સેવ લાઇફ હોસ્પિટલ ગુજરાતની પ્રથમ AI-આધારિત રોબોટિક સર્જરી સિસ્ટમની પાયોનિયર
નીતા લીંબાચિયા, અમદાવાદ:
10 જાન્યુઆરી 2025:
અમદાવાદમાં વિશ્વ કક્ષાની આરોગ્યસંભાળ સેવાઓ પ્રદાન કરતી સેવ લાઇફ હોસ્પિટલે, જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી માટે ગુજરાતની પ્રથમ AI-સંચાલિત રોબોટિક સર્જરી સિસ્ટમ, MISSO ના સફળ સ્થાપન સાથે તબીબી નવીનતામાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું.
ઓર્થોપેડિક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ વિભાગના ડિરેક્ટર ડૉ. રુતુલ ગાંધીના નેતૃત્વ હેઠળ, સેવ લાઇફ હોસ્પિટલે રોબોટિક ની- રિપ્લેસમેન્ટ સર્જરીમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. જે અગ્રણી અભિગમ, સર્જનોની કુશળતા સાથે અત્યાધુનિક AI ટેકનોલોજીના સંકલન સાથે દર્દીની સંભાળ અને જલદી સાજા થવાના પરિણામોને પરિવર્તિત કરે છે.
MISSO રોબોટિક સિસ્ટમ એ સૌથી અદ્યતન સર્જિકલ રોબોટિક ટેકનોલોજી છે, જે સર્જનોને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં અનુમાનિત અને સુસંગત પરિણામો માટે વ્યક્તિગત પૂર્વ-આયોજન અને ચોક્કસ સારવારમાં સહાય કરે છે. તે ઓપ્ટિકલ ટ્રેકિંગ સેન્સર, 6-અક્ષીય આર્ટિક્યુલેટેડ રોબોટિક આર્મ અને શ્રેષ્ઠ સલામતી સેન્સરથી સજ્જ છે. તે સર્જનોને રીઅલ-ટાઇમ ગેપ જાણી અને સર્જિકલ યોજનાઓના જરૂરી ફેરફારો કરવામાં પણ મદદ કરે છે.
ડૉ. રુતુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “AI-આધારિત રોબોટિક ની-રિપ્લેસમેન્ટ સર્જરી ઓર્થોપેડિક સંભાળના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે. આ ટેકનોલોજી ચોકસાઇ વધારીને અને જોખમો ઘટાડી, ઝડપી રિકવરી અને સારા પરિણામોને સક્ષમ બનાવે છે. સેવ લાઇફ હોસ્પિટલમાં, અમે વિશ્વ-સ્તરીય આરોગ્યસંભાળને બધા માટે સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ, જે અમારા દર્દીઓને આશા અને વિશ્વાસ આપે છે.”
AI-આધારિત રોબોટિક ની-રિપ્લેસમેન્ટ સંખ્યાબંધ ફાયદાઓ પ્રદાન કરે છે. સારા વિઝ્યુલાઇઝેશન અને નિયંત્રણ સાથે સર્જનોને દર્દીની શરીરરચના અનુસાર ક્રિયાઓને અનુરૂપ બનાવવા સક્ષમ બનાવે છે, જે શ્રેષ્ઠ ગોઠવણી સાથે ઇમ્પ્લાન્ટ સુનિશ્ચિત કરે છે. આ શસ્ત્રક્રિયા પછી દુખાવો-સોજો ઘટે છે, જ્યારે જોઇન્ટની કાર્યક્ષમતામાં વધારો થાય છે. વધુમાં, AI-આધારિત રોબોટિક તકનીક પેશીઓ અને લોહીનું નુકસાન ઓછું કરે છે, જેના પરિણામે દર્દીઓને હોસ્પિટલમાં ઓછું રોકાણ અને ઝડપી રિકવરીનો સમય મળે છે.
ડૉ. ગાંધી અને તેમની ટીમે તાજેતરના મહિનાઓમાં સફળતાપૂર્વક સંખ્યાબંધ રોબોટિક ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરી છે અને અસંખ્ય દર્દીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે.
એક નોંધપાત્ર કેસમાં કાર્ડિયાક સમસ્યા ધરાવતા 75 વર્ષીય દર્દીનો સમાવેશ થાય છે જેને તેની શારીરિક સમસ્યાને કારણે નોંધપાત્ર સર્જિકલ જોખમોનો સામનો કરવો પડ્યો હતો. તેમણે સુરક્ષિત અને કાર્યક્ષમ રોબોટિક ની-રિપ્લેસમેન્ટ કરાવ્યું, જેનાથી ઝડપી સ્વસ્થતા સાથે જીવનની ગુણવત્તામાં સુધારો થયો.
અન્ય એક કેસ 62 વર્ષીય પુરુષનો હતો, જે ઘૂંટણના દુખાવાથી પીડાતા હતા જેના કારણે તેમણે રોજિંદા જીવનને ગંભીર રીતે મર્યાદિત કરી દીધું હતું. રોબોટિક ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવ્યા પછી, તેમણે માત્ર તેમના રોજિંદા જીવનમાં ગતિશીલતા જ પાછી નથી મેળવી, પરંતુ આ આ અદ્યતન પ્રક્રિયા અને સમયસર તબીબી હસ્તક્ષેપ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના મિશન પર પણ કામ શરૂ કર્યું.
ડૉ. ગાંધીએ ઉમેર્યું કે, “આ કેસો જટિલ તબીબી પડકારોમાં રોબોટિક સર્જરીની વૈવિધ્યતા દર્શાવે છે. સાથે જ દર્દીના નોંધપાત્ર પરિણામો અન્ય લોકો માટે આશા આપે છે.”
અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ અને દર્દી-પ્રથમની ફિલસૂફી દ્વારા સંચાલિત, સેવ લાઇફ હોસ્પિટલ આરોગ્યસંભાળ શ્રેષ્ઠતા માટે પ્રતિબદ્ધ છે. હોસ્પિટલ સમુદાય આઉટરીચ કાર્યક્રમો પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે, અને ખાતરી કરે છે કે રોબોટિક સર્જરી જેવી અદ્યતન સારવાર વંચિત વસ્તી માટે પણ સુલભ છે.
#bharatmirror #bharatmirrorઇ21 #news #india #bharat #hindustan #gandhinagar #missoroboticsystem #orthopedic #dr.rutulgandhi #savelifehospital #jointreplacement #ahmedabad