નીતા લીંબાચિયા, અમદાવાદ:
11 નવેમ્બર 2024:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047માં વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં અગ્રવાલ સમાજની પણ મુખ્ય ભૂમિકા ભજવવી હોવી જોઈએ. જો કે અગ્રવાલ સમાજ શરૂઆતથી જ દેશના વિકાસમાં પોતાની ભૂમિકા ભજવી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાડા બાય વીડતેમ જીસીએ ક્લબ ખાતે યુવા અગ્રવાલ દ્વારા અગ્રવાલ સમાજનાં સર્વાંગી વિકાસ માટે અગ્રસેતુના લોકાર્પણ સમારોહને સંબોધિત કરતી વખતે ICCના ચેરમેન,BCCI સચિવ અને ACCના અધ્યક્ષ શ્રી જય શાહે પોતાનાં વિચારો વ્યક્ત કર્યા હતા.આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે અગ્રવાલ સમાજનાં સર્વાંગી વિકાસ માટે સમર્પિત એક પ્લેટફોર્મ, અગ્રસેતુ આજે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું,જેમાં સમાજનાં વિચારશીલ અગ્રણીઓ,સમાજનાં સભ્યો અને હિતધારકોને એક મંચ પર એકસાથે લાવવામાં આવ્યા હતા.
આ પ્લેટફોર્મ અગ્રવાલ સમાજનાં લોકોનાં જીવનના બહુવિધ પાસાઓ,વ્યાવસાયિક,વ્યક્તિગત,સામાજિક અને પર્યાવરણીયમાં સશક્ત બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેમાં વિકાસ,કલ્યાણ,સુખાકારી અને સામાજિક પ્રભાવને પ્રોત્સાહન આપવાના હેતુથી સંસાધનો અને તકોનો વ્યાપક આદાન-પ્રદાન કરવા માટે રચાયેલ છે. આ પ્રસંગે શ્રી જય શાહે વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ દેશના વિકાસ અને વિશ્વમાં એક અલગ ઓળખ ઊભી કરવા માટે ઉદ્યોગ,શિક્ષણ અને રમત-ગમત પણ મહત્વનો ભાગ ભજવે છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી.ત્યારબાદ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ખેલો ઇન્ડિયા અભિયાન દ્વારા વિશ્વમાં ભારતનો ધ્વજ ફરકાવવાનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પને સાકાર કરવા માટે 2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં યોજાય તેવી પૂરી સંભાવના છે અને હું આપ સૌ દેશવાસીઓને ખાતરી આપવા માંગુ છું કે ભારતમાં યોજાનારી ઓલિમ્પિકમાં આપણો દેશ 100 મેડલ જીતશે, જેમાંથી 30 મેડલ ગુજરાતના ખેલાડીઓ જીતશે. શ્રી જય શાહે જણાવ્યું હતું કે BCCI સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે ભારત ટેસ્ટ, વન ડે અને ટવેન્ટી-ટવેન્ટીમાં અનુક્રમે બીજા, પાંચમા અને છઠ્ઠા ક્રમે હતું. મેં ખેલાડીઓની વિશેષ સુવિધાઓ સાથે સખત નિર્દેશો આપ્યા હતા જેને પરિણામે ટિમ ઇન્ડિયા 2022માં ત્રણેય ફોર્મેટમાં નંબર વન બની હતી.આજે ટીમ ઈન્ડિયા બે ફોર્મેટમાં નંબર વન અને એક ફોર્મેટમાં બીજા ક્રમે છે.
આ લોકાર્પણ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે દિનેશચંદ્ર અગ્રવાલ, હનુમાન પ્રસાદ ગુપ્તા, વિજય ગુપ્તા, મોહન અગ્રવાલ અને પી.કે. બંસલ સહીત અગ્રસેતુના સંસ્થાપક એડવોકેટ વિરલ અગ્રવાલ, ગૌરવ અગ્રવાલ, નીરવ અગ્રવાલ, મહાવીર સિંઘલ સહીત કાર્યકારી સભ્યો સીએ દિલીપ જોધાણી,અંશુમ ગોયલ,અર્પિત નિવેટીયા,રૂપેશ મિત્તલ, એડવોકેટ કૃષ્ણા ચૌધરી, ધૈર્ય ગુપ્તા, સીએ મુકેશ અગ્રવાલ, ડો.રાહુલ અગ્રવાલ,રિતિક ગોહિલ, શ્રેય અગ્રવાલ, સુબોધ અગ્રવાલ, તરુણ અગ્રવાલ અને વિકાસ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #agrasetu #jayshah #agrwalsamaj #pmnarendrmodi #gandhinagar #ahmedabad