અમદાવાદ, શનિવાર ૧૯, ૨૦૨૪ – શનિવારના રોજ દિનેશ હોલ ખાતે ગચ્છાધિપતિ રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ આચાર્ય યશોવર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઋષભદેવ ભગવાન અર્થાત આદેશ્વર ભગવાન અને ભારતીય સંસ્કૃતિના વિષય ઉપર અનેક આગેવાન, વિદ્વાનો, અભ્યાસુઓ, સંશોધકો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પરીસંવાદ ઋષભાયનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીસંવાદમાં અનેકવિધ સ્કોલરોએ અને અભ્યાસુઓએ ખૂબ જ સુંદર રજૂઆત કરી હતી.
જગતગુરુ સત્ પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ, સ્વામિનારાયણ ગુરૂકુલના કોઠારી શ્રી ધર્મનંદનજી મહારાજ, વિશ્વ હિન્દુ પરિષદના શ્રી અશોકભાઈ રાવલ, વિશ્વ ઉમિયા ધામના આર.પી.પટેલ, શેઠ આણંદ જી કલ્યાણજી પેઢીમાંથી સંવેગભાઈ લાલભાઈ, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી અભયભાઈ ફિરોદિયા, પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ, કેન્દ્રીય જળ મંત્રી સી.આર.પાટીલ, મેયર પ્રતિભાબેન જૈન વિગેરે સહિત વિવિધ સંઘ, સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે આ પ્રસંગે વાત કરતાં જણાવ્યું હતુ કે “આશરે 40 વર્ષ પહેલા મેં ઋષભદેવનું ચરિત્ર વાંચ્યું ત્યારથી મારા હૃદયમાં એમને સર્વપ્રથમ સ્થાન આપ્યું છે અને ઋષભદેવ પરમાત્માની ભારતીય સંસ્કૃતિની દેણ વિષય ઉપર તેઓએ વિશેષ છણાવટ કરી હતી.”
કોઠારી શ્રી ધર્મનંદન સ્વામીજી એ પોતાની લાગણીને વ્યક્ત કરતાં હર્ષોલ્લાસ સાથે જણાવ્યું હતું કે “આજે તપની પરંપરા, દાનની પ્રેરણા, તમામ વ્યવસ્થા તંત્ર શ્રી ઋષભદેવ ને આભારી છે. ભારત દેશ નું નામ ઋષભદેવ પરમાત્માના પુત્ર ભરત ઉપરથી પડ્યું છે. આ રીતે ભારતીય સંસ્કૃતિના પિતામહ તરીકે તેઓએ ઋષભદેવ પ્રભુનું વર્ણન કર્યું હતું.”
કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ દ્વારા ઋષભદેવ પરમાત્માના દ્વારા વર્તમાન વિશ્વ ઉપર થયેલા વિશેષ ઉપકારોને પોતાના વ્યક્તવ્યમાં ખાસ ઉલ્લેખ કર્યો હતો. તદુપરાંત, સંવેગભાઈ લાલભાઈ દ્વારા ઋષભદેવ પરમાત્માનું અસી,મસી અને કૃષિ વિષય ઉપર તેમજ ઉદ્યોગપતિ શ્રી અભયભાઈ ફિરોદીયા દ્વારા સંશોધનાત્મક વિચારોને સભા સમક્ષ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
પદ્મશ્રી કુમારપાળ દેસાઈ એ પણ દસ મહાભિનિષ્ક્રમણ દ્વારા વર્તમાન વિશ્વને અનેકવિધ સંદેશો મળી રહ્યો છે તેમ શ્રોતાજનોને સંબોધતા જણાવ્યું હતું.
આચાર્ય ભગવંત શ્રી દ્વારા પોતાના વિચારો થકી દરેક બાબતને સુંદર રીતે જૈન ધર્મના શાસ્ત્રોક્ત રીતે વિચારોને પ્રામાણિક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. તેમને વધુમાં ઉમેરતા, ઋષભદેવ પરમાત્માના સમયમાં સ્ત્રી સશક્તિકરણ વિશે પણ આચાર્ય ભગવંતે જણાવ્યું હતું. ભારતીય એક નારી હજારો પુરુષોની બરાબરીમાં આવે તેમ જણાવતા એક માતા 100 શિક્ષકની ગરજ સારે એ કહેવત દ્વારા ભારતીય નારી ની મહત્વતા દર્શાવી હતી.
જૈન સ્કોલર રમઝાન હસણીયા દ્વારા જૈન સ્તવનો દ્વારા ઋષભદેવ પરમાત્માનું વર્ણન કર્યું હતું. સંશોધક અર્પિત શાહે પુરાતત્વ ના અનેકવિધ દ્રષ્ટાંતો દ્વારા ઋષભદેવ પરમાત્મા વિશે સુંદર છણાવટ કરી હતી.
જૈન શાશ્વત મહાતીર્થ શ્રી શત્રુંજયમાં બિરાજમાન આદેશ્વર ભગવાનની સાત વર્ષ પછી આવતી ૫૦૦ મી વર્ષગાંઠ ની વિશેષરૂપે સંઘ, સમાજ અને શાસનને ઉપયોગી થાય તે રીતે ઉજવણી કરવાની પ્રેરણા શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અને સકળ શ્રી સંઘ ને કરી હતી. પ્રભુ મહાવીરના 2550 નિર્માણ વર્ષ નિમિત્તે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
#rishabhayan #bharatmirror #bharatmirror21 #news