નીતા લીંબાચિયા, અમદાવાદ:
17 ડિસેમ્બર 2024:
કુડાસણ તુલસી હાઈટસ સોસાયટી ખાતે સભ્યોઓ દ્વારા વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીમતી શૈલાબેન સુનીલભાઈ ત્રિવેદીને સોસાયટીના તમામ સભ્યોના પ્રોપર્ટી ટેક્સમાં નામ ચેન્જ કરાવવા ગાંધીનગર મહાનગર પાલિકાના પ્રોપર્ટી ટેક્સ ડિપાર્ટમેન્ટનો કેમ્પ આયોજન કરવા રજૂઆત કરેલ હતી.
જે રજૂઆત ને ધ્યાને શ્રીમતી શૈલાબેન સુનિલભાઇ ત્રિવેદી દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકાના પ્રોપર્ટી ટેક્સ ડિપાર્ટમેન્ટનમાં વાત કરી આજ તારીખ 17/12/2024ને મંગળવારના રોજ સવારે 11.00 કલાકે તુલસી હાઇટસ સોસાયટી ખાતે કેમ્પનુ આયોજન કરવામા આવેલ હતુ. કેમ્પમાં પ્રોપર્ટી ટેક્સ સમિતીના ચેરમેન માનેકજી ઠાકોર ,પ્રોપર્ટી ટેક્સના સભ્યશ્રી પોપટજી ગોહિલ, વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શૈલાબેન સુનિલભાઇ ત્રિવેદી , ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ સુનિલભાઇ ત્રિવેદી, ગાંધીનગર જિલ્લા યુવા પ્રમુખ જીગ્નેશ રાવલ તથા તુલસી હાઈટસના બિલ્ડરશ્રી અશ્વિનભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવેલ હતો અને સભ્યોને ઘરે બેઠા નામ ચેન્જ કરાવવાની ઉત્તમ સગવડ પુરી પાડેલ. આ સુંદર આયોજન બદલ તુલસી હાઈટસ પરિવારના તમામ સભ્યો ખાસ વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શૈલાબેન સુનિલભાઇ ત્રિવેદીનો તથા તમામ મહાનગર પાલિકાના સભ્યોનો ખુબ ખુબ આભાર માને છે.
#bharatmirror #bharatmirror21 #news #propartitex #kudasan # #gandhinagar #ahmedabad