નીતા લીંબાચિયા, અમદાવાદ.
03 સપ્ટેમ્બર 2024:
આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલાએ ગયા મહિને ‘ઈન્દ્રિયા’ બ્રાન્ડ સાથે તેમના ગ્રૂપ દ્વારા જ્વેલરીની રિટેલ માર્કેટમાં તેમની શરૂઆતની જાહેરાત કરી હતી. આ ગ્રૂપ ઝડપથી વિસ્તરી રહેલ રૂ.6.7 લાખ કરોડની ભારતીય જ્વેલરી માર્કેટમાં પ્રવેશ કરીને વેપાર કરવા ઈચ્છે છે. આ લોન્ચ સાથે આ ગ્રુપે એક સાથે દેશભરમાં ચાર સ્ટોર્સ ખોલવાની જાહેરાત કરી હતી. – બે સ્ટોર દિલ્હીમાં, એક ઈન્દોરમાં અને એક જયપુરમાં અને આજે, તેઓએ અમદાવાદના શિવરંજનીમાં એક નવા અને ભવ્ય સ્ટોરના લોન્ચની જાહેરાત કરીને તેમના આ નવીનતમ વિસ્તરણની જાહેરાત કરી હતી.
ભારતમાં એક મુખ્ય આર્થિક હબ તરીકે અમદાવાદ, તેના ગતિશીલ ગોલ્ડ ઉદ્યોગ અને જ્વેલરી અને ડાયમંડની નિકાસ માટે પ્રખ્યાત છે. ઈન્દ્રિયા બ્રાન્ડ માટે, આ શહેર ભારતના સૌથી આશાસ્પદ બજારો પૈકી એક છે અને આ સ્ટોર સાથે આ ગ્રૂપ તેના સમૃદ્ધ અને વૈવિધ્યસભર ગ્રાહકો સાથે તેના સંબંધો વિકસાવવા માટે આકર્ષક તક છે. પરંપરાગત કારીગરી સાથે આધુનિક વાણિજ્ય વ્યવસ્થા દ્વારા અમદાવાદ જ્વેલરી રિટેલ માટે આ સ્ટોર એક અનન્ય વાતાવરણ ઊભું કરે છે.
જ્વેલરી માર્કેટમાં પ્રવેશવા માટેનું ગ્રૂપનું આ વ્યૂહાત્મક પગલું તેના માટે વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે આ તેમના ગ્રાહક પોર્ટફોલિયોને વધુ મજબૂત કરે છે, અને તેની ભવ્ય બ્રાન્ડ ઇક્વિટી અને બજારની આંતરદૃષ્ટિનો લાભ સૌને આપે છે. ઈન્દ્રિયા બ્રાન્ડનું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં ભારતના ટોચના ત્રણ જ્વેલરી રિટેલર્સમાં સ્થાન મેળવવાનું છે. આ પગલું ભારતમાં જ્વેલરી રિટેલ બજારમાં ક્રાંતિ લાવવા સાથે આદિત્ય બિરલા ગ્રૂપની પ્રતિબદ્ધતા દર્શાવે છે એને આ મહત્વાકાંક્ષી સાહસ માટે આ ગ્રૂપને રૂ. 5,000 કરોડનું અભૂતપૂર્વ રોકાણ મળ્યું છે.
ઈન્દ્રિયા એ સંસ્કૃતમાંથી આવેલ નામ છે, જે સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિનો પર્યાય છે. તેનું સરળ શબ્દોમાં ભાષાંતર કરીએ તો, ઈન્દ્રિય એ ‘ઇન્દ્રથી સંબંધિત’ છે, જેનો અર્થ શક્તિ થાય છે, અને તે મનુષ્યની પાંચ ઇન્દ્રિયોની શક્તિને દર્શાવે છે, આ ઇન્દ્રિયો જે આપણી ચેતના છે, જે આપણને દરેક વસ્તુનો અનુભવ કરાવે છે અને આપણી આસપાસની દુનિયાનું અન્વેષણ કરે છે અને આપણા અસ્તિત્વને વ્યાખ્યાયિત કરે છે! આ સુંદર બ્રાન્ડ ચિહ્ન એ સ્ત્રીલક્ષી છે, જે ઇન્દ્રિયો માટેનું રૂપક છે અને તે સ્ત્રીની સુંદરતા અને ગૌરવનું પ્રતીક છે. આ બ્રાન્ડનો અનુભવ તમારી સંવેદનાઓને એક કરતાં વધુ રીતે રજૂ કરશે અને તમારા હૃદયને “દિલ અભી ભરા નહીં” જેવા સુંદર ગીતોની યાદ અપાવશે!
અત્યંત પ્રેમ સાથે બનાવવામાં આવેલ સોનું, પોલ્કા અને હીરામાં 16000 થી વધુ ઉત્કૃષ્ટ ડિઝાઇન ઉપલબ્ધ છે અને તે ભારતીય કારીગરીની ઉચ્ચ ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
આ લોંચ સમયે નોવેલ જ્વેલ્સના ડિરેક્ટર શ્રી દિલીપ ગૌરે જણાવ્યું હતું કે, “ઈન્દ્રિયા બ્રાન્ડ દ્વારા, અમે જ્વેલરી સેક્ટરમાં સર્જનાત્મકતા, સ્કેલ, ટેક્નોલોજી અને ગ્રાહકના અનુભવના ધોરણોને ફરીથી વ્યાખ્યાયિત કરવા ઈચ્છીએ છીએ. તેનું નિર્માણ એવી રીતે કરવામાં આવે છે કે આ જ્વેલરીનો દરેક ભાગ અદ્ભુત કારીગરી દર્શાવે છે. તેનું વિશિષ્ટ ઉત્પાદન, ગ્રાહકને અસાધારણ અનુભવ આપે છે અને તેની ઉચ્ચ ખરીદી સાથે આ જ્વેલરી દ્વારા ગ્રાહકો પોતાની સ્વ-અભિવ્યક્તિને પ્રદશિત કરી શકે છે. અમારું ઉત્પાદન પ્રાચીન અને વર્તમાન હસ્તકલાનું મિશ્રણ છે અને સાથે સમકાલીન ડિઝાઇનની પુનઃકલ્પના કરે છે. અમારી પ્રાદેશિક પસંદગી અનન્ય છે અને તે ગ્રાહકોની પૃષ્ઠભૂમિને દર્શાવે છે અને તેમને અન્ય સંસ્કૃતિઓનો પ્રાઇચય કરાવે છે.”
ઈન્દ્રિયા સીઈઓ શ્રી સંદીપ કોહલીએ જણાવ્યું હતું કે, ” આ કેટેગરીની જ્વેલરીમાં રોકાણ એ એક ભવ્યતામાં પરિવર્તિત થાય છે. અમારી રજૂઆત એ ગ્રહણશીલ ભિન્નતા, વિશિષ્ટ ડિઝાઈન, વ્યક્તિગત સેવા અને અધિકૃત પ્રાદેશિક સંસ્કૃતિ પર આધારિત છે. ઈન્દ્રિયા બ્રાન્ડ, એ ઇન-સ્ટોર સ્ટાઈલિસ્ટ્સ અને નિષ્ણાત જ્વેલરી કન્સલ્ટન્ટ્સ સાથેના વિશિષ્ટ મિશ્રણ સાથેનો નવીન કારીગરીનો અનુભવ છે, જે મનુષ્યની તમામ પાંચ સંવેદનાઓ (ઇન્દ્રિયો) ને ઉત્તેજિત કરે છે અને અમારી શ્રેષ્ઠ-ઇન-ક્લાસ ડિજીટલ ફ્રન્ટ એન્ડમાં સતત સુંદર અનુભવ આપે છે અને આ ફિઝિકલ ટચપોઇન્ટ્સ અને જ્વેલરી રિટેલમાં એક નવા યુગની શરૂઆત છે.”
ઈન્દ્રિયા સ્ટોર વિશિષ્ટ છે. તે એક સ્ટુડિયોમાં પરિવર્તિત થઈ શકે છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ તેના અંગત સ્ટાઈલિશ લુક માટે તેમના માટે ખાસ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે, આ સ્ટોર ભારતીય કારીગરી માટે એક ઉત્સવ સમાન હોઈ શકે છે, તે દુલ્હન માટે એક કલાભવન બની શકે છે જ્યાં તે વિવિધ પ્રકારની ઉત્કૃષ્ટ ડિઝાઇનમાંથી પોતાના માટે યોગ્ય પસંદગી કરી શકે છે.
#bharatmirror #bharatmirror21 #news #aditabirla #indriya #indrirajewellery #aditabirlajewellery #ahmedabad