નીતા લીંબાચિયા, અમદાવાદ:
21 નવેમ્બર 2024:
GCCI ઇન્ટરનેશનલ ટ્રેડ ટાસ્ક ફોર્સ દ્વારા ગુજરાત અને બેલ્જિયમ વચ્ચેના વેપાર સંબંધોને વધારવા ના આશય થી એક વિસ્તૃત ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક દિવસીય કાર્યક્રમમાં બેલ્જિયમની અગ્રણી શિપિંગ અને લોજિસ્ટિક્સ કંપનીઓ ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ લોજિસ્ટિક્સ ના વિવિધ વ્યવસાય તેમજ ઉદ્યોગો સાથે સંકળાયેલ ભારતીય કંપનીઓ ના પ્રતિનિધિઓ સાથે શિપિંગ અને લોજિસ્ટિક્સ ઉદ્યોગ અન્વયે વ્યાપાર તેમજ ઉદ્યોગની વિવિધ તકો શોધવા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આ સમગ્ર પ્રસંગ નું આયોજન અમદાવાદ સ્થિત હોટેલ હયાત અને હોટલ રેડિસન બ્લુ હોટલ ખાતે થયું હતું. આ પ્રસંગમાં “ભારત અને બેલ્જિયમ વચ્ચે લોજિસ્ટિક્સ અને વેપાર વધારવા” બાબત B2B મીટિંગ અને પેનલ ચર્ચાનું આયોજન થયું હતું.
B2B મીટિંગ
GCCIના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અપૂર્વ શાહે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ને ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગ સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થા તરીકે પરિચય આપતા ઉપસ્થિતોનું સ્વાગત કર્યું. તેમણે GCCI ના “Grow Busines, Transform Gujarat” ના વિઝન પર ભાર મૂક્યો અને એન્ટવર્પ-બ્રુગ્સ અને ફ્લેન્ડર્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ પોર્ટના નેતૃત્વ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. તેમણે ગુજરાત અને બેલ્જિયમ વચ્ચેના ઐતિહાસિક વેપાર સંબંધોને સ્વીકાર્યું, ખાસ કરીને હીરા ક્ષેત્રે અને શિપિંગ, લોજિસ્ટિક્સ, વેરહાઉસ સેવાઓ, કન્ટેનર મેનેજમેન્ટ, કન્સલ્ટેશન સેવાઓ, વીમા અને ટર્મિનલ ઓપરેશન્સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો.
એન્ટવર્પ-બ્રુગ્સના પોર્ટના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી લ્યુક આર્નોટ્સે પોર્ટ દ્વારા ઓફર કરવામાં આવતી વ્યાપક સેવાઓ વિશે સમજ આપી હતી અને બેલ્જિયન કંપનીઓ અને ગુજરાતના વેપાર ક્ષેત્રો વચ્ચે ઉપલબ્ધ અસંખ્ય સહયોગની તકો પર પ્રકાશ પાડ્યો હતો. શ્રીમતી ઇવા વર્સ્ટ્રેલેન, વેપાર અને રોકાણ કમિશનર, ફલેન્ડર્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ, ગુજરાતના ઉદ્યોગો સાથેના વેપાર સંબંધોને મજબૂત કરવા સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
રાઉન્ડ ટેબલ ચર્ચા
GCCI ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી રાજેશ ગાંધીએ રાઉન્ડ ટેબલ ચર્ચા દરમિયાન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) નો પરિચય આપતાં વેપાર અને ઉદ્યોગ સંબંધોને ઉત્તેજન આપવા GCCI ની લાંબા સમયથી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે ગુજરાતના વેપારી સમુદાય અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો વચ્ચે સંવાદને સરળ બનાવવા માટે GCCIના સાત દાયકાના અનેકવિધ વિસ્તૃત પ્રયત્નો વિશે ખાસ વાત કરી હતી.
ઈન્ટરનેશનલ ટ્રેડ ટાસ્ક ફોર્સના ચેરમેન શ્રી નવરોઝ તારાપોરે ઉપસ્થિત સૌનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને ગુજરાત અને બેલ્જિયમ વચ્ચે ચાલી રહેલા સહયોગ માટે તેમની નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરી હતી.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી
ફ્લેન્ડર્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ માટેના વેપાર અને રોકાણ કમિશનર, શ્રીમતી ઇવા વર્સ્ટ્રેલેન, ખાસ કરીને લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓ સાથે તેઓના મજબૂત સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો તેમજ ખાસ કરીને ગુજરાત રાજ્ય ખાતે તેઓ સાથે સહયોગી પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ ભાગીદારી વિસ્તારવા અંગે તેઓનો આશાવાદ તેમજ વિશ્વાસ વ્યક્ત કર્યા હતા.
એન્ટવર્પ-બ્રુગ્સના પોર્ટના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી લ્યુક આર્નોટ્સ દ્વારા સંચાલિત, બંદરની વિશ્વ-વર્ગની સેવાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત અને બેલ્જિયમ વચ્ચેના વેપારી જોડાણોને કેવી રીતે સરળ બનાવી શકે છે તેના પર વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એન્ટવર્પ બંદરનું વ્યૂહાત્મક સ્થાન અને વૈવિધ્યસભર કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા ગુજરાતની શિપિંગ અને લોજિસ્ટિક્સ જરૂરિયાતોને પૂરક બનાવશે અને ભવિષ્યમાં સહયોગ માટે માર્ગ મોકળો કરશે.
પેનલ ચર્ચામાં ભારત અને બેલ્જિયમ વચ્ચેના વેપાર સંબંધો, લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા સંક્રમણ અને ભૌગોલિક રાજકીય મુદ્દાઓની અસર સહિતના મુખ્ય વિષયો ને આવરી લેવામાં આવ્યા હતા. પ્રસ્તુત પેનલમાં નિમ્નલિખિત નિષ્ણાતોએ ભાગ લીધો હતો.
1) શ્રી રામા ગોપાલન એ, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, બ્લેકસ્ટોન શિપિંગ, બેલ્જિયમ
2) શ્રી લિન ચાર્ન્ગ એન, કી એકાઉન્ટ મેનેજર, સ્ટીલડક્સ એન.વી
3) શ્રી રેજિનાલ્ડ વાન હિસેનહોવન, બ્રેકબલ્ક અને પ્રોજેક્ટ્સ મેનેજર, સી. સ્ટેઈનવેગ બેલ્જિયમ એન.વી.
4) શ્રી સમીર શાહ, ડાયરેક્ટર, જેબીએસ જીના
5) શ્રી અનિલ જૈન, સ્થાપક અને સીઈઓ, એસેન્ટ ફાઈનકેમ
કાર્યક્રમના સમાપન સમયે આભારવિધિ કરતા GCCI ના માનદ ખજાનચી શ્રી સુધાંશુ મહેતા કે જેઓ NZBCCI ના ભારત ચેપ્ટરના અધ્યક્ષ પણ છે તેઓએ ગુજરાત અને બેલ્જિયમ વચ્ચે શિપિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં ગાઢ આર્થિક સંબંધોને ઉત્તેજન આપવાના હેતુથી આયોજિત થયેલ આ સંપૂર્ણ એક દિવસીય પ્રસંગે ને એક સફળતાપૂર્ણ પહેલ ગણાવી હતી. તેઓએ ખાસ નોંધ લીધી હતી કે આજનો આ પ્રસંગ ભારત, ગુજરાત, બેલ્જીયમના દ્વિપક્ષીય વેપાર સંબંધોને વધારવાના સંનિષ્ઠ પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે તેમજ ખાસ કરીને લોજિસ્ટિક્સ અને સસ્ટેનેબલ પ્રેક્ટિસ સાથે સંકળાયેલ ઉદ્યોગો તેમજ ક્ષેત્રો અંગે સહકાર વિસ્તરણ પર એક ખુબ જ આશાવાદી અભિગમ પૂરો પાડે છે. તેઓ દ્વારા આભારવિધિ પછી પેનલ ડીસ્કસનનો આ પ્રસંગ પૂર્ણ થયો હતો.