વિશ્વની દરેક જગ્યાએ ભારતીયોને ધ્યાનમાં રાખીને ટુરિઝમ પેકેજ તૈયાર કરવામાં આવે છે.
છેલ્લા થોડા વર્ષોમાં ભારતીય રેસ્ટોરન્ટમાં 25% થી 30%નો વધારો, જે રેસ્ટોરન્ટ સેક્ટરમાં સૌથી વધુ.
નીતા લીંબાચિયા, અમદાવાદ:
06 નવેમ્બર 2024:
ભારતીય પ્રવાસીઓને આકર્ષવ માટે વિશ્વભરના પ્રવાસ સ્થળોર તેમના મેનુમાં ભારતીય ફૂડનો વધુ. વધુ સમાવેશ કરી રહ્યા છે. ગત 5 વર્ષમાં ભારતીય રેસ્ટોરન્ટોમ 25%નો વધારો થયો છે, જ રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં સૌથી ઝડપ છે. વિયેતનામ તેનું મુખ્ય ઉદાહરણ છે. જ્યાં 2023માં 3.92 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓ ગયા હતા.
વિયેતનામ ઓથોરિટી ઓફ ટુરિઝમ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસારફક્ત 2023/24 અનુસાર 200%નો વધારો નોંધાયો છે. અને તેમના માણવા અનુસાર 2030 સુધી ટુરિઝમ ઉપર ખર્ચ કરવામાં ભારત ચોથા સ્થાને છે.
વિયેતનામની ઇકોનોમી પ્રવાસન પર વધુ ટકી હોવાનું જોવા મલે છે. જોકે વધુને વધુ પ્રવાસીઓ અહીંયા આવે એ માટે અહીંનું તંત્ર ખૂબ જ સક્રિય છે અને પ્રવાસીઓ માટે વિવિધ સવલતો ઊભી કરી રહી છે. આ આકર્ષણોમાનું એક છે ભારતીય ભોજનનો તડકો. દેશના સાઈગોન શહેરની વાત કરીએ તો અહીં 20થી વધુ ભારતીય રેસ્ટોરન્ટો જોવા મલે છે. હવે વિયેત નામના મોટાભાગના શહેરોમાં ભારતીય રેસ્ટોરન્ટ છે.આ રેસ્ટોરન્ટોમાં શાકહારી ભારતીય ભોજન માણવાની તક મળે છે.
વિયેતનામના એક પ્રતિષ્ઠિત ગાઈડ ટીમે આ બાબતે માહિતી આપતા જણાવ્યું કે સાઈગોન શહેરમાં ૧૯૯૬માં તંદુર નામના એક ભારતીય રેસ્ટોરન્ટની શરૂઆત થઈ હતી. હાલમાં અહીં 20થી વધુ ભારતીય ભોજન પીરસતા રેસ્ટોરન્ટ છે. આ ભારતીય રેસ્ટોરન્ટ મોટેભાગે માત્ર ભારતીય ભોજન પીરસે છે.
વિયેતનામ ફરવા આવતા ભારતીયો ઉપરાંત અન્યને પણ ભારતના ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના ભોજનનો ભારે ક્રેઝ હોય છે. ખાસ કરીને પંજાબી સબ્જી, પરોઠા અને સાઉથ ઇન્ડિયનમાં ઢોસા જેવી વસ્તુઓની અહીં વધુ ડિમાન્ડ જોવા મળે છે. આ ઉપરાંત લોકો અહીં ગુજરાતી ભોજન પણ માંગતા હોય છે. જેને લઈને અહીં એક ગુજરાતી રેસ્ટોરન્ટ પણ છે
મેકિન્સેના એક રિપોર્ટમાં અનુમાન છે કે ભારત 2030 સુધી પ્રવાસન પાછળ સૌથી વધારે ખર્ચ કરનાર વિશ્વનો ચોથો દેશ બની શકે છે. ટુરિઝમ પાછળ વર્ષ 2030 સુધી રૂ. 35 લાખ 1 કરોડનો ખર્ચ પહોંચશે, જે 2019માં રૂ. 12 લાખ કરોડથી ત્રણ ગણો છે. આજ કારણ છે કે વિવિધ દેશ ભારતીય પ્રવાસીઓને લોભાવવા માટે આપણી ભાષા અને પસંદ ઉપર ધ્યાન આપી રહ્યા છે.
#bharatmirror #bharatmirror21 #news #vietnam #danang #Indiancuisine #vietjet #newdelhi #mumbai #kochi #hanoihochi #minh #danang #banarascentral #banaras #hanoi #banahills #hochiminh #tourism #ahmedabad#vietnam #danang #Indiancuisine #vietjet #vietnamcinema #vietnamesefilmindustry #balikavadhu #sasuralsimranka #hollywood #lovestory #familydrama #hindifilms #hinditvserials #bollywood #southcinema #regionallanguage #ahmedabad