જાપાનીઝ “બેટરી એસોસિએશન ઓફ સપ્લાય ચેઇન” (BASC) ના એક પ્રતિનિધિમંડળે GCCI ની મુલાકાત લીધી હતી.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
22 ઓગસ્ટ 2024:
BASC ના આ પ્રતિનિધિમંડળમાં મિ. ડેઇઝો ઇટો, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ પેનાસોનિક એનર્જી કંપની લિ., મિ. નોબુટો નાકાનિશી, પેનાસોનિક એનર્જી ના નીતિ અને બાહ્ય સંબંધોના નિયામક, તેમજ મિ. સાબુરો નાકાઓ, મેનેજિંગ એક્ઝિક્યુટિવ ઓફિસર અને BASC ના અન્ય પ્રતિનિધિઓ સામેલ થયા હતા.
આ પ્રસંગે GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે BASC પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને સસ્ટેનેબલ ઊર્જા વિકાસમાં તેઓના મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ પેનાસોનિક એનર્જીની પ્રશંસા કરી હતી. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની “મેક ઇન ઇન્ડિયા” બાબતે પહેલ ની અંતર્ગત અને “ભારત-જાપાન ક્લીન એનર્જી પાર્ટનરશિપ પ્રોગ્રામ” પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે પ્રસ્તુત બેઠક સસ્ટેનેબલ ઉર્જા ઉકેલોના ઉત્પાદનમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ના ઉદ્યોગકારો તેમજ જાપાનના પ્રતિનિધિઓ માટે એક મૂલ્યવાન તક સાબિત થશે.
GCCI તરફથી આ પ્રસંગે શ્રી અપૂર્વ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ તેમજ શ્રી ગૌરાંગ ભગત, માનદ મંત્રી, શ્રી સુધાંશુ મહેતા, કોષાધ્યક્ષ, શ્રી પથિક પટવારી, પૂર્વ પ્રમુખ તેમજ શ્રી નવરોઝ તારાપોર, GCCI ઈન્ટરનેશનલ ટ્રેડ ટાસ્ક ફોર્સ ના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.
મિ. ડાઈઝો ઇટોએ બેટરી એનર્જી સ્ટોરેજ ટેક્નોલોજીને વેગ આપવા તેમજ વૈશ્વિક ભાગીદારીને અનુસરવામાં વિવિધ જાપાનીઝ કોર્પોરેશન દ્વારા નોંધપાત્ર ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેઓએ “મેક ઈન ઈન્ડિયા” પહેલ ના ભાગરૂપે ગુજરાતમાં ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે પેનાસોનિક એનર્જીની વ્યૂહાત્મક યોજનાની રૂપરેખા પુરી પાડી હતી તેમજ ઉર્જા ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે કંપનીના અનેકવિધ પ્રયાસો બાબતે પણ વાત કરી હતી. આ પ્રસંગે બોલતા મિ. સાબુરો નાકાઓએ, યુ.એસ.માં સંભવિત તકો વિષે માહિતી પુરી પાડી હતી તેમજ એનર્જી માર્કેટ અને ભારતમાં પેનાસોનિક એનર્જીના રોકાણ બાબતે પણ વાત કરી હતી અને ભારતમાં તેઓના વિસ્તરણ માટેની વિવિધ યોજનાઓ વિષે રૂપરેખા પુરી પાડી હતી. આ પ્રસંગે મિ. નોબુટો નાકાનિશીએ બેટરી સેફ્ટી વિષે વિસ્તૃત માહિતી પુરી પડતું એક પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું.