કર્ણાવતી યુનિવર્સિટીએ પાંચમા પદવીદાન સમારંભમાં 1,105 સ્નાતકોને પદવી એનાયત કરી
નીતા લીંબાચિયા, ઉવારસદ, ગાંધીનગર, અમદાવાદ:
28 ઓકટોબર 2024:
કર્ણાવતી યુનિવર્સિટીએ ગાંધીનગરના ઉવારસદ કેમ્પસ ખાતે 26 ઓક્ટોબર, 2024ના રોજ તેનો પાંચમો પદવીદાન સમારંભ સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો. આ સમારંભમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટતાની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી જેમાં 1,105 વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા જેમણે વિવિધ શાખાઓમાં તેમની ડિગ્રી મેળવી હતી.
આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે એઆઈસીટીઈના ચેરમેન ડો. ટી. જી. સીતારામ સહિત અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. પ્રસિદ્ધ લોકોમાં અદાણી એન્ટરપ્રાઇઝીસના ડિરેક્ટર શ્રી પ્રણવ અદાણી, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર શ્રી પંકજ કપૂર, ડબ્લ્યુડીઓના પ્રેસિડેન્ટ ઇલેક્ટ શ્રી પ્રદ્યુમ્ન વ્યાસ, સિનિયર એડવોકેટ શ્રી સૌરભ સોપારકર અને અમદાવાદ મિરરના ચીફ એડિટર શ્રી અજય ઉમટ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ જાણીતી હસ્તીઓને તેમના સંબંધિત ક્ષેત્રમાં તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી રિતેશ હાડા, એચઆર હેડ સુશ્રી મોનિકા નિહલાની, રજિસ્ટ્રાર ડો. તારિક અલી સૈયદ, કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન ડો. વીરા તાલુકદાર તેમજ ડીન, ડિરેક્ટર્સ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ્સ, ફેકલ્ટી અને સ્ટાફ મેમ્બર્સ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ હાજર રહ્યા હતા.
ઉપસ્થિત લોકોનું સ્વાગત કરતા અને સ્નાતક થનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી રિતેશ હાડાએ જણાવ્યું હતું કે “એક યુનિવર્સિટી તરીકે અમે ભવિષ્ય માટે તૈયાર છીએ. અમે ઈન્ડિયન નોલેજ સિસ્ટમ સાથે અમારા શૈક્ષણિક અભ્યાસક્રમમાં મજબૂત રીતે એઆઈનું સંકલન કર્યું છે. અમે વિદ્યાર્થીઓને પણ જણાવ્યું છે કે બધી બાબતોને નાણાંકીય દ્રષ્ટિકોણથી જ જોશો પરંતુ સામુદાયિક સેવા દ્વારા સમાજને પાછું પણ આપો.”
આ પદવીદાન સમારંભ એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો જે સ્નાતક થનારા વિદ્યાર્થીઓ માટે વર્ષોની મહેનત, સમર્પણ અને દ્રઢતાની પરાકાષ્ઠા દર્શાવે છે. યુનિવર્સિટીએ 23 વિદ્યાર્થીઓને તેમના અભૂતપૂર્વ શૈક્ષણિક પ્રદર્શન બદલ ગોલ્ડ મેડલ આપીને તેમને માન્યતા આપી હતી.
સ્નાતક થનારા વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન આપતા સમારંભના મુખ્ય અતિથિ અને એઆઈસીટીઈના ચેરમેન ડો. ટી. જી. સીતારામે જણાવ્યું હતું કે આ “મહત્વના દિવસે ભારતનું ભવિષ્ય મારી સામે બેઠું છે. આજે તમારા માટે ઊજવણીનો દિવસ છે પરંતુ તમે તમારી સફર પર એક નજર પણ કરી જુઓ અને તમારી સફળતામાં તમારા શિક્ષકો, માતા-પિતા અને યુનિવર્સિટીએ કેવી રીતે યોગદાન આપ્યું છે તે પણ જુઓ. તમે ભારતના ઘડવૈયા છો અને તમારી પાસે ટેક્નોલોજી તથા શિક્ષણમાં જ નહીં પરંતુ મૂલ્યો, પરંપરતાઓ અને સંસ્કૃતિમાં પણ ભારતને આકાર આપવાની શક્તિ છે. આ હાંસલ કરવા માટે તમારી ભૂમિકા માત્ર તમારા વ્યવસાય પૂરતી જ સીમિત નથી પરંતુ તમારી પાસે સુધારાનો અવકાશ પણ છે. ઉચ્ચ શિક્ષણ આ બધાનો પાયો છે અને આપણા સૌ પાસે જવાબદારીઓ છે. ડિગ્રી મળી જવાથી શીખવાનું બંધ થઈ જતું નથી. એટલે સારા ભવિષ્ય માટે કુશળતા મેળવો, પુનઃકુશળતા મેળવો અને કુશળતા વધારો. તમે ભવિષ્યના લીડર્સ છો જે ભારતના ભવિષ્યને ઘડવામાં યોગદાન આપશે.”
કર્ણાવતી યુનિવર્સિટી વિદ્યાર્થીઓને તેમણે પસંદ કરેલા ક્ષેત્રોમાં તેમને સશક્ત બનાવે તેવા વાઇબ્રન્ટ શૈક્ષણિક માહોલને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આંતરશાખાકીય શિક્ષણ અને સંશોધન પર યુનિવર્સિટીએ આપેલા ધ્યાનના લીધે તેના સ્નાતકો સંપૂર્ણ કુશળતા ધરાવતી વ્યક્તિ બન્યા છે જે સમાજમાં યોગદાન આપવા માટે સજ્જ છે.
માનદ ડોક્ટરેટની પદવી મળવા અંગે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતા અદાણી એન્ટરપ્રાઇઝીસના ડિરેક્ટર શ્રી પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે “જ્ઞાનની દીવાદાંડી સમાન રહેલા આ યુનિવર્સિટી તરફથી માનદ ડિગ્રી મેળવીને હું ગૌરવ અનુભવું છું. આ માન્યતા માટે હું આભારી છું. યુનિવર્સિટીની તેની શૈક્ષણિક પરંપરાઓની ઊંડે સુધી રહેલી ફિલોસોફી મારામાં આત્મસાત થાય છે. તમારે તેને માન્ય કરવું જોઈએ કારણ કે તમે ભવિષ્યની ગતિ છો.” તેમણે એમ પણ જણાવ્યું હતું કે “આજનું ભારત વૈશ્વિક ક્ષેત્રમાં છે અને ભારતના યુવાનો તરીકે તમે નવા ભારતને આકાર આપવામાં જબરદસ્ત સંભાવનાઓ ધરાવો છો.”
પોતાની અનોખી અદામાં આવી જ લાગણી વ્યક્ત કરતા રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર શ્રી પંકજ કપૂરે વનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “આજે યુનિવર્સિટીએ માનદ ડિગ્રીથી મને સન્માનિત કર્યો છે ત્યારે હું માનું છું કે હું જિંદગીના વિષયમાં સ્નાતક થયો છું.” વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા તેમણે જણાવ્યું હતું કે “ભારતને આગળ લઈ જનારા મારી સમક્ષ રહેલા ઊર્જાન્વિત યુવાનોને જોઈને ખૂબ જ ખુશીનો અનુભવ થાય છે.”
ડો. ઋત્વિજ પટેલે ઉપસ્થિત હસ્તીઓને તેમની ઉપસ્થિતિ બદલ અને વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીના કર્મચારીઓ, ફેકલ્ટી અને સ્ટાફ મેમ્બર્સનો આ પદવીદાન સમારંભના આયોજન અને સરળ અમલીકરણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોનો પણ તેમના સ્વપ્નોને આકાર આપવામાં તેમણે મૂકેલા વિશ્વાસ અને સમર્થન બદલ આભાર માન્યો હતો અને ભવિષ્યના સાહસો માટે તેમને સફળતા મળે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #karnavatiuniversity #gandhinagar #uwarasad #fifthgraduationceremony #ahmedabad