅર વાઇસ પ્રેસિડેન્ટ તેમજ સેમિનારના અતિથિવિશેષ શ્રી રાજેશ ગાંધીએ સેમિનારને સંબોધિતકરતાં ખોરાક, કૃષિ અને ડેરી સહિત તમામ ઉદ્યોગોમાં ઉત્પાદનની ગુણવત્તા અને કામગીરીને વધારવામાં પ્લાઝમા સપાટીફેરફારના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
તેઓએ ખાસ કરીને સ્વચ્છતા (હાઇજીન) ની ગુણવત્તા વધારવા તેમજ અને ડેરીઉત્પાદનોની “શેલ્ફ લાઇફ” વધારવા બાબતે આ ટેક્નોલોજીની નોંધપાત્ર ક્ષમતાની ખાસ નોંધ લીધી હતી.તેઓએ ઉત્પાદનની ગુણવત્તા અને ટકાઉપણું બંનેને ટેકો આપવા માટે પ્લાઝમા મોડીફીકેશન જેવી અદ્યતન તકનીકઅપનાવવાની સાથે વૈશ્વિક સ્પર્ધાત્મકતા જાળવી રાખવા માટે નવીનતા અને જ્ઞાનના પ્રસાર પર ભાર મૂક્યો હતો.તેઓએ વિવિધ વ્યવસાયોને આજના આધુનિક ગ્રાહકની સતત અવિર્ભાવ થઇ રહેલ માંગ ને પુરી કરવા, વિવિધધારાધોરણોને પરિપૂર્ણ કરવા તેમજ સાથે સાથે જે તે ઉદ્યોગમાં વિકાસ તેમજ સફળતા પ્રાપ્ત કરવા “સહયોગ”(Collaboration) તેમજ “ઇનોવેશન” ને અપનાવવાના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #gcci #plasmatechnology #surfacemodification #ipr #aic_ipr #fcipt #smpt #ahmedabad