લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના ઉપપ્રમુખ માર્ક લાયનની ગુજરાત મુલાકાત
નીતા લીંબાચિયા, અમદાવાદ.
17 ઓગસ્ટ 2024:
વિશ્વની સૌથી મોટી સેવા સંસ્થા લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ માર્ક લાયન 13 થી 18 ઓગષ્ટ 2024 દરમિયાન ગુજરાતની મુલાકાત માટે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ આજરોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લાયન્સ ડીસ્ટ્રીક્ટ ક્લબ 3232ના સભ્યોની ટીમ સાથે મળ્યા હતાં અને ગુજરાતમાં લાયન્સ કલબ દ્વારા ચાલતા સેવાકીય વિકાસલક્ષી કાર્યો અંગે રજૂઆત કરી હતી.
આ સિવાય તેમણે 15મી ઓગષ્ટના રોજ લાયન્સ ડીસ્ટ્રીક્ટ ક્લબ અમદાવાદ 3232 દ્વારા યોજાયેલા એલએમએલ સ્કૂલ ખાતે ભારતના 78માં સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અને લાયન્સ ક્લબના આગામી પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી.
લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ માર્ક લાયન અને લાયન્સ ડીસ્ટ્રીક્ટ ક્લબ 3232ના સભ્યોની ટીમ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા હતાં અને ગુજરાતમાં લાયન્સ કલબ દ્વારા સામાજીક સ્તરે ચાલતા આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્ર અંગેના સેવાકીય કાર્યોથી અવગત કરાવ્યા હતા અને રાજ્ય સરકારના સહકાર સાથે રાજ્યમાં ચાલતી 500 જેટલી મ્યુનિસિપાલિટી સ્કૂલોમાં બાળકોને પીવાનું ચોખ્ખુ પાણી મળી રહે તે માટે ડ્રિકિંગ વોટર પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી દર્શાવી હતી.
આ સિવાય જો રાજ્ય સરકારનો યોગ્ય સાથ સહકાર મળી રહે તો જીલ્લા અને તાલુકા સ્તરે ચાલતી સ્કૂલોમાં સોલાર પ્રોજેક્ટ શરૂ કરવાની પણ તૈયારી દાખવી હતી. આ સિવાય રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ડિસેમ્બર-2025માં ગુજરાતમાં ઇન્ટરનેશનલ કન્વેશન યોજવા અંગે રજૂઆત કરી હતી.
લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના વાઇસ પ્રેસિડેન્ટ માર્ક લાયનએ જણાવ્યુ હતું કે લાયન્સ ડીસ્ટ્રીક્ટ ક્લબ 3232ના સભ્યોની ટીમ દ્વારા ગુજરાતમાં ચાલતા સેવાકીય કાર્યો ખૂબ જ પ્રસંશનીય છે. ઓક્ટબર 2025માં ગુજરાતમાં સેવાકાર્યોના સપ્તાહની ઉજવણી થવાની છે તે અત્યંત સરાહનીય બાબત છે.
લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના વાઇસ પ્રેસિડેન્ટ માર્ક લાયનએ તેમની પાંચ દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન કલોલ ખાતે નિર્માણ પામેલા રોહિત મહેતા મેડિકલ હબનું તેમજ વડસમા ખાતે લાયન્સ ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કર્યુ હતું, તેમજ ગોજારિયા ખાતે નવી નિર્માણ થનારી લાયન્સ ક્લબની કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ હોસ્પિટલ ૨૦૨૬ સુધીમાં તૈયાર થઈ જશે. આ સિવાય તેઓએ ઓગણજ ખાતેના એલસીકે પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી અને પીડીજી કમિટીની મિટિંગમા ભાગ લીધો હતો. તેમણે આ મુલાકાત દરમિયાન લાયન રોહિત મહેતા કવેસ્ટ વીકનો પણ વિધિવત આરંભ કરાવ્યો હતો.
લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ માર્ક લાયનએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન લાયન્સ આઈ હોસ્પિટલ, લાયન્સ કિડની ડાયાલિસિસ સેન્ટર, લાયન્સ બ્લડ બેંક અને એલએમએલ સ્કૂલ જેવા લાયન્સ ક્લબ અમદાવાદના કેટલાક મુખ્ય પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી અને તેમના આંતરરાષ્ટ્રીય સેવાકીય અનુભવો જણાવ્યા હતા.
વિશ્વની સૌથી મોટી સેવા સંસ્થા લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ જેમાં 1.4 મિલિયનથી વધુ લિયો અને લાયન સભ્યો છે, લાયન્સ ઈન્ટરનેશનલ ડીસ્ટ્રીક્ટ 3232 લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ માર્ક લાયનની ગુજરાત મુલાકાતને યોગ્ય આવકાર આપે છે. સમાજસેવા અને સભ્યત્વ વૃદ્ધિમાં ગુજરાત હંમેશા અગ્રેસર છે, જે અમારા અડગ સમર્પણ અને સમુદાય સેવાના પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
#bharatmirror #bharatmirror21 #news #lionsclubinternational #marklyon #lionsclub #iionsmultipledistrict3232 #ahmedabad