નીતા લીંબાચિયા, અમદાવાદ.
17 ઓક્ટોમ્બર 2024:
GCCI દ્વારા તારીખ 16મી ઑક્ટોબર, 2024ના રોજ ટાટા ગ્રૂપના એમેરિટસ ચેરમેન પદ્મ વિભૂષણ સ્વ. શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિઆપવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બોલતા જીસીસીઆઈના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે શ્રી રતન ટાટાના એક દૂરંદેશી નેતા તેમજ ઊંડા માનવતાવાદી વ્યક્તિત્વતરીકેના દુર્લભ સમન્વય નો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ટાટા અને ટાટા પરિવાર ભારતના ઔદ્યોગિક વિકાસ ના પર્યાય બનીરહેલ છે. તેમણે ઉમેર્યું હતું કે શ્રી રતન ટાટા દ્વારા JRD ટાટા ના વારસા ને વધુ સમૃદ્ધ કરવામાં આવેલ છે. તેઓના નિધનથી ઉભો થયેલશૂન્યાવકાશ પુરી શકાય તેમ નથી. વર્તમાનમાં સમગ્ર મીડિયા દ્વારા શ્રી રતન ટાટા વિશે અનેકવિધ વાતો જ તેઓના અભૂતપૂર્વ કાર્યની સાક્ષીપૂરે છે.
તેઓએ શ્રી રતન ટાટાના નેતૃત્વમાં ટાટા જૂથના અનેકવિધ માનવતાવાદી કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ શ્રદ્ધાંજલિ ના આકાર્યક્રમમાં મીડિયાની ઉપસ્થિતિ માટે તેઓનો આભાર માન્યો હતો. અમદાવાદ મિરર ગ્રૂપ તેમજ નવગુજરાત સમયના ગ્રુપ એડિટર શ્રી અજય ઉમટ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો કે રતન ટાટા એક ન ભૂતો નભવિષ્યતિ વ્યક્તિત્વ હતા. શ્રી રતન ટાટા તેવું વ્યક્તિત્વ હતા કે જેઓએ ટાટા ગ્રુપ દ્વારા અને તેઓની 107 થી વધુ બ્રાન્ડ્સ દ્વારાવૈશ્વિકરણની શરૂઆત કરી હતી. તેમણે ટાટા ગ્રૂપની સિંગુરથી સાણંદ સુધીની યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો અને શ્રી નરેન્દ્ર મોદીએ રતન ટાટાનેકેવી રીતે આમંત્રણ આપ્યું અને કેવી રીતે ગુજરાતના ઉદ્યોગપતિઓએ ટાટાના પ્રવેશને સમર્થન આપ્યું તે વિશે વાત કરી હતી.
તેમણે રતન ટાટાદ્વારા કરેલ ટિપ્પણીનો કે “જો તમે ગુજરાતમાં રોકાણ ન કરો તો તમે ભૂલ કરી રહ્યા છો” તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.GCCI ડિજિટલ માર્કેટિંગ, ડિજિટલ મીડિયા અને બુલેટિન કમિટીના અધ્યક્ષ શ્રી પ્રદીપ જૈને ઉલ્લેખ કર્યો કે શ્રી રતન ટાટાના નિધનથીભારતે એક અનમોલ પુત્ર ગુમાવ્યો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે રતન ટાટાના જીવનની વાતો પંચતંત્રની વાર્તાઓ જેટલી જ અસરકારક છે.તેમણે ફ્રાન્સ, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશો દ્વારા શ્રી રતન ટાટાના સન્માન વિશે વાત કરી હતી. જીસીસીઆઈ પ્રેસ એન્ડ મીડિયા ટાસ્કફોર્સના અધ્યક્ષ શ્રી જીગીશ શાહ દ્વારા આભારવિધિ બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
#bharatmirror #bharatmirror21 #news #gcci #tatagrup #tataneno #ratantata #tata #RIP #RATANTATA #TATAGROUP #CHAIRMAN #Bharatmirror #ahmedabad